કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ખરતા વાળને કંટ્રોલ કરી ચહેરા અને વાળને કરી દેશે સુંદર… અજમાવો આ એક ઉપાય શરીરની 7 સમસ્યાઓ કરી દેશે ગાયબ…

મિત્રો આપણા શરીરમાં અનેક એવી બીમારીઓ હોય છે જેને દુર કરવા માટે આપણે અનેક વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. કેટલીક બીમારીઓ એવી હોય છે જેને દુર કરવી ખુબ જ મુશ્કેલ હોય છે. જેમ કે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ દુર કરવા માટે આપણે બ્લેક કરંટ સીડ નો ઉપયોગ કરી શકીએ છીએ. 

બ્લેક કરંટ ઓઇલ, બ્લેક કરંટ બીજના ફળમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા પ્રકારની ડિશિઝ તૈયાર કરવા માટે થાય છે. તે સિવાય બ્લેક કરંટ ઓઇલનો ઉપયોગ શરીરની ઘણા પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવે છે. વાસ્તવમાં બ્લેક કરંટ ઓઇલમાં પોલીફેનોલ્સ અને વિટામિનની સાથે સાથે અમુક અન્ય સક્રિય ઘટક સમૃદ્ધ રૂપથી જોવા મળે છે. આ તેલ ન્યૂરોલોજિકલ અને કાર્ડિયોવેસ્કૂલર સમસ્યાઓને ઘટાડવામાં અસરકારક હોય છે. તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ એવું ઓમેગા-3 એસિડ રહેલું હોય છે. આ તેલના ઉપયોગથી તમે શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. આવો, જાણીએ બ્લેક કરંટ ઓઇલના સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ ક્યાં છે?

બ્લેક કરંટ સિડ ઓઇલના ફાયદાઓ:-

ઇમ્યુનિટી બુસ્ટ કરે છે:- તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે ત્યારે તમે બીમારીની ઝપેટમાં આવી જાવ છો. બ્લેક કરંટ સિડ ઓઇલનો ઉપયોગ તમે ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે કરી શકો છો. વાસ્તવમાં તેમાં રહેલ એંટીઓક્સિડેંટ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ શરીરના સોજાને ઘટાડે છે. સાથે જ તમારી રોગપ્રતિકારક ક્ષમતા બુસ્ટ કરે છે. જો તમને સંક્રમણ કે બેક્ટેરિયલ સમસ્યાઓ થવાનું જોખમ હોય તો બ્લેક કરંટ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. 

વાળનું ખરવું ઓછું કરે છે:- બ્લેક કરંટ સિડ ઓઇલનો ઉપયોગ ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે કરી શકાય છે. વાસ્તવમાં, તેમાં એંટીઓક્સિડેંટ અને મોઈશ્ચરાઇઝિંગ ગુણ જોવા મળે છે. જે તમારા વાળને સ્વસ્થ અને હેલ્થી બનાવી રાખે છે. સાથે જ તે સોજા મટાડે છે અને વાળના ખરવાનું કારણ બનતા કોઈ પણ સંક્રમણને સરખું કરી શકે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે:- બ્લેક કરંટ ઓઇલમાં એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવાના ગુણ રહેલા હોય છે, જે હાર્ટની હેલ્થ માટે સારું ગણવામાં આવે છે. તે સિવાય આ તેલની મદદથી મેટાબોલીજ્મ સિન્ડ્રોમના જોખમને પણ ઘટાડી શકાય છે. 

મગજને શાંત અને તંદુરસ્ત રાખે છે:- બ્લેક કરંટ સિડ ઓઇલમાં પોટેશિયમ અને GLA ભરપૂર રૂપમાં જોવા મળે છે. જે બ્લડ પ્રેશર ઘટાડવામાં તમારી મદદ કરે છે. તેનાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. તેમાં રહેલ તત્વો તમારી હ્રદય કેશિકાઓને તંદુરસ્ત રાખવામા મદદ કરે છે. સાથે જ તે  હૃદયના રક્ત પ્રવાહમાં પણ સુધારો લાવે છે. 

આંખોને હેલ્થી રાખે છે:- બ્લેક કરંટ સિડ ઓઇલ આંખોની ડ્રાઈનેસ ઘટાડી શકે છે. તેમાં રહેલ ફૈટી એસિડ આંખોના સોજાને મટાડી શકે છે. સાથે જ તે આંખોનું તેજ પણ વધારે છે.

એક્નેની સમસ્યા દૂર કરે છે:- બ્લેક કરંટ સિડ ઓઇલનો ઉપયોગ એક્નેના સોજાને ઘટાડવા માટે ઉપયોગી બની રહે છે. વાસ્તવમાં તે ઓમેગા-3 થી ભરપૂર હોય છે. આ તેલમાં અન્ય વાહક તેલનો ઉપયોગ કરીને પોતાની સ્કીન પર લગાડો. તેનાથી થોડા દિવસમાં જ એક્નેની સમસ્યા દૂર થાય છે. 

બ્લડપ્રેશર ઘટાડે છે:- બ્લેક કરંટ સિડ ઓઇલનો ઉપયોગ કરવાથી બ્લડપ્રેશરને ઘટાડી શકાય છે. વાસ્તવમાં તેમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.  બ્લેક કરંટ સિડ ઓઇલનો ઉપયોગ શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ જો તમે પહેલી વખત આ તેલનો ઉપયોગ કરી રહ્યા હોય, તો એક્સપર્ટની સલાહ લેવાનું ભૂલવું નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment