રામાયણમાં લક્ષ્મણે શૂર્પણખાને જણાવ્યા 6 પુરુષોના ગુપ્ત રહસ્યો વિશે, જેની ઇચ્છાઓ હંમેશા અધુરી રહે છે..

દરેક મનુષ્યની કોઈને કોઈ ઈચ્છા જરૂર હોય છે, અને તેને પૂરી કરચા માટે તે પ્રયાસ પણ કરે છે. અમુક ઈચ્છાઓ તો પૂરી થઈ જાય છે, પરંતુ અમુક ઈચ્છાઓ અધુરી રહી જાય છે. તો અમુક ઈચ્છાઓના વિષયમાં અમુક લોકો ક્યારેય પૂરી નથી કરી શકતા. આ અસંભવ ઈચ્છાઓના વિષયમાં લક્ષ્મણે શૂર્પણખાને જણાવી હતી. ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસ ના અરણ્ય કાંડમાં જ્યારે શૂર્પણખાએ લક્ષ્મણની સામે પ્રણય પ્રસ્તાવ રાખ્યો ત્યારે લક્ષ્મણે જણાવ્યું હતું કે,

सुंदरि सुनु मैं उन्ह कर दासा। पराधीन नहिं तोर सुपासा।।
प्रभु समर्थ कोसलपुर राजा। जो कछु करहिं उनहि सब छाजा।।

આ દોહામાં લક્ષ્મણ શૂર્પણખાને કહે છે કે, હે સુંદરી, હું તો શ્રી રામનો સેવક છું, હું પરાધીન છું, તેથી મને જીવનસાથી બનાવીને તને સુખ પ્રાપ્ત નહિ થાય. તું શ્રી રામ પાસે જા, તેઓ બધાનું કામ કરવામાં સમર્થ છે.

सेवक सुख चह मान भिखारी। ब्यसनी धन सुख गति विभिचारी।।
लोभी जसु चह चार गुमानी। नभ दुहि दूध चहत ए प्रानी।।

આ દોહામાં લક્ષ્મણે 6 એવા પુરુષોના વિષયમાં જણાવ્યું છે કે, જેની અમુક ઈચ્છાઓ પૂરી થવી અસંભવ છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ 6 પુરુષો. જેની ઈચ્છાઓ ક્યારેય પૂરી નહિ થાય.પહેલો પુરુષ છે સેવક : જો કોઈ સેવક સુખ ઈચ્છતો હોય તો તેની આ ઈચ્છાઓ ક્યારેય પણ પૂરી ન થઈ શકે. સેવકને હંમેશા માલિક અથવા સ્વામીની ઈચ્છાઓ પૂરી કરવા માટે તત્પર રહેવું પડે છે. તેથી તે ખુદના સુખની કલ્પના પણ ન કરી શકે.

બીજો પુરુષ છે ભિખારી : જો કોઈ ભિખારી એવું વિચારી રહ્યો હોય કે તેને સમાજમાં માન-સમ્માન મળે, બધા લોકો તેનો આદર કરે, તો તેની આ ઈચ્છા ક્યારેય પણ પૂરી ન થઈ શકે. ભિખારીને હંમેશા લોકો તરફથી ધીક્કાર કરવામાં આવે છે. તેને દરેક વખતે અપમાનિત જ થવું પડે છે.ત્રીજો પુરુષ છે વ્યસની અથવા નશા કરવા વાળા : જો કોઈ વ્યક્તિ વ્યસની આ ઈચ્છા કરે કે તેની પાસે હંમેશા ઘણું બધું ધન હોય. તો તમને જણાવી દઈએ કે, તેની આ ઈચ્છા ક્યારેય પૂરી નથી થતી. આવા લોકોની પાસે જો કુબેરનો ખજાનો હોય તો પણ ખાલી થઈ જાય છે. આવા લોકો હંમેશા દરિદ્ર રહે છે. નશાની લતમાં પોતાનું બધું જ લુંટાવી દે છે.

ચોથો પુરુષ છે વ્યભિચારી : શાસ્ત્રો અનુસાર વ્યભિચારને એક ભયંકર પાપ માનવામાં આવે છે. જો કોઈ પુરુષ પોતાની પત્ની પ્રત્યે વફાદાર ન હોય અને અન્ય સ્ત્રીઓ સાથે તેના અવૈધ સંબંધ રાખતો હોય તો તેને ક્યારેય સદ્દગતિ નથી મળતી. આવા લોકોનો અંત ખુબ જ ખરાબ હોય છે. જે સમયે તેની ગુપ્ત વાતો બધા સમક્ષ જાહેર થઈ જાય પછી તેનું સુખ ખતમ થઈ જાય છે. આવા લોકોએ ભયંકર પીડાઓ ભોગવવી પડે છે.પાંચમો પુરુષ છે લોભી : જે લોકો લાલચી અથવા લોભી પ્રવુતિના હોય છે, તેઓ હંમેશા ધન વિશે જ વિચારતા હોય છે. તેના માટે યશની ઈચ્છા કરવી વ્યર્થ છે. લાલચના કરને ઘર, પરિવાર અને મિત્રોને પણ મહત્વ નથી આપતા. ધનની પ્રાપ્તિ કરવા માટે તે કોઈ હદ સુધી જઈ શકે છે. આજ જ કારણે તેને યશની પ્રાપ્તિ નથી થતી. અને તેની ઈચ્છાઓ પણ ક્યારેય પૂરી નથી થતી.

છઠ્ઠો પુરુષ છે અભિમાની : જો કોઈ વ્યક્તિ ઘમંડી હોય તો તે બીજાને તુચ્છ સમજે છે અને પોતાને શ્રેષ્ઠ સમજે છે. આવા લોકોને જીવનમાં કંઈ પ્રાપ્ત નથી થતું. સામાન્ય રીતે આવા લોકો ચારો ફળ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ, એક સાથે મેળવવા મને છે, પરંતુ તેની આ ઈચ્છા પૂરી થવી અસંભવ છે. શાસ્ત્રોમાં ઘણા એવા અભિમાની પુરુષો વિશે જણાવ્યું છે, જેનો નાશ ઘમંડના કારણે જ થયો છે. રાવણ અને કંસ પણ એવા જ અભિમાની હતા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment