દૂધ સાથે ખાલી 1 ચમચી આનું સેવન યૌન દુર્બળતાથી લઈ બ્લડ પ્રેશર, કમળા જેવા રોગોમાં અસરકારક | શરીરને થાય છે ગજબના ફાયદા.

મિત્રો સામાન્ય રીતે તમે શિંગોડાના લોટ વિશે થોડું ઘણું તો સાંભળ્યું જ હશે. પરંતુ શિંગોડાના લોટના ઘણા એવા ફાયદા છે જેના વિશે લોકો અજાણ છે.  આજે અમે તમને આ લેખમાં શિંગોડાના લોટના અન્ય ફાયદાઓ જણાવશું જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ આવે. આજે અમે તમને શિંગોડાના લોટના એટલા અદ્દભુત ફાયદા વિશે જણાવશું કે જાણીને તમને વિશ્વાસ નહિ આવે. આ લેખ વાંચ્યા બાદ તમે જરૂર શિંગોડાને તમારા ડાયટમાં શામિલ કરી શકશો.

શિંગોડાને જો આપણા શરીર માટે ખજાનો માનવામાં આવે તો પણ આશ્ચર્ય નહિ થાય. કેમ કે  શિંગોડા આપણને ફીટ રાખવાની સાથે ઘણી બીમારીઓને વગર દવાએ ઠીક કરી દે છે. જો તમે શિંગોડાના લોટને પોતાના ડાયટમાં સામેલ કરશો તો ખુબ જ ઓછા સમયમાં તેના ઘણા લાભ લઈ શકશો. તળાવ અને બાંધેલ પાણીમાં ઉગનાર શિંગોડાના ફૂલ ઓગસ્ટમાં જ આવી જાય છે, જ્યારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તે ફળનું રૂપ પણ લઈ લે છે. બજારમાં તેના ફળ અને લોટ બંને મળે છે. શિંગોડા પોષક તત્વો અને અનોખા સ્વાદના કારણે ખુબ જ પસંદ કરવામાં આવે છે.શિંગોડામાં વિટામીન એ, સી, મેગેનીઝ, થાયમીન, કાર્બોહાઈડ્રેટ, સાઈટ્રીક એસીડ, રીબોફ્લેવીન, એમીલીજ, ફોસ્ફોરાઈલેજ, એમીલોપેક્તી, બીટા-એમીલેજ, પ્રોટીન, ફેટ અને નીકોટેનીક એસીડ જેવા પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલા છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

આ સમસ્યાઓને દૂર કરે છે : શિંગોડા યૌન સંબંધી દુર્બળતા દૂર કરે છે. 2-3 ચમચી શિંગોડાનો લોટ ખાઈને તેના પર નવશેકું દૂધ પીવાથી યૌન શક્તિમાં વૃદ્ધિ થાય છે. ઘણી વખત કોઈ બીમારીને કારણે યૌન શક્તિમાં કમી આવી જાય કે ખામી આવી જાય તો આ સ્થિતિમાં શિંગોડાનો લોટ વરદાનનું કામ કરે છે.ખરતા વાળની સમસ્યા : શિંગોડાના લોટના સેવનથી તમે ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. તેમાં નીમેનીક, અને લોરિક જેવા એસિડ હોય છે જે વાળને નુકશાનથી બચાવે છે. શિંગોડાને નિયમિત રીતે સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાથી પણ આરામ મેળવી શકાય છે.

ગર્ભાશયની દુર્બળતા : ગર્ભાશયની દુર્બળતા અને પિત્તની અધિકતાથી ગર્ભાવસ્થા પૂરી થાય તે પહેલા જ જે મહિલાઓને ગર્ભપાત થઈ જાય છે, તેને શિંગોડાના લોટથી ઘણો ફાયદો થાય છે.થાઈરોઈડ : શિંગોડામાં રહેલ આયોડીન, મેગેનીઝ જેવા મિનરલ્સ થાઈરોઈડ અને ઘેંઘા રોગની રોકથામમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે રક્તપિત્ત અને વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક હોય છે. જો તમે ક્ષયના રોગથી પરેશાન છો તો શિંગોડાના લોટનું સેવન કરવાથી લાભ મળે છે.

કમળાની બીમારી : કમળાના રોગમાં શરીરમાં પિત્ત દોષ ખુબ જ વધી જાય છે. જ્યારે શિંગોડામાં પિત્ત શામક ગુણ રહેલા છે, જે ઘણા લાભદાયક છે. શિંગોડાના લોટમાં ઉચ્ચ રક્તચાપના જોખમને ઓછું કરવાની શક્તિ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment