ભારતમાં પહેલી વાર થયો 5G કોલ… ચપટીમાં જ થશે A ટુ Z ઓનલાઈન કામ, જાણો 5G ટેકનોલોજીના અગણિત અને અદ્દભુત ફાયદા….

મિત્રો હાલનો સમય એ 4G છે એવું આપણે માનીએ છીએ પણ તમને જણાવી દઈએ કે દિવસે દિવસે વિકસતી જતી દુનિયામાં હવે 5G નું મહત્વ વધી રહ્યું છે. મોબાઈલમાં જયારે 4G નેટવર્ક આવતું હોય ત્યારે 1-2G નું નેટવર્ક આપણને બહુ જ ધીમું લાગે છે. તો એવા સમયે અમે તમને 5G કોલ વિશે આજે માહિતી આપીશું. જે ભારતમાં લોન્ચ થવાનો છે. જેમાં તમે ઇન્ટરનેટ ને લગતા કોઈપણ કામ ચપટી વગાડતા જ કરી શકશો. 

5G સર્વિસ જલ્દી જ ભારતમાં લોન્ચ થવાની છે. દેશે પોતાનો પહેલો 5G કોલ સફળતાપૂર્વક કરી લીધો છે. આ આગળની જનરેશનનું નેટવર્ક છે. તેમાં તમને ઘણા પ્રકારના ફાયદાઓ મળશે, જે આપણને 4G નેટવર્ક પર મળતા નથી. આવો જાણીએ 5G સર્વિસના ક્યાં ક્યાં ફાયદાઓ હશે. ભારતમાં 5G કોલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. કેન્દ્રિય સૂચના પ્રોદ્યોગિકી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે IIT મદ્રાસમાં 5Gના સફળ પરીક્ષણની જાણકારી આપી છે. ભારતમાં લોકોને લાંબા સમયથી 5G નેટવર્કની રાહ છે અને સરકાર પણ આ વર્ષે દેશને 4G થી 5G પર અપગ્રેડ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. 

એવામાં સવાલ આવે છે કે 5G આવ્યા પછી શું બદલવામાં આવશે. ભારતમાં 5Gની વાત કરીએ તો ગુરુવારે કરવામાં આવેલ સફળ પરીક્ષણમાં વિડીયો કોલિંગ પણ સમાવિષ્ટ છે. ઘણા પ્રોજેક્ટ્સમાં સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. તેમજ પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર્સ પણ 5Gની ટેસ્ટિંગ કરી રહ્યા છે. જોકે હજુ પણ, 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થવાની કોઈ તારીખ આવી નથી. હાલમાં આવેલ રિપોર્ટ્સનું માનીએ તો, દેશમાં 5G નેટવર્ક વર્ષના અંત સુધીમાં આવશે.

4G થી 5Gમાં શું વધારે હશે?:- 2000ના દશકામાં મોટાભાગના લોકોએ 3G નેટવર્કનો યુઝ કર્યો હતો. જ્યારે પાછલા દશકામાં લોકોએ 4Gની સ્પીડ અનુભવ કરી છે. બંને સ્પીડ અને કવરેજમાં વધારે મોટુ અંતર છે. એવું જ અંતર આપણને 4G અને 5Gમાં પણ જોવા મળશે. આવો જાણીએ 5Gમાં શું ખાસ હશે. 

સ્પીડ:- નિશ્ચિત રીતે 5G નેટવર્ક પર તમને 4Gની તુલનાએ વધારે સ્પીડ મળશે. જ્યાં તમને 4G નેટવર્ક પર 100Mbps સુધીની સ્પીડ મળે છે, તેમ 5G પર તમને તેની 10 ગણી વધારે એટલે કે, GBPSમાં સ્પીડ મળશે. જોકે, હજુ તો લો બેંડ 5G નેટવર્ક જ ઉપલબ્ધ થશે, જેનાથી તમને 1 થી 2GBPS ની સ્પીડ મળશે. એટલે કે તમે માત્ર થોડા જ સેકેંડ માં મૂવી ડાઉનલોડ કરી શકશો.

કવરેજ:- 4G નેટવર્ક આવ્યા પછી પણ ઘણા એવા એરિયા છે જ્યાં સુધી નેટવર્કની પહોંચ નથી. 5જી દ્વારા ટેલોકોમ કંપનીઓને પોતાના નેટવર્કની રેન્જ વધારવાની એક નવી રીત મળશે. જોકે, હજુ તેની શરૂઆત થઈ રહી છે. માટે વધારે શહેરોમાં તેને પહોંચતા વાર લાગશે. એટલે કે, 5G સર્વિસ ભારતમાં લોન્ચ તો થઈ જશે, પરંતુ તેને નાના શહેરોમાં પહોંચતા વાર લાગશે.

આ પણ ફાયદો છે:- રિપોર્ટ્સ મુજબ 5Gમાં 4G કરતાં 10 ગણી વધારે સ્પીડ મળશે. એટલે કે યુઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રેજ્યોલુશન 4K વિડીયો કોલ કરી શકશે. 5G પર તમને 4Gની તુલનાએ વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. 

5G સ્પીડ આવ્યા બાદ તમે સ્લો સ્પીડમાંથી મુક્ત થઈ જશો. તેની સાથે જ તમે HD ક્વોલિટીમાં ઓડિયો અને વિડીયો કોલ કરી શકશો. વાઈફાઇ નેટવર્ક વગર પણ તમે વિડીયો સ્ટ્રીમિંગ અને વિડીયો ચેટનો ફાયદો ઉઠાવી શકશો.  આમ તમને 5G નેટવર્ક ના અનેક ફાયદાઓ મળશે જે તમને 4G માં મળતા ન હતા. 5G નેટવર્ક દ્વારા અનેક કામોમાં પણ વધારો થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment