આ આઈટી કંપનીના સ્ટોકે રોકાણકરોને બનાવ્યા કરોડપતિ, 1 લાખનું રોકાણ કરવા વાળાને મળ્યા સીધા જ 2.20 કરોડ રોકડા…. જાણો કયો છે એ શાનદાર શેર…

શેર બજારમાં ઘણી એવી કંપની છે જે પોતાના ગ્રાહકોને રોકાણ કરવા પર સારું એવું રીટર્ન આપે છે. જયારે કેટલીક કંપની તો એવી છે જે લોકોને કરોડપતિ પણ બનાવે છે. પણ આ માટે ગ્રાહકોએ થોડી ધીરજ રાખવી જરૂરી છે. આજે અમે તમને એક એવી કંપનીના શેર વિશે માહિતી આપીશું જેમાં ગ્રાહકે જો 1 લાખ રૂપિયા રોક્યા હશે તો તેના અત્યારે 2 કરોડથી પણ વધુ રીટર્ન મળી રહ્યું છે. 

શેર બજારમાં પાછલા ઘણા સમયથી ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે બજારમાં ઘણો પછડાટ જોવા મળ્યો છે. તેમજ હવે બજારમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં જો સાચા સ્ટોકમાં રોકાણ કરવામાં આવે તો, રૂપિયા ઝડપથી વધે છે. શેર બજારમાં ઘણા એવા સ્ટોક છે જેમણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. શેર બજારમાં પછડાટ વચ્ચે પણ આ સ્ટોકે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. જોકે, કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા વિત્તિય સલાહકાર સાથે વાત કરવી જરૂરી છે. એવું ન કરવાથી તમને આર્થિક રીતે નુકસાન વેઠવું પડી શકે છે. આજે અમે તમને એવા જ એક સ્ટોક વિષે જણાવવા જઇ રહ્યા છીએ, જેને રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આઇટી કંપનીના આ સ્ટોકમાં જેમને પણ એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું તેમને બે કરોડથી વધારેનું રિટર્ન મળ્યું છે. આવો તમને જણાવીએ આ સ્ટોક વિષે. 

બોનસ શેરથી પણ માલામાલ થયા રોકાણકારો:- અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તે ટાટા સમૂહની ટીસીએસ છે. ટીસીએસના શેરોએ લાંબી અવધિમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ટાટા સમૂહના આ શેરે પાછલા 18 વર્ષોમાં ત્રણ તક પર 1:1 ના પ્રમાણમાં બોનસ શેરની ઘોષણા કરી છે અને જો કોઈ રોકાણકારે 18 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો, આ ત્રણ પછી તેની શેરધારીકા આઠ ગણી વધી જાત. એવામાં રોકાઙકારના 1 લાખ આજે 2.20 લાખ થઈ ગયા હોત.રોકાણકારોને આમ બનાવ્યા કરોડપતિ:- જો કોઈ રોકાણકારે 18 વર્ષ પહેલા ટીસીએસમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને ટીસીએસના લગભગ 833 શેર મળ્યા હોત. કારણ કે લગભગ 18 વર્ષ પહેલા ટીસીએસનો એક શેર લગભગ 120 રૂપિયા હતો. વર્ષ 2006માં 1:1 બોનસ શેરની ઘોષણા કર્યા પછી ટીસીએસના આ 833 શેર 1,666 થઈ ગયા હોત. ત્યાર બાદ જૂન 2009માં, આઇટી કંપની દ્વારા 1:1 બોનસ શેર જાહેર કર્યા પછી આ 1,666 શેર 3,332 ટીસીએસ શેર બની ગયા હશે.

મે 2018માં 1:1 બોનસ શેર જાહેર કર્યા પછી ટીસીએસના આ 3,332 શેર હજુ વધીને 6,664 શેર થઈ ગયા હોત. હાલના સમયમાં ટીસીએસના શેરની કિંમત લગભગ 3270 Rs. પ્રતિ શેર છે. એવામાં જોઈએ તો, 18 વર્ષ પહેલા રોકાણ કરેલ એક લાખનું હાલનુ મૂલ્ય 2.20 કરોડ રૂપિયા હોત. માટે, પાછલા 18 વર્ષોમાં કોઈના 1 લાખ 2.20 કરોડ થઈ ગયા છે. આમ શેર બજાર એ ગ્રાહકોને માલામાલ કરી દીધા છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment