આ ચાર જગ્યાએ દિવાળીની સજાવટનો સામાન ચાઈનાના માલ કરતા પણ મળે છે સસ્તો અને સારો.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, મે મહિનાથી ચીન અને આપણા દેશના સંબંધો તનાવપૂર્ણ છે. બંને તરફથી કારોબાર એકદમ બંધ થઈ ગયો છે. તો તેવામાં હિંદુ ધર્મનો ખુબ જ ખાસ તહેવાર દિવાળી પણ નજીક આવી રહ્યો છે. તો હવે લોકો ધીમે ધીમે ઘરોને સજાવવાની તૈયારી પણ શરૂ કરવા લાગ્યા છે. પરંતુ આ વર્ષે ખુશીની વાત એ છે કે આ વખતે ઘરમાં કોઈ ચીની સામાનથી સજાવટ નહિ થાય, પરંતુ ભારતીય બજારના ઘરેલું સામાનથી જ સજાવટ થશે. આ આઈટમ દેશના 4 રાજ્યોમાં તૈયાર કરવામાં આવી રહી છે. જેની તૈયારી બે મહિના પહેલા જ શરૂ થઈ ચુકી છે. સજાવટની આઈટમના ભાવ અને તેની ખુબસુરતી એવી છે કે જેને જોઇને તમે પણ દંગ રહી જશો.

દેશના વ્યાપારીઓના શીર્ષ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે, અમે પહેલા જ સમજી ગયા હતા કે, આ વખતે દિવાળી દરમિયાન ચાઇનીઝ સામાનને લઈને હાલાત પહેલા જેવા નહિ રહે. એટલા માટે ભારતીય બજાર નામની સંસ્થાએ ચીનને જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને ઝારખંડમાં ખાસ તો મહિલાઓના સમૂહ દિવાળી માટે સામાન બનાવી રહ્યા હતા. એવી ઉમ્મીદ છે કે, દિવાળી પર ડિમાંડની 40% જરૂરિયાત આ 4 રાજ્યો દ્વારા જ પૂરી થઈ જશે. માલની સપ્લાય પણ શરૂ થઈ ગઈ છે. વિદેશોમાં રહેતા ભારતીય પરિવાર પણ દિવાળી પર ઉપયોગ થતો સામાન ભારતમાંથી મંગાવી રહ્યા છે.પ્રવીણ ખંડેલવાલ જણાવે છે કે, ભારતીય બજારે જે સામાન તૈયાર કર્યો છે તેમાં 150 રૂપિયાનું કેશ બોક્સ છે. દિવાળી પર લક્ષ્મીજીની પૂજા દરમિયાન તેનો ઉપયોગ થાય છે. ઘર સજાવવા માટે આમ તો બંધનવાર અને તોરણની ઘણી બધી ડિઝાઈન છે.

પરંતુ જે ખાસ છે તેમાં 3 પહોળી અને 4 ફૂટ લાંબી બંધનવાર માત્ર 800 રૂપિયામાં જ મળે છે. 36 ઇંચનું તોરણ 340 રૂપિયામાં જ મળે છે. ડિઝાઈન અને ક્વોલિટીના હિસાબથી રેટ તેનાથી ઓછા અને વધુ પણ છે. ડિઝાઈનર દીવડાના મામલામાં તો તેની કોઈ સંખ્યા જ નથી. તેની સાથે 4 ડેકોરેટેડ દીવાનો સેટ 45 રૂપિયાનો છે. રોઝ ડિઝાઈન વાળા 4 દીવા 60 રૂપિયાના છે. આ સિવાય પાણીમાં તરતા દીવા, પપેટની સાથે દીવા છે, રોલી ચાવલનો સેટ પણ છે. તમે જો તે સામાન ખરીદવા માંગતા હો તો તમારે આ 8800449679 મોબાઈલ નંબર પર સંપર્ક કરો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment