આ ચાર છોડ ઝેરી અને પ્રદુષણ વાળી હવાને ફિલ્ટર કરીને બનાવે છે શુદ્ધ, ઘરમાં વાવી દો આ જગ્યાએ…

મિત્રો દરેક લોકોને એવી ઈચ્છા હોય છે કે, તેના ઘરમાં એક નાનો એવો બગીચો હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ હોય. પણ જો તમે તમારા રૂમમાં અથવા તો બગીચામાં કોઈ છોડ લગાવવા જ માંગતા હો તો એવો છોડ લગાવો કે જેનાથી પ્રદુષણ ઓછું થાય. આવા જ છોડ છે બાંબુ પામ(વાંસ) અને પીસ લિલીના છોડ. આ છોડ આપણા ઘરની અંદર આવતા પ્રદુષણને અટકાવે છે છે. તો ચાલો જાણીએ શું શું ફાયદા થાય છે અને તેને કેવી રીતે લગાવીએ તો પ્રદુષણ અટકે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય જાણો.

શું તમે જાણો છો કે, માણસની નાનીની ભૂલ પણ કેટલું મોટું નુકસાન કરી શકે છે. તોએ એવી ઘણી બાબતો છે જેના કારણે હવા પ્રદુષણ યુક્ત બને છે. પણ છોડ છે તે આ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. જ્યારે આજકાલ વૃક્ષોને તેમજ છોડને કાપવાથી પ્રદુષણ વધી રહ્યું છે. પક્ષીઓ ઓછા થઈ રહ્યા છે. તેથી જ આજે પણ ગામડાઓમાં હવા શુદ્ધ અને પક્ષીઓનો કલરવ સાંભળી શકાય છે.

હાલ તો એવો સમય ચાલી રહ્યો છે કે, આ દિવસોમાં પ્રદુષણ પણ બહુ રહે છે. માટે તમે પ્રદુષણને ઓછું કરવા માટે ઘરમાં અને બગીચામાં વિવિધ છોડ લગાવી શકો છો. જે હવાને સાફ પણ કરે છે અને ઓક્સીજનને પણ છોડે છે. તો ચાલો જાણીએ આ છોડ લગાવવાની રીત વિશે.સ્પાઈડર પ્લાન્ટ : આ છોડ એવો છે કે, હવામાં રહેલ ખતરનાક ગેસની અસરથી બચાવે છે. આ છોડને તમે ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ લગાવી શકો છો. જો તમે ઘરની અંદર લગાવો છો તો તેના માટે માટીની જગ્યાએ વર્મીક્યુલાઇટ અથવા કોકો કોયરનો ઉપયોગ કરી શકો છો. માટીને લઈને ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ છોડ વાતાવરણ અનુસાર થાય છે. આ છોડના ફાયદા એવા છે કે, આ છોડ એ તમારી આસપાસની હવાને પ્યૂરીફાય કરે છે. હવામાં થતા ખતરનાક ગેસ અને રસાયણોથી બચાવે છે.બાંબુ પામ (વાંસ) : જો તમે પોતાના બગીચાને નવો લુક આપવા માંગો છો તો તમે બાંબુ પામ છોડ(વાંસ)  લગાવી શકો છો. આ માટે માટી થોડી એસીડીક હોવી જોઈએ. આ છોડ એ જગ્યાએ પણ સારી રીતે વાવી શકાય છે જ્યાં સુરજના કિરણો પહોંચતા ન હોય. તાપમાં રાખવાથી તેના પાનનો રંગ લીલામાંથી પીળો થઈ જાય છે. તેના ફાયદા એ છે કે, આ છોડ હવામાં રહેલ બેન્જીન, ફોર્માલ્ડીહાઇડ અને કાર્બન મોનો-ઓક્સાઈડને એબ્જોર્બ કરે છે.ચાઇનીઝ એવરગ્રીન : આ છોડને ગ્લેયોનીયા પણ કહે છે. આ છોડ આખું વર્ષ લીલું રહે છે. તેને લગાવવા માટે માટી જોઈએ જેમાં નરમી વધુ પ્રમાણમાં હોય. ટેન લગાવતી વખતે લીક્વીડ ફર્ટીલાઈજરનો પ્રયોગ કરવામાં આવે છે. તેના ફાયદા એ છે કે, તે વધુ પ્રમાણમાં ઓક્સિજન રિલીઝ કરે છે. હવામાં પ્રદુષણનું લેવલ ઘટાડે છે.પીસ લિલી : આ છોડને લગાવવો ખુબ સહેલો છે. તેની વધુ દેખરેખની જરૂર નથી હોતી. માત્ર એક વાતનું ધ્યાન રાખો કે તેમાં વધુ પ્રમાણમાં પાણી ન નાખવું. આ ફૂલ વાળો છોડ છે, તેથી ત્યાં રાખો જ્યાં સુરજની રોશની આવતી હોય. આ છોડના ફાયદા એ છે કે, વ્હાઈટ કલરના તેના ફૂલ ઘરની શોભા વધારે છે. તે હવામાં રહેલ બેન્જીનને એબ્જોર્બ કરે છે અને હવાને સાફ કરે છે. બેન્જીન કેમિકલ એટલું ખતરનાક હોય છે કે કેન્સરનું કારણ પણ બને છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment