આ શેર છે કે રોકેટ !! 3 રૂપિયામાંથી વધીને ભાવ થઇ ગયો સીધો જ 1600 રૂપિયા… 1 લાખનું રોકાણ કરવા વાળાને મળ્યા સીધા 6 કરોડ રૂપિયા…

મિત્રો શેર બજારમાં ઘટાડો હોય કે ઉછાળો એવા અનેક સ્ટોક હોય છે જેમણે સતત બમ્પર રીટર્ન આપ્યું છે. એવા અનેક સ્ટોક છે જેણે રોકાણકારોને એક ઝટકામાં જ લખપતિથી કરોડપતિ બનાવી દીધા છે. આ શેરો એ રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે. શેર બજારમાં નફો કમાવવા માટે ધીરજ રાખવી પણ જરૂરી છે. જો યોગ્ય સ્ટોકમાં રોકાણ કરવામાં આવે તો જોરદાર રિટર્ન મળવું નક્કી છે.

એવો જ સ્ટોક સ્મોલ કેપ કંપની પીઆઈએલ લિમિટેડ (WPIL Limited)નો છે. આ શેરે રોકાણકારોને સતત મલ્ટી બેગર રિટર્ન આપ્યું છે. રોકાણકારોને આશા છે કે આવનાર સમયમાં શેરો માં હજી વધુ તેજી જોવા મળી શકે છે. શેર બજારમાં નાણાકીય સલાહકારની સલાહ લીધા વગર રોકાણ કરવું જોખમકારક બની શકે છે. નહિતર તમને આર્થિક નુકસાન વેઠવું પડે. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકારથી વાત જરૂર કરી લો.એક લાખ રોકાણ કરવા વાળા આ રીતે થયા કરોડપતિ:- સ્ટોક સ્મોલકેપ કંપની ડબલ્યુ પીઆઈએલ લિમિટેડ (WPIL Limited) માં જેમણે પણ એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેઓ આજે કરોડપતિ છે. ડબલ્યુ પીઆઈએલ લિમિટેડ (WPIL Limited) ના શેર 28 ફેબ્રુઆરી 2003 એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ માં 2.80 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 15 ફેબ્રુઆરી 2023 એ બીએસઈ માં 1690.55 ના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેરો એ આ દરમિયાન રોકાણકારોને લગભગ 60 હજાર ટકાથી વધારે જબરજસ્ત રિટર્ન આપ્યું છે.જો કોઈ રોકાણકારે વર્ષ 2003માં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો અત્યારે તેને છ કરોડ રૂપિયાથી વધારે રિટર્ન મળતું.ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રણ માસમાં WPIL લિમિટેડનો કર પછીનો નફો રૂ. 80 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયો છે. આ નફો 450 ટકા વધી ગયો છે. કંપનીના મજબૂત રેવન્યુ ના કારણે કંપનીના નફામાં આ બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. 

બજારમાં રહેલો ઉતાર ચઢાવ:- શેર બજારમાં હજુ અસ્થિરતાની સ્થિતિ જળવાયેલી છે. બજારમાં ક્યારેક તેજી તો ક્યારેક ઘટાડો જોવા મળે છે. તેથી શેરમાં પણ હજુ વધારે તેજી જોવા નથી મળી રહી. જો કે, બજારમાં ઘટાડા પછી પણ ઘણા શેર એવા છે જે લીલા નિશાન પર છે. આ શેરોમાં હજુ પણ તેજી જોવા મળી રહી છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment