ફૂડ પોઈઝનની અસર થાય તો તરત જ કરો આ વસ્તુનું સેવન ! નહિ તો થઈ શકે છે મોટી સમસ્યા….

મિત્રો તમે ફૂડ પોઈઝન અંગે તો સાંભળ્યું હશે. ફૂડ પોઈઝન ત્યારે થાય છે જ્યારે તમે કોઈ ખરાબ અથવા બગડી ગયેલ વસ્તુ ખાવો છો. જેને કારણે તમારી તબિયત ખરાબ થાય છે. ફૂડ પોઈઝન એ એક ખાદ્ય જાણિત બીમારી છે. તેથી કોઈ પણ વસ્તુ ખાતા કે પીતા પહેલા તેને બરાબર સાફ કરવી જોઈએ. ચાલો તો આ અંગે વધુ વિસ્તારથી જાણી લઈએ.

જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ અથવા તો સંક્રમિત વાળો ખોરાક ખાઈ છે ત્યારે તે ફૂડ પોઈઝનનો શિકાર બને છે. આમ ખોરાક એ ઉગાવાવથી માંડીને તેને જ્યારે કાપવામાં આવે છે ત્યારે તેમજ તેનો સંગ્રહ કરવામાં આવે છે જ્યારે તેની રસોઈ કરવામાં આવે છે ત્યારે આમ કોઈ પણ સમયે ખોરાક દુષિત થઈ શકે છે. ખોરાકનું દુષિત થવા પાછળનું કારણ છે કોઈ હાનિકારક જીવનું એક સ્તરથી બીજા સ્તર પર ફેલાવું. ફૂડ પોઈઝનને ફૂડબોર્ન ઈલનેસ પણ કહે છે. તે સંક્રમક જીવ જેમ કે બેકટરિયા, વાયરસ, પરજીવી વગેરે અથવા તો તેના દ્વારા દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. ફૂડ પોઈઝન થવા પર દસ્ત, મતલી, પેટનો દુઃખાવો, તેમજ ઉલટી જેવા લક્ષણ જોવા મળે છે.

આમ જો કે સામાન્ય અસર પર ઘરેલું ઉપચાર દ્વારા તેનો ઈલાજ થઈ શકે છે. પણ ઘણા લોકોને હોસ્પિટલ જવું પડે છે. આમ ફૂડ પોઈઝન થવા પર લોકો દરેક વસ્તુ ખાવા પર રોક લગાવે છે. પણ ઘણા ખોરાક એવા પણ છે જેને સામાન્ય ફૂડ પોઈઝનમાં ખાવા પર દુર થઈ જાય છે. તે પેટને આરામ આપે છે ને વિષાક્ત પદાર્થને શરીરમાંથી બહાર કાઢે છે.નારિયેળ પાણી : ફૂડ પોઈઝનનું પહેલું લક્ષણ ઉલટી અને દસ્ત છે. જેને કારણે શરીરમાંથી દ્રવ્ય પદાર્થ અને ઇલેક્ટ્રોલાઈટ (કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, અને સોડિયમ જેવા મિનરલ અથવા ખનીજને ઇલેક્ટ્રોલાઈટ કહેવામાં આવે છે.) બહાર નીકળી જાય છે. આવા સમયે નારિયેળ પાણી દ્રવ્ય સ્તરને બનાવી રાખે છે અને પેટને શાંત કરવામાં મદદ કરે છે.

આદુવાળી ચા : ફૂડ પોઈઝનની અસરને તરત જ દુર કરવા માટેનો સૌથી ઝડપી ઉપાય છે આદુ વાળી ચા નું સેવન કરવું. આદુની અંદર રોગો સામે લડવાની અને રીકવરી લાવવાની પ્રક્રિયા વધુ છે. આમ સારા પરિણામ માટે 2-3 દિવસ આદુવાળી ચાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહે છે.

દહીં : દહીં એક પ્રકારનું એન્ટીબાયોટીક છે, તેથી ફૂડ પોઈઝનના ઈલાજમાં તેને સામેલ કરવું જોઈએ. તેમાં થોડા તીખા નાખીને ખાવું જોઈએ. તેનાથી ઝડપથી ફાયદો થશે. આ સિવાય દહીંમાં પાણી અને સાકર નાખીને તેની લસ્સી બનાવીને પણ પી શકાય છે. એ પણ તરત જ રાહત આપે છે.લસણ : એન્ટી ફંગલ ગુણ હોવાને કારણે દહીને ખાવાથી પેટના દુઃખાવાની સમસ્યા દુર થઈ શકે છે. તેના સેવનથી દસ્તમાં પણ આરામ મળે છે. જો તમે સવારે ખાલી પેટ લસણની કાચી કળીને પાણી સાથે ખાશો તો તેનાથી ઝડપથી ફાયદો થશે.

કેળા : ફૂડ પોઈઝનના લક્ષણના ઈલાજ માટે ડોક્ટર દ્વારા કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. તે ઓછા વસા યુક્ત, ઓછા ડાઈટરી ફાઈબર યુક્ત મસાલા વગરના હોય છે. તેથી ફૂડ પોઈઝનથી થતી મતલી, ઉલટી, દસ્ત અને પેટના દુઃખાવા  વગેરેની સમસ્યા દુર કરવામાં મદદ કરે છે.

તુલસી : તુલસીમાં ઘણા જેવીક રૂપે સક્રિય યોગિક હોય છે. તુલસીમાં રોગ વિરોધી એજેંટ સ્ટેફિલોકોકસ ઓરિસ્સના વિકાસને રોકે છે. તે એક બેકટરિયા છે. તે સામાન્ય રીતે ફૂડ પોઈઝનનું કારણ બને છે. તુલસીના પાન ખાદ્ય જનિત રોગ વિરોધી પેટ દર્દને ઓછું કરવામાં મદદ કરે છે. આમ તુલસીનો રસ બનાવીને પીવાથી આરામ મળે છે.

મેથીના દાણા : મેથીના દાણાનું સેવન ફૂડ પોઈઝનના લક્ષણ જેવા કે છાતીમાં જલન, અપચો, પેટ દર્દ, ભૂખ ન લાગવી, અને દસ્તને ઓછું કરે છે. તેમાં પ્રાકૃતિક રૂપે પાચન ગુણ હોય છે. જે પેટ અને આંતરડાને રીલેક્સ કરવામાં અને તેજ રીકવરી માટે મેટાબોલીજ્મને વધારવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે મેથીના દાણા ને 1-2 મિનીટ માટે શેકી લો અને પછી તેને  નાખો. દરરોજ એક ચમચી પાવડર ગરમ પાણી સાથે ખાવો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment