લગ્નગાળો પૂરો થયા બાદ સરકારે લાગુ કર્યા નવા નિયમો ! હવે લગ્ન કરવા લેવી પડશે આ મંજુરી….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાના કારણે લગ્ન ધામધુમથી કરવાને બદલે લોકોએ સાદાઈ કરવા પડે છે. પણ હાલ તો 2020 ના આ અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં હવે લગ્નના મુહુર્ત પુરા થઈ ગયા છે. ત્યારે સરકાર હવે એવું કહી રહી છે લોકોએ લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ચાલો તો સરકારના આ નિયમ વિશે વિસ્તારથી જાણી લઈએ. જો તમે પણ આ નિયમ અંગે વધુ જાણવા માંગો છો અંત સુધી આ લેખ જરૂરથી વાંચો.

સમગ્ર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં કોરોનાને કારણે થઈ રહેલા લગ્ન સમારોહમાં મંજુરી લેવાની કોઈ હિમાયત ન હતી. પરંતુ જ્યારે શુક્રવારે લગ્ન પુરા થઈ ગયા પછી સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે. આમ આ નવા નિયમ અનુસાર લગ્ન માટે હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, આ નિયમને વ્યવસ્થિત કરવા માટે નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝેશન મેરેજ ફંક્શન નામનો એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર એક્ટીવ કરવમાં આવ્યો છે. તેના પર જ ઓનલાઇન આવેદન કરવાનું રહેશે.

આ રજિસ્ટ્રેશનની પ્રિન્ટ અથવા તેની પીડીએફ તમે સેવ કરી શકશો. જો કોઈ સ્થાનિક પ્રશાસનિક અધિકારી અથવા પોલીસ અધિકારી રજિસ્ટ્રેશન સ્લીપની માંગ કરે તો પ્રિન્ટ દેખાડી શકાય છે. સમારોહમાં 6 ફૂટનું અંતરની સાથે માસ્ક તથા સેનીટાઈઝર સાથે અન્ય કોરોનાથી બચવા આવશ્યક વસ્તુ પણ જરૂર હશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, આ પહેલા લોકોમાં પોલીસની મંજૂરીને લઈને ખુબ રોષ હતો. ત્યાર પછી આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ સિવાય લગ્ન સમારોહમાં સ્થળની ક્ષમતા 50 પ્રતિશતથી વધુ અથવા 100 લોકો સામેલ થઈ શકશે. આ ઉપરાંત બેન્ડબાજા અને શોભાયાત્રા પર પણ પ્રતિબંધ છે.  હાલ તો રાજ્યના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું ચાલુ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરથી લગ્ન સિઝન પૂરી થતા હવે કમુર્તા બેસી જાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment