મિત્રો તમારા માંથી કદાચ ઘણા લોકો પથરીની તકલીફથી પરેશાન હશે અથવા તો તમે કોઈને પથરીની બીમારીથી ગ્રસિત જોયા હશે. એટલે કદાચ તમને ખ્યાલ આવશે કે આ દર્દ ખુબ જ અસહ્ય હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા ઉપાયો પણ અજમાવ્યા હશે. ઘણા લોકોએ તો કદાચ ઓપરેશન પણ કરાવ્યું હશે. પણ તમે ઈચ્છો તો તમારું આ દર્દ જલદી ચાલ્યું જાય અને તમારે ઓપરેશન પણ કરાવવું ન પડે તો તમે લીંબુનો આ 3 રીતે ઉપયોગ કરીને પથરીથી છુટકારો મેળવી શકો છો.
કીડનીની પથરીની સમસ્યા શરીરમાં ત્યારે થાય છે જયારે તમારા લોહીમાં વધુ પ્રમાણમાં અપશિષ્ટ એટલે કે કચરો જમા થવા લાગે છે. એવામાં તમારું શરીર પર્યાપ્ત માત્રામાં પેશાબ નથી બનાવી શકતું. તેનાથી તમારી કિડનીમાં સ્ટોન બનવા લાગે છે. ધીમેધીમે આ સ્ટોન પોતાનામાં ઘણો કચરો મિક્સ કરવા લાગે છે. અને પથરીનું નિર્માણ થાય છે. સમયની સાથે તેનો આકાર વધવા લાગે છે. જેના કારણે દુખાવો વધવા લાગે છે..શા માટે કિડનીમાં સ્ટોન થાય છે:- ઓછુ પાણી પીવાની આદત, વંશાનુગત પથરી હોવાની તાસીર, વારંવાર મૂત્રમાર્ગમાં સંક્રમણ થવું, વિટામીન સી અથવા કેલ્શિયમ દવાનું વધુ સેવન, લાંબા સમય સુધી બેડ રેસ્ટ, હાઇપર પેરાથાયરાઈડીજ્મ તેના મુખ્ય કારણો હોઈ શકે છે. આ સિવાય તે આ પરેશાની સૌથી વધુ જાડા લોકો, આંતરડાની સર્જરી કરાવેલ દર્દીઓ ને વધુ થાય છે.
કીડનીની પથરીના ઘરેલું ઉપાયો:- આમ તો પથરીને ઓગાળવા માટે બજારમાં અનેક દવાઓ મળે છે. પણ તમે તને કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર કુદરતી રીતે ઠીક કરી શકો છો. તેના ઘરેલું ઉપચાર માટે લીંબુ સૌથી સારું ઔષધી છે. તેમાં રહેલ ઔષધીય ગુણ પેટની ગરમીને શાંત કરવા સિવાય પથરીને ઓગાળવાનું કામ પણ કરે છે. પણ તેનો દવાના રૂપમાં ઉપયોગ લેવા માટે વિશેષ રીત અજમાવવી પડે છે. લીંબુના ઔષધીય ગુણ:- આ વિટામીન સી થી ભરપુર હોય છે. આ સાથે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો પણ રહેલ છે. આ સિવાય તે એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફલેમેટરી, અને એન્ટી માઈક્રોબીયલ ગુણોથી ભરપુર માનવામાં આવે છે. એક શોધ અનુસાર તેમાં રહેલ સીટ્રેટ ગુણ કિડનીની પથરી અને વિકાસને રોકી શકે છે.
લીંબુના રસની સાથે સફરજન વિનેગર:- સફરજનમાં રહેલ એસીટીક પથરીને ઓગળવાનું કામ કરે છે. જેનાથી પથરીનો આકાર નાનો થાય છે અને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. તેના પ્રભાવપૂર્ણ લાભ માટે તેને લીંબુની સાથે મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. તેના મિશ્રણને તૈયાર કરવા માટે 1-1 ચમચી લીંબુનો રસ, અને સફરજન વિનેગર લો અને મિક્સ કરો. નિયમિત રીતે તેને દિવસમાં 3-4 વખત તેનું સેવન કરો.લીંબુની સાથે મિક્સ કરો વ્હીટગ્રાસ અને તુલસી:- જો તમે કિડનીની પથરીને કોઈપણ દવા અને સર્જરી વગર છુટકારો મેળવવા માંગતા હો તો લીંબુ, વ્હીટગ્રાસ અને તુલસી ના મિશ્રણનો ઉપયોગ કરો. ઔષધીય લાભ માટે એક ગ્લાસ વ્હીટગ્રાસના રસની સાથે 1-1 ચમચી લીંબુ અને તુલસીનો રસ મિક્સ કરો.આ મિશ્રણને નિયમિત રૂપે દિવસમાં 2-3 વખત પીવાથી પથરીની પરેશાનીથી રાહત મેળવી શકાય છે.
લીંબુની સાથે જેતુનનું તેલ:- એક શોધમાં માનવામાં આવ્યું છે કે જેતુનનું તેલ પથરી બનવા થી રોકે છે. સાથે જ તે પથરીને કારણે કિડનીમાં થતી ક્ષતિથી બચાવ માં પણ સહાયક સાબિત થાય છે. જેતુનના તેલને લીંબુની સાથે મિક્સ કરીને સેવન કરો. એવું માનવામાં આવે છે કે આ મિશ્રણ કીડનીમાં પથરીને કારણે દુખાવાથી રાહત પહોચાડવાનું કામ કરે છે. તેને તૈયાર કરવા માટે 1-1 ચમચી લીંબુનો રસ અને જેતુનનું તેલ એક ગ્લાસ પાણીમાં સારી રીતે મિક્સ કરો. સમસ્યા વધુ થવા પર તેનો દિવસમાં 2-3 વખત સેવન કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી