નાસાએ કાઢ્યો આખી દુનિયાની ગરમીનો નકશો, 46 વર્ષમાં પૃથ્વીનો કરલ બદલીને થઈ ગયો લાલ… હકીકત જાણી હચમચી જશો…

મિત્રો આપણી પૃથ્વી એ અનેક રંગોથી સુંદર લાગે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણી ધરતી પર અનેક ફેરફારો જોવા મળ્યા છે. જેને કારણે તેની અસર આપણે વાતાવરણ પણ જોઈ શકીએ છીએ. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ જોવા મળે છે. જેમાં ગામના ગામ તણાઈ જાય છે. એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે આપણી ધરતી જે નીલા રંગની હતી તેમાં બદલાવ જોવા મળ્યો છે. જેમાં લાલ રંગ જોવા મળી રહ્યો છે. આ શા કારણે છે તે જાણવું આપણા માટે જરૂરી છે. ચાલો તો આનું કારણ આપણે આ લેખના માધ્યમથી જાણી લઈએ. 

જૂન અને જુલાઇ2022માં તાપમાન એટલું વધી ગયું કે, યુરોપ, ઉત્તરી આફ્રિકા, મિડલ-ઈસ્ટ અને એશિયાના ઘણા વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસની પાર થયો છે. ઘણી જગ્યાએ તો પારાએ થર્મોમીટરનો રેકોર્ડ તોડી નાખ્યો. અહિં જે નક્શો તમે જોઈ રહ્યા છો, તે 13 જુલાઇ 2022નો છે. તેમાં ધરતીના પૂર્વી ગોળાર્ધની ઉપર સરફેસ એર ટેમ્પરેચર દેખાડવામાં આવ્યું છે. જે 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર છે.

આ નકશાને ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમના ગ્લોબલ મેડલથી પ્રાપ્ત ડેટાથી બનાવવામાં આવ્યા છે. આ નકશા મુજબ વાયુમંડળમાં વધેલ ગરમી અને સ્થાનીયતા આધારે તાપમાન કાઢવામાં આવ્યું છે. નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરમાં ગ્લોબલ મોડલિંગ એન્ડ એસીમિલેશનના પ્રમુખ સ્ટીવન પોસને કહ્યું કે તમે આ નકશામાં લાલ રંગ વાળા ગરમ અને નીલા રંગ વાળા ઠંડા વિસ્તારોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. 

સ્ટીવને કહ્યું કે, માણસો દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદૂષણ, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે સતત જળવાયુ પરીવર્તન થતું રહ્યું છે. વૈશ્વિક સ્તર પર ગરમી વધી રહી છે. પશ્ચિમી યુરોપમાં ભયંકર સૂકા પણું ફેલાઈ રહ્યું છે. ગરમી અને સૂકાના કારણે પોર્ટુગલ, સ્પેન અને ફ્રાંસના અમુક ભાગમાં જંગલી આગ ફેલાઈ રહી છે. પોર્ટુગલમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. અહિં લિરિયાના નામના કસ્બાનો 7400 એકરનો વિસ્તાર બળી ગયો છે. પોર્ટુગલના અડધા ભાગમાં 14 જગ્યાએ જંગલની આગ ચાલી રહી છે.  ચીનમાં તો રસ્તાઓ ઓગળી રહ્યા છે. છત તૂટી ગયા. શાંઘાઇમાં તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. ત્યાં હ્યુમોડિટી પણ વધેલી છે. માત્ર એટલું જ નાસાએ બે નકશા વધુ જાહેર કર્યા છે. જેનાથી 46 વર્ષમાં કેવી રીતે આખી દુનિયાની શકલ બગડી ગયી. એટલે કે, 1976 થી 2022 સુધી કેવી રીતે નકશા નીલામાંથી લાલ રંગનો થતો ગયો. 

ડોલોમાઈટ પર મામોલાડા ગ્લેશિયર ગરમીના કારણે તૂટ્યું અને ત્યાં થયેલા હિમસ્ખલનમાં 11 હાઈકર્સ માર્યા ગયા. ઈંગ્લેન્ડના આખા દેશમાં એક્સ્ટ્રીમ હિટની વોરનિંગ આપવામાં આવી છે. ઉત્તરી આફ્રિકાના ટ્યુનિશિયામાં હિટ વેવના કારણે પાક ખરાબ થઈ ગયો. રાજધાની ટ્યુનિસમાં 13 જુલાઇના રોજ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. ઈરાનમાં તાપમાન સૌથી વધૂ 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment