વર્ષો જૂની એસિડીટીને ફક્ત 2 મિનીટમાં મટાડવાના એક્સીર દેશી નુસ્ખા…. ગેસ અને અપચો દુર કરી પેટની તમામ બળતરા કરી દેશે શાંત….

આજે આપણે અનેક અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છીએ. જેને કારણે પેટને લગતી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેમાં ગેસ, એસીડીટી અપચો, પેટ ફુલાવું વગેરે સમસ્યાઓ મુખ્ય છે. પણ તમે કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યાઓ દુર કરી શકો છો.

શું તમે લાંબા સમયથી એસિડિટીની સમસ્યાથી જજૂમી રહ્યા છો? શું તમને થોડું જમ્યા પછી તરત જ ખાટા ઓડકાર અને ઉલ્ટી જેવુ અનુભવાય છે? જો હા, તો તે લોંગ ટર્મ એસિડિટીની સમસ્યા હોઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે એક સારી લાઈફસ્ટાઈલ અજમાવવાની જરૂરિયાત છે. સાથે જ અમુક ઘરેલુ ઉપાયો અજમાવવાથી પણ તમે આ પ્રકારની તકલીફ દૂર કરી શકો છો. જોકે, ધ્યાન રહે જો લાંબા સમયથી એસિડિટીની સમસ્યા હોય તો ડોકટરનો સંપર્ક કરવો જ સારો અને ઉચિત ઉપાય છે. તે સિવાય તમે અમુક ઘરેલુ ઉપાયોની મદદથી પણ તમારી સમસ્યાને શાંત કરી શકો છો કે મટાડી શકો છો. આવો જાણીએ લાંબા સમયથી એસિડિટીની સમસ્યા કઈ રીતે દૂર થઈ શકે છે?વરિયાળીનું પાણી પીવું:- વરીયાળી એ એસીડીટી ની સમસ્યા માટે ખુબ જ અસરકારક ઈલાજ છે. લાંબા સમયથી એસિડિટીની સમસ્યાથી તમે જજૂમી રહ્યા હોય તો, આ સમસ્યાને દૂર કરવા માટે તમે વરિયાળીનું પાણી પીઓ. વરિયાળીનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે. આ પાણી તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને રાખી લો. જ્યારે પાણી ઠંડુ થાય તો તેને પીવું. તેનાથી એસિડિટીથી ઘણી હદે છુટકારો મળે છે. 

તરબૂચનું પાણી:- લોંગ ટર્મ એસિડિટીની સમસ્યા માટે લોકોએ પોતાના આહારમાં તરબૂચના પાણીનો સમાવેશ કરવો જોઈએ. ખાસ કરીને ગરમીમાં તરબૂચનું પાણી પીવાથી એસિડિટીથી ઘણી હદે આરામ મેળવી શકાય છે. સાથે જ તે તમારા સંપૂર્ણ પાચનતંત્ર માટે પણ ઘણું હેલ્થી ગણવામાં આવે છે. એલાયચીનું સેવન કરવું:- એલચી એ એસીડીટી ના ઈલાજ માટે અસરકારક ઉપાય છે. એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે જમ્યા પછી એલાયચી જરૂર ખાવી જોઈએ. એલાયચી ચાવવાથી લાંબા સામાની એસિડિટીની તકલીફ ઘણી હદે દૂર કરી શકાય છે. સાથે જ તે તમારી પાચનક્રિયાને પણ ઇમ્પ્રૂવ કરે છે. 

ફુદીનાના પાંદડા:- એસિડિટી, ગેસ, અપચો જેવી સમસ્યા થાય ત્યારે ફૂદીનો રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. તમે પણ એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાના પાંદડા ચાવી શકો છો. તે સિવાય તમે ઘણા પ્રકારના ડ્રિંક્સમાં પણ ફુદીનાના પાંદડા સમાવિષ્ટ કરી શકો છો. છાશ પીવી:- છાશમાં લેકટીક એસિડ રહેલૂ હોય છે. જે પાચનક્રિયા તંદુરસ્ત કરવામાં મદદ કરે છે. છાશના સેવનથી પેટની ગરમી શાંત થાય છે. એસિડિટીની સમસ્યામાં તેનાથી ઘણી રાહત મળી શકે છે. 

કેળાનું સેવન કરવું:- કેળું ખાવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે. સાથે જ તે પેટમાં થતી બળતરાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. એસિડિટીથી રાહત મેળવવા ઠંડા દૂધ સાથે કેળાનું સેવન કરવું. તેનાથી ઘણી હદે આરામ મળે છે. 

પપૈયાંનું સેવન કરવું:- પપૈયો ગેસ્ટ્રીક એસિડના સ્ત્રાવને ઘટાડે છે અને એસિડિટીથી રાહત મેળવવામાં મદદ કરે છે. આમ, તેના સેવનથી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે. અજમો ચાવવો:- અજમાના સેવનથી એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થઈ શકે છે. તે પાચન માટે ખૂબ સારું અને એન્ટિ-એસિડ એજંટ છે. 

ઠંડુ દુધ પીવું:- એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે દરરોજ એક ગ્લાસ ઠંડુ દૂધ પિવું. તેનાથી તમને એસિડિટીથી તરત જ રાહત મળે છે. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે આ સરળ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. આમ એસીડીટી ની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઉપર આપેલ વસ્તુઓનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment