ઘરની અંદર રહેલા ઇન્ડોર પ્લાન્ટમાં (છોડ) મફતમાં જ થઈ જશે આખો ભરચક…નાખી દો આ ખાતર, એક એક ડાળીએ આવશે ઢગલાબંધ ફૂલ…

મિત્રો આપણે સૌને ફૂલ છોડ બહુ ગમતા હોય છે. આથી જ આપણે પણ ઘરના આંગણે નાનો એવો બગીચો બનાવીએ છીએ. જેમાં અનેક નાના છોડ વાવીને આપણે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખીએ છીએ. જો કે તમે ઇન્ડોર છોડ વાવો છો તો તેના સારસંભાળ રાખવાની જવાબદારી વધી જાય છે. તેમજ તેના તડકા છાયાનું ધ્યાન પણ જરૂરી છે. સમય સર યોગ્ય ખાતર નાખવું પણ જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં ઘરના નાના છોડ માટે એક ખાસ પ્રકારના ખાતર વિશે જણાવીશું. જેના ઉપયોગથી તમારા બગીચામાં રહેલા છોડ ફૂલોથી ભરાઈ જશે. તેમજ તમારો બગીચો હંમેશા લીલોછમ રહેશે. 

અન્ય ઋતુઓની જેમ પાનખર ઋતુમાં પણ છોડનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોય છે. ખાસ કરીને ઇંડોર પ્લાંટ્સની સરખી સારસંભાળ લેવામાં ન આવે તો પાનખર ઋતુમાં પ્લાંટ્સ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. પાનખર ઋતુમાં ઇંડોર પ્લાંટ્સને ભરપૂર પાણી સાથે સાચું અને ઉચિત ખાતર મળવું પણ ખૂબ જરૂરી છે કારણ કે, તેનાથી પ્લાન્ટનો ગ્રોથ સારો રહે છે. જો તમે પણ ઇચ્છતા હોય કે પાનખર ઋતુમાં ઇંડોર પ્લાંટ્સ ખરાબ ન થાય અને સારો ગ્રોથ કરે તો પછી તમારે પ્લાંટ્સમાં સરખું ખાતર નાખવું જોઈએ. આવો જાણીએ.પાનખરમાં શું કામ પડે છે સાચા ખાતરની જરૂર?:- એ તો આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ પહેલા પાનખર ઋતુ આવે છે. આ ઋતુમાં મોટા-મોટા ઝાડ કે છોડથી લઈને ઇંડોર પ્લાંટ્સના પાંદડા પણ સુકાવા લાગે છે. ઘણી વખત પાંદડા ખરી જવાને કારણે ઝાડ પણ મરી જાય છે. માટે જ આ ઋતુમાં ઇંડોર પ્લાંટ્સને ન્યુટ્રિએંટ્સની જરૂર પડે છે. આ ઋતુમાં ખાસ કરીને ફૂલ કે ડેકોરેટિવ પ્લાંટ્સ પણ ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે. પાંદડા કે ફૂલ ન થવાને કારણે પ્લાંટ્સમાં ફળ પણ આવતા નથી. માટે જ સરખું ખાતર નાખવું ખૂબ જરૂરી છે. 

પાનખરમાં ઇંડોર પ્લાંટ્સ માટે બેસ્ટ ફર્ટિલાઇઝર:- એ આપણે બધા જ જાણીએ છીએ કે કેમિકલ યુક્ત ખાતર કોઈ પણ પ્લાંટ્સ માટે સારું હોતું નથી. પાનખરમાં ઇંડોર પ્લાંટ્સ માટે છાણિયું ખાતર કે પછી વર્મીકમ્પોસ્ટ બેસ્ટ ગણવામાં આવે છે. આ ખાતરના ઉપયોગથી ઇંડોર પ્લાંટ્સની ગ્રોથ સારી થાય છે. આ ખાતરને તમે લીંબુનો છોડ, એલોવેરાનો છોડ, સ્નૈક પ્લાન્ટ, મની પ્લાન્ટ વગેરે પ્લાંટ્સમાં ઉપયોગમાં લઈ શકો છો.ખાતરનો ઉપયોગ કરવાની સાચી રીત:- અત્યાર સુધી તમને ખબર પડી ગયી હશે કે, પાનખર ઋતુમાં ઇંડોર પ્લાંટ્સ માટે ક્યાં ખાતરની જરૂર છે. હવે ખાતરનો ઉપયોગ કરવાની રીત વિષે જાણી લઈએ. તે માટે સૌથી પહેલા કુંડામાં ઉગેલ વધારાનું ઘાસ સરખી રીતે સાફ કરી લો. હવે છોડની માટીના ઉપરના ભાગને લુઝ કરી લો. 

માટી લુઝ કરતી વખતે ધ્યાન રહે કે મૂળને કોઈ વધારે નુકસાન ન પહોંચે. હવે માટીમાં છાણિયું ખાતર અને વર્મીકમ્પોસ્ટને સરખી રીતે મિક્સ કરીને માટીને બરાબર કરી લો. ખાતર મિક્સ કર્યા બાદ 1-2 મગ પાણી પણ જરૂરથી નાખવું જોઈએ. 

આ વાતોનુ પણ રાખવું ધ્યાન:- પાનખર ઋતુમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં લગભગ 10-15 દિવસનો સમય જરૂર આપવો. તે સિવાય સમયે સમયે તમારે પ્લાંટ્સ ઉપર કિટનાશક સ્પ્રેનો છંટકાવ જરૂર કરવો. ઘણી વખત કીટાણુઓ લાગવાને કારણે પણ પાંદડા ખરવા લાગે છે. સમયે સમયે ઇંડોર પ્લાંટ્સને તડકામાં જરૂરથી રાખવા જોઈએ. આમ તમે આ ટીપ્સ અપનાવીને તમારા નાના ફૂલ છોડને સદા લીલો રાખી શકો છો. તેમજ યોગ્ય ખાતર નાખીને પુરતું પોષણ પણ આપી શકો છો. તેનાથી તમારો બગીચો હંમેશા લીલોછમ રહેશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment