Google એન્ડ્રોઇડ-12 માં કરી રહ્યું છે મોટા બદલાવ. ઘરે બેઠા-બેઠા આ કામ થશે આરામથી.

કોરોના વાયરસના કારણે મોટાભાગની કંપનીઓ રિમોર્ટ લેવલ પર કામ કરી રહી છે. સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા કંપની કર્મચારીઓને ઘર પરથી જ કામ કરવાનું કહી રહી છે. તો આવા સમયમાં વધારેમાં વધારે કર્મચારીઓ સાથે જોડાવા માટે વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક(VPN) દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

વીપીએનની વધતી માંગના કારણે નવી પેઢીએ વીપીએએન પ્રોટોકોલ વાયરગાર્ડ (Wire Guard) ને લોન્ચ કરી દીધુ છે. હવે ગૂગલે પણ એન્ડ્રોઇડ-12 (Android 12) માટે લિનક્સ કર્નેલમાં વાયરગાર્ડ સપોર્ટને જોડવાનું કહ્યું છે. તેનો અર્થ છે કે, બધા જ એન્ડ્રોઇડ-12 સ્માર્ટફોન વીપીએન સિસ્ટમ (Built-in VPN) ની સાથે આવશે. નોંધનીય છે કે, iOS સ્માર્ટફોનમાં આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે.

બીજાની સરખામણીમાં વધારે ઝડપી છે વાયરગાર્ડ પ્રોટોકલ ; વાયરગાર્ડ યૂઝર્સે દૂરના નેટવર્ક સાથે ક્નેક્ટ કરવા દરમિયાન તેમની ગોપનીયતા, સુરક્ષા અને ઝડપ ગતિથી કામ કરવા માટે અત્યાધુનિક ક્રિપ્ટોગ્રાફી માનકોનો ઉપયોગ કર્યો છે. પ્રોટોકોલમાં કોડની ચાર હજાર કોડની ઘણી ઓછી લાઇનો હોવા છતા વાયરગાર્ડ એક નવુ વીપીએન પ્રોટોકોલ છે અને અન્ય પ્રોટોકોલની સરખામણીમાં ઝડપી માનવામાં આવી રહ્યું છે.તેની સરખામણીમાં ઓપન વીપીએન (OpenVPN) નામની એક અન્ય વીપીએન પ્રોટોકોલ કોડની 1,00,000 લાઇનો પર ચાલે છે. રિલીઝ બાદ તરત જ વાયરગાર્ડને લિનક્સ કર્નલમાં જોડવામાં આવ્યું અને લિનક્સ 5.6 માં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો કે એન્ડ્રોઇડ પણ લિનક્સ પર આધારિત છે. હવે ગૂગલને હાલમાં જ એન્ડ્રોઇડ કોમન કર્નેલના એન્ડ્રોઇડ-12 ના લિનક્સ 5.4 અને 4.19 માં ઘણા નવા પરિવર્ધન જોડાયા છે. આ નવા પરિવર્ધનોમાં વાયરગાર્ડ વીપીએન પ્રોટોકોલ પણ સામેલ છે.

આ રીતે કરશે કામ ; એક રિપોર્ટ અનુસાર, એક લિનક્સ કર્નેલ ડેવલપરનું કહેવું છે કે, વાયરગાર્ડ એન્ડ્રોઇડ-12 માં એક સાધારણ નેટવર્ક ડિવાઇસ ડ્રાઇવરના રૂપમાં ઉપલબ્ધ થશે. દરેક નવા એન્ડ્રોઇડ રિલીઝની સાથે ગૂગલ લિનક્સ કર્નેલને સપોર્ટ કરશે. ઉદાહરણ તરીકે, એન્ડ્રોઇડ-11 માં લિનક્સ કર્નેલ 4.14 અને 4.19 નો ઉપયોગ થયો છે. એન્ડ્રોઇડ-12 માં સંભાવિત રૂપમાં 4.19 અને 5.4 લિનક્સ કર્નેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અત્યારે ફ્લેગશિપ એન્ડ્રોઇડ ડિવાઇસ લિનક્સ કર્નેલ પર રન કરે છે અને એન્ડ્રોઇડ 12 લિનક્સ 5.4 પર રન કરશે. નીચા સ્તરના મોડલ લિનક્સ 4.19 પર રન કરશે. બંનેમાં જ વાયરગાર્ડ સપોર્ટ કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment