વારંવાર આવતા ખરાબ સપનાના કારણે ઊંઘમાં ખલેલ પડે છે ? તો હોય શકે છે આ દિમાગી બીમારી… જાણો તેનાથી બચવાના ઉપાય અને ખરાબ સપના આવવાના કારણો…

તમે ક્યારેક ને ક્યારેક તો એવું સપનું જોયું જ હશે જે મનમાં વિચિત્ર ડર ઉભો કરે છે. તેનાથી કાં તો તે જ સમયે ઊંઘ ઊડી જાય છે કે પછી આખો દિવસ ખરાબ જાય છે. આવી સ્થિતિમાં એ કહેવું બિલકુલ ખોટું નથી કે ખરાબ સપના કે તમને પરેશાન કરવા વાળા સપના તમારી ઊંઘને હરામ કરવા માટે કાફી છે. અને જો નથી તો તમને એક ખરાબ મૂડમાં જરૂર નાખી દે છે. આ હકીકતમાં વસ્તુઓના ખરાબ હોવાના સંકેત હોઈ શકે છે.

હાલમાં થયેલા એક અધ્યયન પ્રમાણે મધ્યમ ઉંમર વર્ગના લોકો જેમણે નિયમિત રૂપે ખરાબ સપના આવે છે એમને ઉંમર વધવા પર મનોભ્રંશ વિકસિત થવાનું વધારે જોખમ રહે છે. સંશોધકોને જાણવા મળ્યું કે આવા ખરાબ સપનાને આ લોકોમાં નિયમિત રૂપે થતા સંજ્ઞાત્મક ઘટાડા ના વધતા કિસ્સામાં જોડી શકાય છે.શું છે ડિમેન્સિયા:- અલ્જાયમર એસોસિએશન પ્રમાણે ડિમેન્સિયા મનોભ્રંશ, સ્મૃતિ, ભાષા, સમસ્યા, સમાધાન અને અન્ય વિચારવાની ક્ષમતાને નુકસાન માટેનો એક સામાન્ય શબ્દ છે જે દૈનિક જીવનમાં હસ્તક્ષેપ કરવા માટે ગંભીર છે. અલ્જાયમર ડિમેન્સિયા થી થતી સૌથી સામાન્ય બીમારી છે.

સંશોધનમાં શું ખુલાસો થયો:- સંશોધકોએ ત્રણ અધ્યયનોનું વિશ્લેષણ કર્યું જેમાં 600 મધ્યમ ઉંમર વર્ગના વયસ્ક (35 થી 64 વર્ષની ઉંમરના) અને 79 ઉંમરના 2600 વયસ્ક સામેલ હતા. તેમનું ધ્યાન સહભાગીઓની ઊંઘની ગુણવત્તા અને મગજના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવાનું હતું. સંશોધકો ને જાણવા મળ્યું કે મધ્યમ ઉંમર વર્ગના લોકો જેમને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર ખરાબ સપના આવવાની સુચના આપી. તેમાં આગલા દશકમાં સંગનાત્મક ઘટાડાનો અનુભવ થવાની સંભાવના લગભગ ચાર ગણી વધારે હતી. તેમનું ખરાબ સપનું ખરાબ ઊંઘનું પરિણામ હોઈ શકે છે જેનાથી ડિમેન્સિયાથી જોડાયેલા પ્રોટીનનું નિર્માણ હોઈ શકે છે.કેમ આવે છે ખરાબ સપના:- મગજના જમણા આગળના કપાળ લોબમાં ન્યુરોડિજનરેશનના પરિણામસ્વારૂપે ખરાબ સપના આવી શકે છે, જેનાથી લોકો માટે સપના જોતી વખતે તેમની લાગણીઓને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બની જાય છે. અને તેઓ ઊંઘમાંથી જાગી જાય છે.

શું છે સ્લીપિંગ રુલ:- 10-3-2-1-0

1) ઊંઘવાના 10 કલાક પહેલા:- કેફીન નું સીમિત માત્રામાં સેવન કરો

2) સૂવાના ત્રણ કલાક પહેલા:- એવા ખાદ્ય પદાર્થોને સીમિત માત્રામાં લેવા જે તમારા પેટને ખરાબ કરી શકે છે.

 3) સુવાના બે કલાક પહેલા:- હોમવર્ક કે ઓફિસનું કામ બંધ કરવું.

 4) સુવાના એક કલાક પહેલા:- સ્ક્રીન ટાઇમીંગ ઓછો કરો 

 5) શૂન્ય કલાક:- સવારમાં એલાર્મ સ્નુજ કર્યા વગર ઉઠી જાઓ.કેવી રીતે કામ કરે છે સ્લીપિંગ રુલ:- ઊંઘની ગુણવત્તામાં સુધાર લાવવા માટે 10-3-2-1-0 ઊંઘ નો નિયમ એક ખૂબ જ ઉત્તમ રીત છે. આ તમારા ઊંઘવાના સમયને ઠીક કરશે, ઊંઘ દરમિયાન સારો આરામ મેળવવા અને ફ્રેશ રહેવા તથા ઉર્જાવાન મહેસુસ કરવામાં તમને મદદ કરશે. આરામ કરવા અને શાંતી ની અહેસાસ કરવા માટે તમારા સાંજનો સમય મિત્રો અને પરિવાર સાથે પસાર કરવાનો પ્રયત્ન કરો.

આ તમારી ઊંઘમાં કોઈપણ કામ કે પરીક્ષાના તણાવને દૂર કરવામાં તમારી મદદ કરશે. ધ્યાન રાખવું કે આ ટિપ્સ તબીબી સારવારની સ્થિતિવાળા લોકો માટે કામ નથી કરી શકતી. જો તમારી ઊંઘની ગુણવત્તા તમારા સ્વાસ્થ્ય કે દિન પ્રતિદિનની ગતિવિધિઓને અસર કરી રહી હોય તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment