ચિકનગુનિયાના તાવ અને દુખાવામાં અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 ઉપાય, ઘર બેઠા મફતમાં જ થઈ જશે સારવાર…

આજકાલ લોકોની રહેણીકરણી અને ખાનપાનના કારણે લોકોને ઘણી બધી વાયરલ બીમારીઓનો ભોગ બનવું પડે છે અને તેમાં અલગ-અલગ વાયરલ બીમારીઓ સામેલ હોય છે. તેમાં મેલેરીયા, ટાઈફોડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા આ બધી જ બીમારી સામેલ છે. તેમજ ચિકનગુનિયા પણ એક વાઇરલ બીમારી છે અને તેના લક્ષણો ડેન્ગ્યુથી ખૂબ જ મળતા આવે છે. ચિકનગુનિયા થાય ત્યારે લોકો ઘણી વખત અમુક કારણોસર હોસ્પિટલ જઈ શકતા નથી, પરંતુ તે ઘરે પણ તેનો ઈલાજ સારી રીતે કરી શકતા નથી કારણ કે તેમને આ વિશે માહિતી હોતી નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ચિકનગુનિયા થાય ત્યારે તમે કયા ઘરેલુ ઉપાય અપનાવી શકો છો.

1) પપૈયાના પાન : જ્યારે પણ તમને ચિકનગુનિયા થાય ત્યારે તમે પપૈયાના પાનની મદદથી તેને મટાડી શકો છો. તેની માટે તમારે સાતથી આઠ પાન લઈને તેને સારી રીતે ધુઓ ત્યારબાદ તેને પીસીને તેની પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને નીચવી તેનો રસ બહાર કાઢો, હવે દર ત્રણ કલાકના અંતરે બે ચમચી રસનું સેવન કરો.

2) લસણ : લસણ ઘણી બધી બીમારીઓમાં આયુર્વેદિક ઉપચાર તરીકે કામ લાગે છે, તેમજ લસણનો ઉપયોગ ચિકનગુનિયાની તકલીફને દૂર કરવા માટે કરી શકો છો. તેની માટે તમારે લસણની કળી લઈને તેની છાલ ઉતારીને બારીક પીસી તેની પેસ્ટ બનાવી લેવાની છે, હવે આ પેસ્ટને દુખાવાવાળી જગ્યા ઉપર લગાવો તેનાથી તમારો દુખાવો ઓછો થઈ જશે.

3) ગિલોય : ચિકનગુનિયામાં રાહત આપવા માટે ગિલોય ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તેની માટે તમે ગિલોયનો રસ અથવા ગિલોયની કેપ્સુલનું સેવન કરી શકો છો, તમે એક દિવસમાં એક ગ્રામ સુધી ગિલોયના રસનો ઉપયોગ અથવા એક કેપ્સ્યુલનું સેવન કરી શકો છો.

4) સરગવાની સિંગ : સરગવાની સિંગનું સેવન તમે ચિકનગુનિયામાંથી રાહત મેળવવા માટે મદદરૂપ થશે. સરગવાની સિંગને ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. તેની માટે તમે સરગવાની સિંગના ગરનો સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો.

5) ડેરી પ્રોડક્ટ : ડેરી પ્રોડક્ટ ચિકનગુનિયાથી ગ્રસ્ત વ્યક્તિની ઘણી બધી તકલીફોને ઘણા હદ સુધી ઓછી કરવામાં મદદ કરે છે, ચિકનગુનિયા થાય ત્યારે ડેરી પ્રોડક્ટ્સનું સેવન જરૂરથી કરવું જોઈએ.

6) લીંબુ અને મધ : ચિકનગુનિયામાંથી રાહત મેળવવા માટે તમે લીંબુ અને મધનું સેવન કરો. લીંબુના રસને એક ગ્લાસ પાણીમાં ઉમેરો, ત્યારબાદ તેમાં એક ચમચી મધ પણ મિક્સ કરો અને ત્યારબાદ આ મિશ્રણનું સેવન કરો તેનાથી તમને ચિકનગુનિયામાં રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment