ફક્ત 1 જ વર્ષની અંદર આ 5 નાના સ્ટોક બની ગયા મિડ કેપ, મ્યુચ્યુઅલ ફંડે પણ કર્યું રોકાણ… આપશે મલ્ટીબિગર રિટર્ન… જાણો રોકાણ કરવા માટે યોગ્ય છે કે નહિ…

આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો પોતાના પૈસાનું રોકાણ શેર બજારમાં કરવા માંગે છે. કારણ કે તેમાંથી લોકોને સારું એવું રિટર્ન મળે છે. જયારે શેર બજારમાં તો સ્મોલ કેપ સ્ટોક પણ લોકોને સારું એવું રિટર્ન આપે છે. આથી જ આજે સ્મોલ કેપ સ્ટોક પરનું રોકાણ વધી રહ્યું છે અને લોકો રોકાણ કરીને લાખો કમાઈ રહ્યા છે. જો કે સ્મોલ કેપ સ્ટોકમાં મ્યુચુઅલ ફંડ્સ પણ હવે રોકાણ કરે છે. જેનાથી સ્મોલ કેપ સ્ટોક દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યો છે. તેમાંથી મળતું રિટર્ન લોકોને રાતોરાત માલામાલ કરી રહ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ એવા શેરોની ઓળખ કરે છે, જેમાં ભવિષ્યમાં સારું રિટર્ન આપવાની સંભાવના હોય છે. તે જ કારણ છે કે, મ્યુચ્યુઅલ ફંડનો ભાગ વાળા ઘણા સ્ટોક મલ્ટીબિગર રિટર્ન આપી રહ્યા છે. માટે જ રિટેલ રોકાણકાર કોઈ પણ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવીષ્ટ કરતાં પહેલા તે જુએ છે કે મ્યુચ્યુઅલ ફંડનો તેમાં કેટલો ભાગ રહેલો છે.

આજે અમે તમને એવા શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક વર્ષ પહેલા જ્યારે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે તેઓ સ્મોલ કેપ હતા. પરંતુ માત્ર વર્ષમાં જ તે સ્મોલ કેપથી મિડ કેપની શ્રેણીમાં આવી ગયા છે. મનીકંટ્રોલની એક રિપોર્ટ મુજબ, બજાર પૂંજીકરણના હિસાબથી એસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઈન્ડિયા વર્ષમાં બે વખત સ્ટોકની શ્રેણી નિર્ધારિત કરે છે. શેરોની ત્રણ શ્રેણીઓ છે. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ.

એસકેએફ ઈન્ડિયા : આ સ્ટોકમાં કુલ 69 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે 6,253 કરોડ રુપિયાનું રોકાણ કર્યું. પીજીઆઈએમ ઈન્ડિયા અમોલ કેપ, બેન્ક ઓફ ઈન્ડિયા અમોલ કેપ અને આઇટીઆઇ મિડ કેપ ફંડે હાલમાં જ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કર્યો છે. એક વર્ષમાં આ શેરમાં 47 ટકાની તેજી જોવા મળી છે. હવે તેનો ભાવ 4735 રૂપિયા છે.

ગ્રાઈંડવેલ નોર્ટન : આ સ્ટોકમાં કુલ 67 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે 3,486 કરોડ રુપિયાનું રોકાણ કર્યું. ઈનવેસ્કો ઈન્ડિયા ગ્રોથ ઓપ, ક્વાંટ મિડ કેપ અને સુંદરમ મલ્ટી કેપ ફંડે હાલમાં જ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કર્યો છે. એક વર્ષમાં આ શેરમાં 42 ટકાની તેજી આવી છે. ગુરુવારના રોજ આ શેર 2,093 ના સ્તર પર બંધ થયો છે.

નેશનલ એલ્યુમિનિયમ કંપની : આ સ્ટોકમાં કુલ 61 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે 1,652 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. ઇનવેસ્કો ઈન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વાંટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસબીઆઇ મેગ્નમ કોમાં ફંડે હાલમાં જ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કર્યો છે. ગુરુવારના રોજ આ શેર લગભગ 3 ટકાની તેજી સાથે 72.70 ના સ્તર પર બંધ થયો છે.

નેશનલ એનર્જી એક્સચેન્જ : આ સ્ટોકમાં કુલ 57 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે 2,566 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. મિરાએ અસેટ બેલેન્સ્ડ એડવાંટેજ અને એસબીઆઇ બેલેન્સ્ડ એડવાંટેજ ફંડે હાલમાં આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કર્યો છે. ગુરુવારના રોજ આ શેર લગભગ 1.74 ટકાની તેજી સાથે 146 રૂપિયાના સ્તર પર બંધ થયો છે.

ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ : આ સ્ટોકમાં કુલ 52 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે 1,671 કાર્ડ રુપિયાનું રોકાણ કર્યું છે. આદિત્ય બિરલા એસએલ સીઇએફ-ગ્લોબલ એગ્રી, ડીએસપી વેલ્યૂ અને આઇસીઆઇસીઆઇ પ્રૂ કમોડિટીઝ ફંડે હાલમાં જ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કર્યો છે. ગુરુવારના રોજ આ શેર હળવી તેજી સાથે 321.40 રૂપિયાના સ્તરે બંધ થયો છે. આમ સ્મોલ કેપ સ્ટોકમાં રોકાણ કરીને કંપની પણ સારું એવું રિટર્ન મેળવી રહી છે. કંપનીઓ આગળ આવી રહી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment