ઘર બેઠા કરો આ 5 ખુબ જ અસરકારક યોગાસનો | ટૂંક સમયમાં જ વધવા લાગશે તમારા શરીરની લંબાઈ

લંબાઈ વધારવા માટેના 5 ખુબ જ અસરકારક યોગાસન…. ટૂંક સમયમાં જ વધવા લાગશે વજન….

શું મિત્રો તમે પણ તમારી નીચી હાઈટના કારણે થોડા પરેશાન છો ? અને ખરેખર તમારી લંબાઈ થોડી વધારવા માંગો છો ? તો આજે અમે તેનો સીધો અને સરળ ઉપાય લઈને આવ્યા છીએ માટે આ લેખને અંત સુધી વાંચો. આજે અમે તમને પાંચ એવી એકસરસાઈઝ જણાવશું જે તમારી લંબાઈને ખુબ જ સરળ રીતે વધારશે. આ એકસરસાઈઝ કરવા માટે તમારે બહાર ક્યાંક પણ જવાની જરૂરીયાત નથી. તમે ઘરે બેઠા બેઠા ખુબ જ સરળતાથી આ એકસરસાઈઝ કરી શકો છો અને ખુબ જ સરળતાથી ટૂંક સમયમાં જ તમારી લંબાઈ વધારી શકો છો.

લંબાઈ મુખ્યત્વે માતાપિતા, આપણી ડાઈટ અને ખાનપાન તેમજ યોગા અને એકસરસાઈઝ પર આધારિત હોય છે. માતાપિતા એટલે કે માતાપિતાના જેવા જ જીન્સ હોય છે તેના આધાર પર બાળકની લંબાઈ હોય છે. જેના કારણે તેની લંબાઈ તેના માતાપિતાની લંબાઈની આસપાસ હોય છે. પરંતુ જ્યારે માતાપિતાની લંબાઈ પણ ઓછી હોય તો શું કરવું. તો તે લોકોની લંબાઈ તેના ખાનપાન અને યોગા અને એકસરસાઈઝની મદદથી તેના માતાપિતા કરતા પણ વધારે લંબાઈ થતી હોય છે.

Yogaતો આજે અમે તમને તેવી જ પાંચ અસરકારક એકસરસાઈઝ જણાવીશું. જે તમારી હાઈટ વધારવામાં મદદરૂપ થશે. આ દરેક એકસરસાઈઝ તમારી પેટ્રીઓટીક ગ્લેન્ડમાં ગ્રોથ હોર્મોન્સ રીલીઝ કરશે તેમજ તમારી મસલ્સને ટાઈટ કરશે. જેના કારણે તમારી હાઈટ વધશે. તો ચાલો જાણીએ તે એકસરસાઈઝ.

સૌથી પહેલી એકસરસાઈઝ છે હેન્ગીંગ એટલે કે લટકવું. કોઈ પણ વસ્તુનો સહારો લઈને ત્યાં હાથની મદદથી પકડ બનાવીને શરીરને લટકાવવું. લટક્યા બાદ શરીરને ઢીલું છોડી દેવુ અને માથું સીધું રાખવું. આ રીતે રોજે નિયમિત 10 મિનીટ સુધી આ એકસરસાઈઝ કરવામાં આવે તો તેનાથી ખુબ જ હાઈટ વધે છે અને ઝડપી વધે છે.

બીજી એકસરસાઈઝ સ્પોર્ટ્સ એકસરસાઈઝ છે. તેને કરવા માટે તમારે જમીન પર એક આસન પાથરી દેવું, ત્યાર બાદ તેના પર ઘૂંટણના બળે બેસી જવું અને શરીરને ઢીલું છોડી દેવું. ત્યાર બાદ શરીરને ધીમે ધીમે નીચે નીચેની તરફ લાવવું અને માથાને આસન પર લગાવવું અને ત્યાર બાદ હાથને સીધા કરી દેવા. થોડી વાર તે જ સ્થિતિમાં રહેવું. ત્યાર બાદ ફરી તે એકસરસાઈઝ કરવી આ રીતે નિયમિત 10 મિનીટ સુધી આ એકસરસાઈઝ કરવી જોઈએ.

ત્યાર બાદની એકસરસાઈઝ છે સાઈડ સ્ટ્રેચ. તેના માટે સૌથી પહેલા સીધા ઉભા રહી જવું, ત્યાર બાદ બંને હાથને ઉપરની બાજુ લઇ જવા અને બંને પગને જોડેલા રાખવા, તેમજ શરીરને ટાઈટ રાખવું, ત્યાર બાદ શરીરના ઉપરના ભાગને ડાબી અને જમણી બાજુ વાળવાનું છે. આ એકસરસાઈઝ ભૂલથી પણ ક્યારેય જમ્યા બાદ ન કરવી તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.

ચોથી એકસરસાઈઝ છે લો લેંચ આંક. આ એકસરસાઈઝ પર એક્સપર્ટનું  કહેવું છે કે આ એકસરસાઈઝ હાઈટ વધારવા માટેની સૌથી બેસ્ટ એકસરસાઈઝ છે. હાઈટ વધારવા માટે કમરની ઉપરનો ભાગ સૌથી વધારે મુશ્કેલીઓ ઉભો કરતો હોય છે. કમરથી ઉપરના ભાગની હાઈટ વધવામાં ખુબ જ મુશ્કેલીઓ આવતી હોય છે. પરંતુ આ એકસરસાઈઝથી કમરની ઉપરના ભાગની લંબાઈ સરળતાથી વધે છે.

આ એકસરસાઈઝ કરવા માટે સૌથી પહેલા એક પગ આગળ અને એક પગ પાછળ રાખી દેવો. ત્યાર બાદ ધીમે ધીમે હાથને ઉપરની બાજુ લઇ જવા અને માથું સિદ્ધુ રાખવું. ત્યાર બાદ ઉપર હાથ જોડી દેવા. આ જ સ્થિતિમાં થોડી વાર માટે રહેવું અને ત્યાર બાદ ફરી વાર આ એકસરસાઈઝ કરવી. આ રીતે 10 થી 15 મિનીટ સુધી નિયમિત આ એકસરસાઈઝ કરવામાં આવે તો હાઈટ ઝડપથી વધે છે.

પાંચમી અને સૌથી સરળ પરંતુ મહત્વની એકસરસાઈઝ છે પગના પંજાના બળે ચાલવું. તેના માટે સૌથી પહેલા સીધા ઉભા રહેવું અને ત્યાર બાદ શરીરનો પૂરો ભાર પગના પંજા પર લાવવો અને પછી ચાલવું. આ રીતે રોજે નિયમિત 15 મિનીટ સુધી ચાલવું જોઈએ. આ ઉપાયથી તમારી હાઈટ ખુબ જ ઝડપથી વધે છે. થોડું મુશ્કેલી વાળું કાર્ય છે પરંતુ તેના ફાયદા ઘણા બધા છે. તમારા શરીરનું એક્યુપ્રેશર પણ થઇ જાય છે.  તો હાઈટમાં વધારો થશે.

તો મિત્રો આ પાંચ સરળ એકસરસાઈઝ કરીને તમે ઘરે બેઠા તમારી લંબાઈ વધારી શકો છો. આમાંથી તમને કંઈ એકસરસાઈઝ સૌથી વધારે સરળ લાગી અને ગમી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment