મિત્રો આપણે જાણીએ છીએ કે શરાબ એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. કારણ કે તેનાથી તમારી કીડનીને નુકશાન થઇ શકે છે. આથી જ ગુજરાતમાં શરાબ પર પ્રતિબંધ લાગેલો છે. તે છતાં પણ સમગ્ર ગુજરાતમાં શરાબ વેચાણનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ગુજરાતમાં દેશી શરાબ કરતા વિદેશી દારૂની માંગ વધી રહી છે. જેના કારણે શરાબ કેસના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આથી જ આજે અમે તમને આ લેખમાં શરાબને લગતી કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે ગુજરાતમાં થતી શરાબની માંગ વિશે અંદાઝો લગાવી શકો છો.
ગુજરાતમાં દેશની સૌથી જૂની શરાબંધી છે, પરંતુ ડ્રાઈ સ્ટેટમાં હવે દારૂ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. રાજ્યમાં દારૂના સેવન માટે એક પરમિટની વ્યવસ્થા છે. હેલ્થ પરમિટ દ્વારા જ કોઈ દારૂનું સેવન કરી શકે છે. રાજ્યમાં સતત હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સંખ્યામાં 49 ટકાની વધતી દર્જ કરવામાં આવી છે. રાજયમાં નવેમ્બર, 2020 સુધી અમુક હેલ્થ પરમિટની સંખ્યા 40,921 થઈ ગયી છે. પાછલા વર્ષે નવેમ્બરમાં તે સંખ્યા 37,421 સુધી પહોંચી હતી.નવી જીવનશૈલી જવાબદાર:- ગુજરાત સરકારના પ્રોબિહીશન ડિપાર્ટમેંટના આંકડાઓ મુજબ, રાજયમાં હેલ્થ પરમિટ દ્વારા દારૂ પીનારાઓની સંખ્યામાં વધારો થયો છે. તેમજ, બીજી બાજુ ડિપાર્ટમેંટ પાસે હેલ્થ પરમિટ માટે આવેદનની લાઇન લાગેલી છે. તેમાં નવા લાઇસન્સ અને રિન્યુઅલ માટેના આવેદનો સમાવિષ્ટ છે. આંકડાઓ મુજબ, વિભાગને નવા પરમિટ માટે વધારે આવેદનો મળ્યા છે. સૂત્રોની માનીએ તો, આ આવેદનોમાં ઇનસોમિયા, અવસાદ અને હાઇપરટેન્શનના ચાલતા દારૂ પીવાની અનુમતિ માંગવામાં આવી છે.
એક તરફ જ્યાં હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યાં જ બીજી બાજુ, વિભાગે પરમિટ માટે આર્થિક યોગ્યતાના માપદંડોમાં પાછલા એક દશકથી બદલાવ કર્યો નથી. ગુજરાતમાં દારૂના સેવનની મંજૂરી માત્ર હેલ્થ પરમિટ દ્વારા જ છે. પરમિટ માટે જરૂરી છે કે, આવેદનની આવક ત્રણ લાખ રૂપિયા વાર્ષિક હોવી જોઈએ. એટલું જ નહીં, આવેદકે ઓછામાં ઓછું પાંચ વર્ષ સતત આઇટી રિટર્ન ભરેલું હોવું જોઈએ. એવું માનવમાં આવે છે કે, લોકોની જીવનશૈલીમાં આવેલા બદલાવોના ચાલતા હેલ્થ પરમિટના આવેદનોની સંખ્યા પણ વધતી જઇ રહી છે.ઇમ્પોર્ટેટ દારૂની માંગ:- સરકારના પ્રોબિહીશન ડિપાર્ટમેંટમાં આંકડાઓમાં જ્યાં હેલ્થ પરમિટની સંખ્યા વધે છે ત્યાં, તેની અસર વેચાણ પર પણ પડે છે. રાજયમાં સંચાલિત દારૂના દુકાનદારોનું કહેવું છે કે, પરમિટ વધવાની સાથે સાથે દારૂ પીનારાઓની માંગમાં પણ બદલાવ આવ્યો છે. હાલના વર્ષોમાં ઇમ્પોર્ટેટ દારૂની માંગ વધી રહી છે. ગુજરાતમાં દારૂબંધીના ચાલતા ટુરિસ્ટ સાથે રાજ્યના લોકોને હેલ્થ પરમિટ પર દારૂના સેવનની અનુમતિ છે. રાજયમાં બહારથી આવનારા દારૂના શોખીનો માટે પરમિટ કઢાવવું પડે છે. ત્યાર પછી જ તેઓ દારૂનું સેવન કરી શકે છે. આમ આ રીપોર્ટ થી આપણે જાણી શકીએ છીએ કે ગુજરાતમાં દિવસે દિવસે દારૂની માંગ વધી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી