મિત્રો તમે જાણો છો તેમ 16 જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની વેક્સીન આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આમ કોરોનાની વેક્સીન આવવાથી લોકોમાં એક આશા તો બંધાઈ છે કે, હવે કોરોનાથી જલ્દી છુટકારો મળશે. પણ હજી સુધી આ વેક્સીનેશન સામાન્ય લોકો સુધી નથી પહોંચી. હાલ તો હેલ્થ વર્કર્સ માટે કોરોનાનું વેક્સીનેશન થઈ રહ્યું છે. પણ કોરોનાની વેક્સીનના કેટલા ડોઝ લેવા પડશે તે વિશે હજુ કોઈ જાણતું નથી. તો આજે આ અંગે અમે તમને વિસ્તારથી જણાવશું.
હાલ જાણવા મળતી માહિતી મુજબ ભારત દુનિયાના સૌથી મોટા કોવિડ-19 ટીકાકરણ અભિયાનને શરૂ કરવાની તૈયારીમાં છે. હાલની પરિસ્થિતિને જોતા હાલ 3 કરોડ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ટીકાકરણના પહેલા દિવસે શનિવારે 3 લાખ કરતા વધુ સ્વાસ્થ્ય કર્મીઓને કોવિડ-19 ની વેક્સીન લગાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10.30 વાગ્યે અભિયાનની શરૂઆતમાં બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 3,૦૦6 ટીકાકરણ કેન્દ્ર વર્ચ્યુઅલી જોડાયેલા રહેશે. દરેક જગ્યાએ લગભગ 100 લાભાર્થીઓને વેક્સીન લગાડવામાં આવશે.
ભારતમાં મજુરી પામેલ વેક્સીન કંઈ છે અને તેની કિંમત કેટલી છે ? : સીરમ ઈન્સ્ટીટ્યુટ ઇન્ડિયા દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેકથી કોવેક્સીનને ભારત સરકારે મંજુરી આપી છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવી છે. કોવિશિલ્ડ અને કોવેક્સીનના એક ડોઝની કિંમત ભારતમાં 200 થી 295 રૂપિયા હોય શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યુટના CEO અદાર પુનાવાલા એ કહ્યું છે કે, બજારમાં વેક્સીનની કિંમત 1000 રૂપિયા હોય શકે છે.શું વેક્સીનનો કોઈ સાઈડ ઈફેક્ટ છે ? : સ્વાસ્થ્ય મંત્રાલય એ બંને ટીકાના ટીકાકરણ પછી તેના હળવા ખરાબ પ્રભાવની ચેતવણી આપી છે. કોવિશિલ્ડના મામલે દુઃખાવો, માથાનો દુઃખાવો, થાક, માઈલેજિયા, મલાઈજ, પાઈરેક્સીયા, ઠંડી લાગવી, અને આર્થાલ્જીયા, અને મતલી જેવા થોડા હળવા પ્રભાવ પડી શકે છે. જ્યારે વેક્સીનના મામલે માથાનો દુઃખાવો, થાક, તાવ, શરીરમાં દુઃખાવો, પેટમાં દુઃખાવો, મતલી, અને ઉલટી, ચક્કર આવવા, કંપકંપી, પરસેવો આવવો, શરદી, ઉધરસ, ઇન્જેક્શન વાળી જગ્યાએ સોજો આવી શકે છે. જ્યારે ઘણી સ્થિતિમાં પેરાસીટામોલનો ઉપયોગ કરી શકાય છે.
ડોઝનું મિક્સિંગ નહિ થાય : બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રોમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સીનને માત્ર 18 વર્ષ અને તેનાથી વધુ માટે ઈમરજન્સી માટે ઉપયોગ કરવાની મંજુરી મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સિવાય સચિવ મનોહર અગનાની એ રાજ્યોને લખ્યું છે કે, ‘બીજો ડોઝ પણ તે જ કોવિડ-19 વેક્સીનની હોવી જોઈએ જે પહેલા ડોઝના રૂપે આપવામાં આવેલ છે.’સરકારના પ્રાથમિકતા સમૂહમાં કોણ છે ? : સ્વાસ્થ્ય કર્મીઓને પહેલા વેક્સીન આપવામાં આવશે. કારણ કે તેમને સંક્રમણનો ખતરો વધુ હોય છે. ત્યાર પછી ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સીનેશન થશે. છેલ્લે 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું વેક્સીનેશન થશે.
co-win એપ્લીકેશન શું છે ? : co-win એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેને કોવિડ-19 ટીકા વિતરણની નજર માટે બનાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, આ એન્ટી કોરોના વાયરસ વેક્સીનેશન ડ્રાઈવની નીવ તૈયાર કરવામાં આવી છે. એપને લોકો દ્વારા ટીકાકરણ પ્રક્રિયા માટે પોતાને રજીસ્ટર કરવામાં સક્ષમ બનાવવા માટે પણ ડિઝાઇન કરવામાં આવી છે. જો કે તેમાં થોડો સમય લાગશે. ટીકાકરણની વર્તમાન યોજનામાં સ્વાસ્થ્ય કર્મીઓ સહીત 3 કરોડ લોકોનો સમાવેશ થાય છે.આ સિવાય સરકારે કહ્યું હતું કે, દેશમાં એન્ટી કોવિડ વેક્સીનની ટ્રેનીંગ અને રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે કો-વિન એપ પાંચ મોડ્યુલ, એટલે કે એડમિનિસ્ટ્રેટર, મોડ્યુલ, રજીસ્ટ્રેશન મોડ્યુલ, વેક્સીનેશન મોડ્યુલ, બેનીફીશયરી એકનોલેજમેન્ટ મોડ્યુલ અને રીપોર્ટ મોડ્યુલની સાથે બનાવવામાં આવ્યું છે. મોબાઈલ એપ eVIN નો પણ અપડેટ વર્ઝન છે. તે google play store અને Apple App store દ્વારા મફતમાં ડાઉનલોડ કરી શકાશે. એપ JIO ફોન પર પણ લોન્ચ થઈ શકે છે જે KaiOS પર ચાલે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી