મિત્રો આપણે જાણીએ છીએ તેમ મોટાભાગના લોકો પોતાની મોટી રકમ બેંકમાં રાખવાનું પસંદ કરતા હોય છે. પણ જયારે તમે તમારી રકમ કેશ કરવા જાવ છો ત્યારે બેંકની કેટલાક નિયમો પાળવા પડે છે. આથી જો તમે તેના વિશે ન જાણતા હો તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે. આ ડોક્યુમેન્ટ જો તમારી પાસે ન હોય તો તમારે મુશ્કેલી થઇ શકે છે. આથી આવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું તમારા માટે જરૂરી છે. તેના વગર તમારું કામ થઇ શકશે નહિ. જો તમે બેન્કના નિયમોને નહી માનો તો તમારા પૈસાને નુકશાન થઇ શકે છે. તેની કેશ ડીપોઝીટ નહિ મળી શકે.
ગેરકાયદેસર અને બિનહિસાબી લેણદેણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા પગલાઓ ભર્યા છે. સરકારે રોકડ ઉપાડની સીમામાં સંશોધન તો કર્યું જ છે સાથે જ એક કે એકથી વધુ બેન્કોમાં વિતેલા એક વર્ષ દરમિયાન મોટી માત્રામાં કેશ જમા કરાવવા માટે પાન અને આધારકાર્ડને જરૂરી જણાવ્યા છે. તેનો મતલબ એ છે કે, હવે તમારે મોટી રકમ જમા કરાવતા સમયે પાન કાર્ડ અને આધારકાર્ડ બતાવવું જ પડશે. એટલું જ નહીં. નિર્ધારિત સીમાથી વધારે રોકડ જમા કરવા કે ઉપાડ મેળવવા પર ભારે દંડની પણ જાણ કરવામાં આવી છે.નવા નિયમો મુજબ, હવે બેંકમાં 20 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરવા કે ઉપાડવા માટે પાન અને આધારકાર્ડને ફરજિયાત કર્યું છે. 10 મે, 2022ના રોજ સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને આ નિયમોને અમલમાં મૂક્યા છે. કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડે આયકર નિયમ, 2022 મુજબ, નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમો અમલમાં આવ્યા પછી જો કોઈ વ્યક્તિ, કોઈ બેંકિંગ કંપની, સહકારી બેન્ક કે ડાકઘરમાં એક કે એકથી વધુ ખાતાઓમાં વિતેલા એક વર્ષમાં કુલ 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ જમા કરાવે છે તો, તે માટે પાન અને આધારકાર્ડ આપવું ફરજિયાત રહેશે.
જેમની પાસે પાનકાર્ડ નથી તેમનું શું થશે?:- જે લોકો પાસે પાન નથી, તેમણે એક દિવસમાં 50,000 રૂપિયાથી વધારે અથવા વિતેલા એક વર્ષ દરમિયાન 20 લાખથી વધુના કોઈ પણ ટ્રાન્ઝેક્શનના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા પાન માટે આવેદન કરવાનું રહેશે. એજ પ્રકારે જો કોઈ વ્યક્તિ કોઈ બેંકિંગ કંપની, સહકારી બેન્ક અથવા ડાકઘરના એક કે એકથી વધુ ખાતાઓમાં વિતેલા એક વર્ષમાં કુલ 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડે છે તો તેને પાન અથવા આધારકાર્ડ આપવું પડશે.આ વાતોનુ રાખવું ધ્યાન:- આયકર કાનૂન કોઈ પણ કારણે 2 લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવે છે. માટે જ વધારે કેશ ટ્રાન્ઝેક્શનથી બચવું. નહીં તો તમારે દંડ ભરવાનો થઈ શકે છે. સરકાર 2 લાખ રૂપિયાથી વધુનું કેશ સ્વીકાર કરવાથી અટકાવે છે. માટે, એક જ દિવસમાં તમે પોતાના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાથી વધુની રોકડ આપી શકત નથી.
એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપહારના રૂપમાં લઈ શકાતી નથી. જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને પ્રાપ્ત રકમ બરાબર દંડ ભરવાનો થઈ શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ માટે રોકડ રકમ ન આપવી. જો ટેક્સપેયર્સ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રોકડમાં ભરે તો તે ધારા 80ડી કટૌતી પાત્ર હોતું નથી. એક સંપતિ લેણદેણમાં વધુમાં વધુ 20,000ની રોકડની અનુમતિ છે. જો કોઈ વિક્રેતા એડ્વાન્સ હોય તો વધારે સીમા બે લાખ રૂપિયા જ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી