સત્ય ઘટના | એક કુંવારી છોકરી બની માં, પણ પાછળથી ખબર પડ્યું આ કારણ | આ વાત જાણી તમે હેરાન રહી જશો

મિત્રો આજે અમે એક સત્ય ઘટના પર આધારિત એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પરણેલી પણ નથી અને તેમ છતાં પણ બની જાય છે માતા. તો જાણો ક્યાં સંજોગોમાં એક કુંવારી છોકરી બને છે બે દીકરીઓની માતા. તેના માટે પુરેપુરી સ્ટોરીને ધ્યાનથી વાંચો અને એ કુંવારી છોકરી પર તમને પણ થશે ગર્વ.

કિરણ લેપટોપ પર પોતાની ઓફિસનું કામ કરી રહી હતી અને તેની માતા સાથે વાત કરી રહી હતી. ત્યાં કિરણ પાસે તેની બંને દીકરીઓ વીણા અને વર્ષા એકદમ ખુશી પૂર્વક આવે છે અને જણાવે છે કે મમ્મી આજે તો અમને સ્કૂલમાંથી બાર્બીવાળી બેગ ગીફ્ટમાં મળી છે. આ સાંભળતા જ કિરણ પોતાની બંને દીકરીઓ સામે પ્રેમથી જુએ છે અને ગર્વ અનુભવે છે. ત્યાર બાદ કિરણ ફરી પોતાની દીકરીઓ સામે જુએ છે તેની બંને દીકરીઓના વાંકડિયા વાળ, ભૂરી આંખો અને ચહેરા પર એક સુંદર સ્મિત છલકતું હતું.

મિત્રો જાણે એક બગીચામાં સુંદર ફૂલો ખીલીને બગીચાની રોનક વધારે છે એ જ રીતે બંને દીકરીઓએ પોતાની કિલકારીઓ અને હાસ્યથી કિરણના ઘર અને સંસારની રોનક વધારી રહી હતી. બંને દીકરીઓ ભણવામાં પણ હોંશિયાર અને વિચારો પણ બંનેના સુંદર. આ જોઈ કિરણ પણ ભગવાનનો આભાર માની રહી હતી કે ભગવાને મને ખુબ જ સુંદર અને સમજદાર બે દીકરીઓ આપી છે. હું ખુબ નસીબદાર છું કે ભગવાને મને આ બંને દીકરીઓની માતા બનાવી.

ત્યાર બાદ કિરણ પોતાની માતાને પૂછે છે કે મમ્મી મેં ગયા જન્મમાં એવા તો ક્યાં પુણ્ય કર્યા હશે કે મને આટલું સરસ સંતાન સુખ પ્રાપ્ત થયું અને મને આ બે દીકરીની માતા બનાવી છે. આ સાંભળી કિરણના મમ્મી કંઈ જ બોલતા નથી અને માત્ર હકારમાં માથું હલાવે છે. ત્યારે કિરણ ફરી એની માતાને પૂછે છે કે મમ્મી તું કેમ કંઈ બોલી નહિ ? શું મારી દીકરીઓ તને વહાલી નથી ?

આ સાંભળી કિરણના માતા રેવતી બેન જણાવે છે કે  બેટા એવું નથી પણ આ વાત સાંભળી મને ભૂતકાળ યાદ આવી જાય છે. ત્યારે કિરણ જણાવે છે અરે મમ્મી ભૂતકાળ ક્યાં એટલો ખરાબ હતો. જો તું તેને યાદ કરીને ઉદાસ થઇ જાય છે. ભગવાને મને આ બંને પરીઓની માતા બનાવીને મારા પર મહેરબાની કરી છે.

ત્યારે તેની માતાથી ચુપ ન રહેવાયું અને તે બોલી ઉઠી કે તું સમાજનું તો વિચાર ! લોકો તારા વિશે કેવી કેવી વાતો કરી રહ્યા છે કે “લગ્ન કર્યા વગર જ બે દીકરીની માતા છે, ન જાણે ક્યાં મોઢું કાળું કર્યું હશે, શું ખબર કોની હશે આ દીકરીઓ, કિરણ આટલા વર્ષો પછી પણ કેવી બિન્દાસ રહે છે, તેને સમાજ અને પરિવારની કંઈ પરવાહ નથી.” આટલું કહી કિરણની માતા આગળ જણાવે છે કે, “બેટા હું પણ એક માં છું, મારાથી મારા દીકરી વિશે સમાજની આવી ગંદી વાતો સહન નથી થતી.” આટલું કહી તે રડવા લાગે છે.

આ જોઈ કિરણ તેની માતાને સમજાવે છે કે હું તમને રડતા નથી જોઈ શકતી અને રહી વાત લોકોની તો હું એવા લોકોનું કેમ માનું ? અને તેને મારા વિશે શું જણાવું ? શું  આ લોકો મને સમજી શકશે ? શું આ સમાજ ક્યારેય એવું કામ કરી શકશે જે હું કરું છું ? પરંતુ મમ્મી તું પણ આ લોકો જેવી વાતો ન કર તો સારું. આમ કહી તે પોતાની માતાની વાતોથી નારાજ થઇ પોતાનું લેપટોપ લઈને પોતાના બેડરૂમમાં જતી રહે છે.

હવે કિરણ પણ પોતાના આંસુ રોકી શકી નહિ અને ભીની આંખો સાથે કિરણ સાત વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. 7 વર્ષ પહેલા તે એક જોબ કરતી હતી. એક દિવસ કિરણને જોબ પરથી છૂટવામાં મોડું થઇ જાય છે અને જ્યારે તે રેલ્વે સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યાં તેને એક ખૂણામાં અંધારામાં એક બેગ દેખાઈ. તે બેગમાંથી નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હતો. પહેલા તો કિરણને થયું કે તે પોલીસને જાણ કરે.  પરંતુ તેણે પહેલા બેગ ખોલીને જોવાનું નક્કી કર્યું તેણે બેગ ખોલ્યું તો તેમાં એક નહિ પણ બે સુંદર અને માસુમ બાળકીઓ રડતી હતી. તે પ્રેમાળ બાળકીઓને જોઈ કિરણનું માતૃત્વ જાગી ગયું અને તે બંને બાળકીને ઘરે લઇ આવી.

કિરણે વિચાર્યું કે આ બાળકીઓ એક દીકરીની જાત છે એના પરિવારે ત્યાગ કર્યો તો શું થયું ! જો હવે હું પણ તેનો ત્યાગ કરી દઈશ તો હું એક સ્ત્રી ન બની શકુ. એક સ્ત્રી બીજી સ્ત્રીનો આ રીતે કેમ ત્યાગ કરી શકે ! થોડામાંથી થોડું ખાઈશ પણ પ્રેમથી આ દીકરીઓનું પાલન કરીને સાથે રહેશું. આમ વિચારી કિરણ સમાજની પરવાહ કર્યા વગર તે બંને દીકરીઓનો ઉછેર કરવા લાગી.

પરંતુ મિત્રો આ દીકરીઓ પણ કિરણના ઘરમાં શુભ પગલાઓ લઈને આવી હતી. કારણ કે ત્યાર બાદ કિરણ જે કંપનીમાં કામ કરતી હતી તે કંપનીની તે CEO બની ગઈ અને તેની આવક પણ ચાર ગણી વધી ગઈ. કિરણ આ બધું યાદ કરી રહી હતી ત્યાં જ તેની બંને દીકરીઓ તેની પાસે આવી. કિરણ તેને પ્રેમથી ભેટી પડી અને વિચારવા લાગી સમય પણ કેટલો ફટાફટ ચાલ્યો જાય છે. દિવસો જતા મારી પરીઓ મોટી થઇ ગઈ અને સાથે સાથે એટલી જ સમજદાર અને હોંશિયાર પણ. આજે કિરણ અને તેની બંને દીકરી સાથે ખુબ જ ખુશ છે.આપણે પણ કોઈના વિશે કઈ બોલતા કે વિચારતા પેહલા ધ્યાન રાખવું જોઈએ. આવા ઘણા કિસ્સા દુનિયામાં આજે મૌજુદ છે.

મિત્રો સરકાર ઘણા પગલાઓ લઇ રહી છે દીકરીના હીતમાં પરંતુ તેમ છતાં પણ સમાજના અમુક લોકો દીકરાની લાલચમાં દીકરીનો  ત્યાગ કરી દેતા હોય છે. આખરે આટલી પ્રેમાળ, સમજદાર અને હોંશિયાર દીકરીઓનો કેમ જન્મતાની સાથે જ ત્યાગ કરી દે છે. તો કોઈ લોકો તો દીકરીને જન્મ આપતા પહેલા જ ગર્ભમાં તેની હત્યા કરી નાખતા હોય છે.

તો આવા લોકો વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટ કરીને જણાવો….

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સત્ય ઘટના | એક કુંવારી છોકરી બની માં, પણ પાછળથી ખબર પડ્યું આ કારણ | આ વાત જાણી તમે હેરાન રહી જશો”

Leave a Comment