કમજોરી દૂર કરીને તાકાત વધારવા, લોહીની કમી, હાર્ટ ડીસીસ અને કેન્સર જેવી બીમારીઓથી ક્યારેય નહિ થાય, ખાવા લાગો આ પીળું ફળ શરીર બની જશે એકદમ નિરોગી…

મિત્રો આજના સમયમાં નબળાઈ, લોહીની કમી તેમજ હાર્ટને લગતી ઘણી બીમારીઓ તેમજ કેન્સર આવી સમસ્યાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. જેનું એક કારણ લોકોની ખરાબ ખાણીપીણી. આથી જ આજના સમયમાં જરૂરી છે તમે હેલ્દી ખોરાકનું સેવન કરો. જરદાળુ એક બીજ વાળું ફળ છે, તેને અંગ્રેજી ભાષામાં એપ્રિકોટના નામથી ઓળખવામાં આવે છે. તેનો ઉછેર ભારત અને પાકિસ્તાનમાં વધારે થતો જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ આર્મેનિયા પ્લમ છે.

જરદાળુમાં રહેલા પોષકતત્વો : આ ફળમાં ઘણા પોષક તત્વો રહેલા છે, જે તમારી હેલ્થને મજબુત બનાવવામાં તમારી મદદ કરે છે. આ ફળ ખાવામાં થોડું મીઠું અને થોડું કડવું હોય છે. તેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન, મિનરલ અને અન્ય પોષક તત્વો જોવા મળે છે. તે ફાઈબર, પોટેશિયમ, કોપર, વિટામિન એ અને વિટામિન ઈ નો ભંડાર છે.

જો તમે આ ફળનું સેવન કરો છો તો તમે સ્કીનના અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો છો અને તેને ખાવાથી ત્વચાને બધા જ પ્રકારના પોષકતત્વો મળે છે. જરદાળુનું તેલ ત્વચા પર લગાડવાથી સ્કીન ઓઇલી રહેતી નથી. તેનું તેલ ખીલ, ત્વચાનું સંક્રમણ વગેરે વસ્તુઓ દૂર કરવામાં મદદ કરે છે.

ફાઈબર હોવાથી તે ગૈસ્ટ્રીક અને પાચકરસને ઉત્તેજિત કરીને પોષકતત્વોને અવશોષિત કરે છે. આટલું જ નહીં જરદાળુ તમને કેન્સર અને એનીમિયા જેવી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ તેને ખાવાથી તમને બીજા ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે. 

1) કેન્સરથી બચવામાં મદદરૂપ : જો તમે કેન્સર સામે પહેલેથી જ સાવચેતી રાખશો તો તમે કેન્સરથી બચી શકો છો. રોજ સવારે જરદાળુ ખાવાથી અથવા તેનું શેક પીવાથી તમે કેન્સરને રોકી શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ સીધી રીતે ડીએનએ ડેમેજ થવાથી બચાવે છે.

2) ફૈટી લિવરથી બચી શકાય છે : જો તમે લીવરને લગતી કોઈ તકલીફ છે તો જરદાળુનું સેવન કરી શકો છો. ઓજટર્ક એફ અને તેના સહયોગીઓએ ઉદર પર અધ્યયન કર્યું હતું. તેમણે જાણ્યું કે જરદાળુથી ઉદરમાં લીવર ઈંજરી ઓછી થઈ હતી. તેમના મત મુજબ તે ફૈટી લીવર રોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. 

3) આંખોનું તેજ વધારે છે : આંખો માટે સારું એવું વિટામિન એ તેમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન એ આંખો માટે સારું હોય છે. તેનાથી માત્ર એજ રિલેટેડ મક્યુલર ડીજેનરેશનનું જોખમ ઓછું નથી થતું પરંતુ ઈલાજમાં પણ મદદ કરે છે. 

4) પાચન માટે સારું : પાચનને લગતી તકલીફમાં જરદાળુ ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં ઘૂલનશીલ ફાઈબર રહેલું હોય છે, જેનાથી તમને જમવાનું પચાવવામાં મદદ મળે છે. તે ભોજનમાથી પોષકતત્વોના બહેતર અવશોષણમાં પણ મદદ કરે છે.

5) હ્રદય રોગોથી બચાવ કરે છે : જરદાળુમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું ઓક્સિકરણ રોકવામાં મદદ કરે છે. તેના અન્ય પોષકતત્વો હ્રદય રોગથી જોડાયેલ સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા કારણોને રોકે છે. 

6) કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે : ઘૂલનશીલ ફાઈબર અંતમાં પિત્તને ફરીથી અવશોષણ ઓછું કરે કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. ઘૂલનશીલ ફાઈબર ભોજન પચાવા સિવાય વધારે પિત્ત બનાવવા માટે તમારા બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવાનું કામ પણ કરે છે. 

7) એનીમિયાનું જોખમ ઓછું કરે છે : નોન-હિમ આયર્નથી ભરપૂર જરદાળુથી એનીમિયાથી બચવામાં પણ મદદ મળે છે. આ પ્રકારના આયરનથી શરીરને સારું એવું અવશોષણ કરવામાં અને એનીમિયાના વિકાસને રોકવામાં મદદ મળે છે.

8) વજન ઘટાડવામાં સહાયક : ઓછી ફૈટ હોવાને કારણે આ ફળ વજન ઘટાડનારા માટે સારું માનવામાં આવે છે. આ સિવાય તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જેના કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને આડી અવળી વસ્તુઓ ખાવાથી બચી જવાય છે અને તમારું વજન વધતું નથી. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment