મિત્રો તમે જોયું હશે કે તમારા ગાડીના ડેશબોર્ડ પર વોર્નિંગ લાઈટ્સ હોય છે. એ શા માટે હોય છે. તેનો અર્થ શું છે. જો તમે તેના વિશે ન જાણતા હો તો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આજકાલ ગાડી એ આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી બની ગઈ છે. ગાડી કે કાર ખરીદવી એ લોકો માટે ગર્વની વાત ગણવામાં આવે છે. પણ કાર ચલાવવા માટે કારને સમજવી પણ જરૂરી છે. જો તમે કારને સમજશો તો કાર પણ તમને લાંબો સમય સાથ આપશે અને રસ્તામાં ધોક્કો નહી આપવો પડે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કારની વોર્નિંગ લાઈટ્સ વિશે. જેને આપણે નજરઅંદાજ નથી કરી શકતા. પણ તેની ફ્લેશ થવા પાછળ મોટું કારણ હોય છે.
એન્જીન લાઈટ:- અક્સર કાર શરુ કરતા સમયે તમે પોપઅપ ડેશબોર્ડ પર ઝબકતા ડેશબોર્ડને જોયું હશે. પીળા રંગની આ લાઈટ અને તે ખાસ એન્જીન ને દર્શાવે છે. જો એક વખત ઝબકીને તે બંધ થઇ જાય છે તો કારમાં કોઈ મુશ્કેલી નથી. પણ જો તે ડ્રાઈવિંગ દરમિયાન સતત ઝબકતી રહે તો તેનો અર્થ છે કે એન્જીનમાં કોઈ સમસ્યા છે. કા તો કારમાં લો ઓઈલ પ્રેશરની સમસ્યા છે અથવા ઓવરહિટીંગ થઇ રહ્યું છે. જયારે ગેસ કેપ તુટવા, કાપવા અથવા તેમાં અડચણ આવા પર લાઈટ ઝબકે છે. આથી સારું રહેશે કે તમે આ લાઈટ સતત ઝબકતી રહે તો તરત જ કંપની અથવા મેકેનિક નો સંપર્ક કરો.એન્જીન ટેમ્પરેચર વોર્નિંગ:- કારનું એન્જીન ને ચાલવા માટે એક ખાસ તાપમાનની જરૂરત હોય છે. ડેશબોર્ડ પર ટેમ્પરેચર ગોજનું સાઈન હોય છે, જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે કારનું ટેમ્પરેચર કેટલું છે. પણ જો આ લાઈટ સતત ઝબકતી રહે તો તેનો અર્થ છે કે એન્જીન ઓવરહિટીંગ થઇ રહ્યું છે. તેની પાછળ ઓછુ કુલેટ લેવલ, કુલીંગ સિસ્ટમમાં લીકેજ, થર્મોસ્ટેટ માં ગડબડી અથવા રેડીએટર માં લીકેજ જેવા કારણો હોય છે.
ઓઈલ પ્રેશર વોર્નિંગ લાઈટ્સ:- એન્જીન ઓઈલ એન્જીન નો અહમ ભાગ છે. જો એન્જીનનો પાર્ટ્સ ચીકણો રહે છે. પણ જો ડેશબોર્ડ પર લાલ રંગ ના સાઈન ની સાથે આ લાઈટ સતત ઝબકતી રહે છે તો સમજી લો કે ઓઈલ પ્રેશર ઓછુ છે અને એન્જીનને જરૂરત અનુસાર તેલ નથી મળી રહ્યું. કારનું બોનેટ ખોલીને એન્જીનનું ઓઈલ લેવલ ચેક કરો. જુઓ કે શું ઓઈલ સર્ક્યુલેશન સીસ્ટમ માં કોઈ લીકેજ અથવા ઓઈલ પંપ માં કોઈ પરેશાની છે.ટાયર પ્રેશર વોર્નિગ:- આજકાલ હેચબેકસ સેડાન અથવા એસયુવીના ટોપ વેરીએન્ટસમાં ટાયર પ્રેશરને માપવા માટે ટાયર પ્રેશર મોનીટરીંગ સીસ્ટમ આવી રહી છે. જેમ કે કારના ટાયરમાં માત્રાથી હવાનું પ્રેશર ઓછુ હશે, આ વોર્નિંગ લાઈટ્સ બળી જશે. પણ જેવી આ લાઈટ્સ બળે તરત જ નજીકના એર ફીલિંગ સેન્ટરમાં હવાનું ટોપ અપ કરાવો.
ABS વોર્નિંગ લાઈટ:- એબીએસ અથવા એન્ટી લોક બ્રેકીંગ સીસ્ટમ વોર્નિંગ લાઈટ, વાસ્તવમાં કારમાં આપવામાં આવેલ એક સેફટી ફીચર છે. હાર્ડ બ્રેકીંગ દરમિયાન આ કાર પર કંટ્રોલ બનાવી રાખે છે. પણ જો એબીએસ વોર્નિંગ લાઈટ્સ ઝબકે છે તો સમજી લો કે એબીએસ માં કોઈ સમસ્યા છે અને તેને જલ્દીથી જલ્દી ઠીક કરવાનો પ્રયત્ન કરો.બ્રેક એલર્ટ ઈન્ડીકેટર:- ઘણી વખત લોકો પાર્કિંગમાં ગાડી મુક્યા પછી હેન્ડબ્રેક લગાવી દો છો, તેમાં કોઈ મુશ્કેલી નથી.પણ ચલાવતા પહેલા હેન્ડબ્રેક નીચે કરી લો. જો તમે નથી કરતા તો ડેશબોર્ડ પર બ્રેક એલર્ટ ઈન્ડીકેટર ઝબકવા લાગે છે. જયારે બ્રેક ફ્લુઇડ લીક થાય છે તો આ લાઈટ ઝબકે છે.
એરબેગ વોર્નિંગ લાઈટ:- એરબેગ આજકાલ ગાડીઓમાં આવતો મોટો સેફટી ભાગ છે. એરબેગ કારમાં બેઠેલા લોકોને ઈજા થવાથી બચાવે છે. આ લાઈટ ના ઝબકવાનો અર્થ છે કે કોઈ એરબેગ માં કોઈ સમસ્યા છે અથવા આખી એરબેગ સિસ્ટમમાં કોઈ મોટી મુશ્કેલી છે.સીટ બેલ્ટ રીમાઈન્ડર:- ડેશબોર્ડ પર ઝબકતી વાળી આ સૌથી કોમન લાઈટ હોય છે. આ લાઈટ તમને જણાવે છે કે ડ્રાઈવિંગ દરમિયાન તમે સીટ બેલ્ટને બકલઅપ કરવાનું ભૂલી ગયાં છો. સીટ બેલ્ટ્સ તમારી સેફટી માટે છે.
બેટરી એલર્ટ લાઈટ:- કારનું ઈલેક્ટ્રોનિક સીસ્ટમ અને કારને શરુ કરવા માટે બેટરી જરૂરી છે. જો આ લાઈટ ઝબકે છે તો તેનો અર્થ છેકે ચાર્જીંગ સિસ્ટમમાં કોઈ મુશ્કેલી છે. અથવા બેટરી કેબલ ખરાબ થઇ ગયું છે. અથવા અલ્ટરનેટર માં કોઈ મુશ્કેલી છે.
લો ફયુલ ઈન્ડીકેટર:- લગભગ દરેક લોકો કારમાં રાખવામાં આવતું ઈન્ડીકેટર થી પરિચિત છે. તેને જોતા જ બધા ગાડીને પેટ્રોલ પંપ તરફ લઇ લે છે. આ લાઈટ ઝબકવાનો અર્થ છે કે કાર રિજર્વમાં આવી ગઈ છે અને સીમિત સફર જ કરી શકશે. આમ કારની અંદર આપેલ વોર્નિંગ લાઈટ તમારી સેફટી માટે ખુબ જ જરૂરી છે. તેના પરથી તમને ગાડીમાં શું સમસ્યા છે તેની જાણ થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી