આ જડીબુટ્ટીને દૂધમાં ઉકાળી કરો સેવન, પુરુષોની અનેક સમસ્યાઓ દુર કરી મટાડી દેશે સાંધા, માથાના દુખાવા સહિત ગેસ અને એસીડીટી…

દૂધમાં મહુવા ઉકાળીને ખાવાથી પુરુષોની ઘણી બધી સમસ્યા દુર થઈ શકે છે. મહુવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. ભારતના ઘણા બધા રાજ્યોમાં તેનો ઉપયોગ દેશી શરાબ બનાવવા માટે કરવામાં આવે છે. તેનાથી તૈયાર દેશી શરાબ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ઘણા બધા પ્રકારના પોષકતત્વો, જેમ કે પ્રોટીન, આયર્ન, ફેટ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરેથી ભરપૂર હોય છે. દારૂ સિવાય તેનું સેવન ઘણી બધી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

અમુક લોકો મહુવાનું સેવન ઘણી બધી વાનગી તૈયાર કરવા માટે કરે છે. પરંતુ શું તમે ક્યારેય મહુવા અને દૂધનું સેવન એક સાથે કર્યું છે. જો નહીં તો આજે તેનું સેવન કરવાનું શરૂ કરો દૂધ અને મહુવાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તેનાથી ખરજવું, વાઈ અને હરસ જેવી તકલીફને દૂર કરી શકાય છે. આવો વિસ્તારથી જાણીએ મહુવા અને દૂધનું સેવન કરવાથી થતા વિશેષ ફાયદા.

1 ) સ્પર્મ કાઉન્ટ વધારવામાં અસરકારક : મહુવા અને દૂધનું એક સાથે સેવન કરવાથી પુરુષોની ઇન્ફર્ટિલિટી સમસ્યાને દૂર કરી શકાય છે. જો તમે શીઘ્ર પતન અથવા તો લો સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો મહુવાના સૂકા ફળને દૂધમાં ઉકાળીને પીવો તેનાથી તમારી ઇન્ફર્ટિલિટીની તકલીફ દૂર થઈ જશે અને તેની સાથે જ બીજી અન્ય સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

2 ) નસોની કમજોરી કરે દૂર : મહુવા અને દૂધનું મિશ્રણ નસની કમજોરીને નેયુરોમુસક્યુલર સિસ્ટમમાં થતી સમસ્યાને દૂર કરવા માટે મદદ કરે છે. તેની માટે દૂધ અને મહુવાને ઉકાળો અને તેમાં એક ચમચી મધ નાખીને પીવો તેનાથી તમને ખૂબ લાભ મળશે.

3 ) હાઈપર ટેન્શનથી બચાવ : હાઈપર ટેન્શનથી દૂર રહેવા માટે દૂધ અને મહુવાનું મિશ્રણ તમારી માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ખરેખર આ મિશ્રણનું સેવન કરવાથી આપણું દિમાગ શાંત રહે છે. તેની સાથે જ નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે. જેનાથી આપણે તણાવ રહિત રહીએ છીએ, જો આપણે હાઈપર ટેન્શનથી ઝઝૂમી રહ્યા છીએ તો નિયમિત રૂપથી એક ગ્લાસ મહુવા અને દૂધના મિશ્રણનું સેવન કરવું જોઈએ.

4 ) સૂકી ખાંસીનો ઈલાજ : શિયાળામાં શરદી-ખાસી અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે મહુવા અને દૂધનું મિશ્રણ લાભદાયક હોય છે. તેની માટે દૂધ અને મહુવાના મિશ્રણનું રાત્રે સુતા પહેલા તેનું સેવન કરો તેનાથી તમારી સૂકી ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે.

5 ) ખરજવાથી કરે બચાવ : ખરજવાની સમસ્યાને દૂર કરવા માટે તમે મહુવા અને દૂધનું સેવન કરી શકો છો તે તમારી સ્કિન ઉપરનુ ખરજવું દૂર કરી શકે છે. અને તેનો ઉપયોગ કરવા માટે મહુવાના પાનનો એક ચમચી રસ લો અને તેમાં બે ચમચી કાચા દૂધને ઉમેરીને ફેસ ઉપર લગાવો તેનાથી ખરજવાની તકલીફ ઓછી થઈ જાય છે. તેની સાથે જ ત્વચા ઉપરના સંક્રમણથી દૂર રહેવા માટે પણ લાભદાયક છે.

6 ) સાંધા અને માથાના દુખાવાથી બચાવ : મહુવાના બીજનું સેવન સાંધાના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી હોય છે. તેના બીજને દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં અને તેના થતા સોજામાં રાહત મળે છે. તેની સાથે જ તે હરસ, માથાનો દુખાવો અને ત્વચાની તકલીફને ઓછી કરવા માટે ફાયદાકારક છે.

7 ) શરીરમાં આપે સ્ફૂર્તિ : શરીરને સ્ફૂર્તિવાન બનાવવા માટે મહુવા અને દૂધનું મિશ્રણ તમારી માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તેની માટે 50 ગ્રામ મહુડાના ફૂલો અને તેને લગભગ એક ગ્લાસ દૂધની અંદર ઉકાળો હવે આ દૂધનું રોજ સેવન કરવાથી શારીરિક કમજોરી દૂર થાય છે.અને તેની સાથે જ બીજા અન્ય ફાયદા પણ થાય છે.

8 ) ગેસ અને એસિડિટીમાં રાહત : મહુવા અને દૂધનું મિશ્રણ ગેસ, પિત્ત અને કફને દૂર કરવામાં લાભદાયી છે. ગેસ અને એસીડીટીની તકલીફને દૂર કરવા માટે તમે બેથી ત્રણ ગ્રામ મહુવાની છાલનું ચૂર્ણ લો. તેને એક ગ્લાસ દૂધની અંદર ઉકાળીને પીવો તેનાથી ગેસ અને એસીડીટીની તકલીફમાં આરામ મળી શકે છે.

9 ) માસિક ધર્મની તકલીફને કરે દૂર : માસિક ધર્મમાં થતી તકલીફને દૂર કરવા માટે મહુવા અને દૂધનું મિશ્રણ તમારી મદદ કરી શકે છે. તેના સેવનથી પેટમાં ખેંચાણ, દુખાવો અને રક્તના પ્રવાહને યોગ્ય કરે છે. અનિયમિત માસિક ધર્મની સમસ્યાને દૂર કરવા માટે પણ દૂધ અને મૂકવાનું મિશ્રણ લાભદાયક છે. જો તમને પેટમાં દુખાવો અને ખેંચાણની તકલીફ રહે છે. તો માસિક ધર્મ દરમિયાન મહુવાના ફૂલને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો તેનાથી તમને ખૂબ જ આરામ મળશે.

મહુવાથી થતા નુકશાન : વધુ માત્રામાં મહુવાનુ સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય શકે છે. જો તમે વધુ માત્રામાં મહુવાનું સેવન કરો છો તો તમારી ઇન્ફર્ટિલિટીમાં તકલીફ આવી શકે છે. તેમજ બ્લડ શુગરની દવા લેતા દર્દીઓ માટે પણ મહુવાનું સેવન નુકશાનકારક સાબિત થઈ શકે છે. ઓટોઇમ્યુનની તકલીફ થવાથી મહુવાનું સેવન કરવાથી દૂર રહો. તેનાથી તમારી તકલીફ વધી શકે છે.

મહુવાને દૂધનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે વધુ માત્રામાં કોઈ પણ વસ્તુની અતિ આપણને નુકશાનકારક હોય શકે છે.તેથી વધુ માત્રામાં તેનું સેવન ન કરો ત્યાં જ તમે કોઈ ગંભીર તકલીફથી ઝઝૂમી રહ્યા છો તો તેનું સેવન કરવા જતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો. ક્યારેય પણ એક્સપર્ટની સલાહ લીધા વગર તેનું સેવન ન કરો. તેનાથી તકલીફ વધી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment