રાકેશ જુનજુનવાલાએ આ જગ્યા લગાવ્યા હતા હજારો કરોડ રૂપિયા… જોરદાર ઉછાળો આવ્યો એ શેરમાં… જાણો જુનજુનવાલાએ કેટલામાં ખરીદ્યો હતો એ શેર…

સ્વર્ગવાસી રાકેશ જુનજુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ટાઇટન કંપનીના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. જુનજુનવાલા એ ટાઈટન કંપની પર પોતાની સૌથી મોટી રકમનું રોકાણ કર્યું હતું. ત્રિમાસિકના પરિણામ બાદ આજે ટાઈટનના શેર છ ટકા સુધી ઉછળ્યા. એક્સપર્ટનું માનવું છે કે, આવનાર દિવસોમાં ટાઈટનના શેરમાં હજુ પણ વધારે તેજી નજર આવી શકે છે.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર ટાઈટન કંપનીના વેચાણમાં 18% ની ગ્રોથ નોંધવામાં આવી છે. ત્યાર બાદ આજના શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. ઘડિયાળ અને વીયરેબલ સેગમેન્ટમાં વર્ષ પ્રતિ વર્ષના આધારે 20 ટકાના દરે વધારો જોવા મળે છે.

ટાઇટનમાં મોટું રોકાણ : 62 વર્ષની ઉંમરમાં 14 ઓગસ્ટ 2022 એ રાકેશ જુનજુનવાલાનું નિધન થયું હતું. તેઓને બિગ બુલ અને ઇન્ડિયાસ વોરન બફેટના નામથી પણ શેર માર્કેટની દુનિયામાં ઓળખવામાં આવતા હતા. જૂન ત્રિમાસિકના અંતમાં જુનજુનવાલા અને તેમની પત્ની રેખાની પાસે ટાઈટન માં 5.10% ની ભાગીદારી હતી. શુક્રવારે ટાઇટનનું માર્કેટ કેપ 2.42 લાખ કરોડ રૂપિયા છે. આ રીતે કંપનીમાં રાકેશ જુનજુનવાલા અને તેમની પત્નીના શેરોની કિંમત 12,200 કરોડ રૂપિયાની આસપાસ છે.

એક હજાર કરોડથી અધિક વધારો : 30 જૂન સુધી ટાઇટનમાં રાકેશ જુનજુનવાલા અને તેમની પત્નીના શેરની કિંમત 11, 086.9 કરોડ રૂપિયાની આસપાસ હતી. ત્રણ મહિનાની અંદર જ શેરની કિંમતમાં 1000 કરોડ રૂપિયાથી વધારેની ગ્રોથ નોંધવામાં આવી છે. જુનની ત્રિમાસિકમાં કંપનીના માર્કેટ કેપ 2.19 લાખ કરોડ રૂપિયા રહ્યા હતા.

આજે આ શેરનો હાલ આવો છે : શુક્રવારે ટાઇટલના શેર 2,690 રૂપિયા પર ઓપન થયા અને 2,745 રૂપિયા સુધી પહોંચ્યા. આ રીતે આજે તેના શેરોમાં છ ટકા સુધીની તેજી જોવા મળી છે. હાલમાં તેના શેર પાંચ ટકાના વધારા સાથે 2,721 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

ટાઇટન પર રમ્યા હતા મોટો દાવ : મીડિયાના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2002-3 માં રાકેશ જુનજુનવાલા એ ટાઇટનના શેર માત્ર ત્રણ રૂપિયાની સામાન્ય કિંમત પર ખરીદ્યા હતા. વર્તમાનમાં ટાઇટનનો શેર 2700 રૂપિયાથી વધું પર ટ્રેડ કરી રહ્યો છે. આ કંપનીના શેર માંથી મળતા જબરજસ્ત નફા બાદ જ જુનજુનવાલાનું નામ શેર બજારમાં બીગ બુલના નામથી પ્રસિદ્ધ થઈ ગયું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment