મિત્રો જયારે આપણું શરીર સાફ નથી હોતું ત્યારે અનેક રોગો તેમાં ઘર કરી લેતા હોય છે. પેટના અનેક રોગો માંથી એક રોગ કબજિયાતનો છે. જેમાં પેટ સાફ નથી આવતું અને પેટની અંદર ગડબડ થવાથી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું સરખું પાચન નથી થતું. પણ જયારે તમને કબજિયાત જેવો અનુભવ થાય ત્યારે તમારે કેટલીક દેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમને જો જૂનામાં જૂની કબજિયાત હશે તો પણ દુર થઇ જશે અને આ વસ્તુઓ એવી છે કે તે તમારા આંતરડાને સાફ કરે છે. આથી તમારી પેટની તમામ બીમારીઓ દુર થઇ જશે. ચાલો તો આપણે આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.
ખરાબ ખાણી-પીણીની આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો કબજિયાતથી દુખી રહેતા હોય છે. ઘણા લોકો આ ગંભીર સમસ્યાને હળવાશથી લેતા હોય છે. જણાવી દઈએ કે સમયસર તેનો ઈલાજ ન કરવાથી તમને આગળ જતાં બવાસીર અને ગંભીર કેસમાં ગુદા કેન્સરનું જોખમ થઈ શકે છે.કબજિયાત ત્યારે થાય છે જ્યારે મળ ત્યાગ ઓછું થઈ જાય છે અથવા તો કાઢવું મુશ્કેલ થઈ જાય છે. એક્સપર્ટ્સ માને છે કે, કબજિયાત સામાન્ય રીતે ખોટી ખાણીપીણી, દિનચર્યામાં બદલાવ અથવા ફાઈબરના ઓછા સેવનને કારણે થાય છે. જો તમને ખૂબ દુખાવો, તમારા મળમાં લોહી આવવું, અથવા કબજિયાત જે ત્રણ અઠવાડીયાથી વધુ સમય સુધી રહેતી હોય, તો તમારે સતર્ક થઈ જવું જોઈએ અને ડોક્ટરને મળવું જોઈએ.
એક્સપર્ટના જણાવ્યા મુજબ, દર પાંચમાંથી એક ભારતીય કબજિયાતથી પીડિત છે. આ માત્ર આખા દિવસની બેચેનીનું કારણ જ નહીં પરંતુ ઘણી જૂની બીમારીઓનું મૂળ કારણ પણ છે. કબજિયાતનો શું ઈલાજ છે? મેડિકલમાં બેશક કબજિયાતના ઘણા ઈલાજ છે પરંતુ અમુક ખાદ્ય પદાર્થોનું સેવન વધારીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. 1) સૂકા આલૂબુખાર:- કબજિયાતથી રાહત મેળવવા માટે સૂકા આલૂબુખારનું સેવન સૌથી વધુ સારું અને અસરકારક ઉપાય છે. તેમાં સોર્બિટોલ પણ હોય છે જેને તમારું શરીર પચાવે છે. તે આંતરડામાં પાણી ખેંચીને, મળ ત્યાગને વધારો આપીને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
2) વેજીટેબલ જ્યુસ:- નાસ્તા પછી અને લંચ પહેલા અથવા સાંજે તમે પોતાની પસંદની શાકભાજીથી બનેલ એક ગ્લાસ જ્યુસ લેવું તમારી કબજિયાત માટે વાસ્તવમાં સારું છે. તમે પાલક+ટામેટાં+બીટ+લીંબુ નો રસ+આદુંને મિક્સ કરીને તાજો રસ બનાવી શકો છો. 3) ત્રિફલા:- ત્રિફલા એક અદ્ભુત જડીબુટ્ટી છે. તેમાં ત્રણ મહત્વપૂર્ણ જડીબુટ્ટીઓ છે, જેમકે, આમળા, હરડ અને બહેડા, આ બધુ જ કબજિયાત દૂર કરવા માટે ઓળખવામાં આવે છે. સૂતા પહેલા એક કપ ગરમ દૂધ/ગરમ પાણીમાં અડધી ચમચી લેવું.
4) ઓટ્સ:- ઓટ્સ એક અનાજ છે, જે બીટા-ગ્લુકેન્સથી ભરપૂર હોય છે. તે ઘૂલનશીલ ફાઈબર છે, જે પેટના કામકાજને વધારો આપે છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારો આપવામાં પણ મદદ કરે છે, જે આંતરડાના કામકાજને વધારો આપવાની સાથે તેને સારા બનાવવામાં મદદ કરે છે. 5) ઘી:- ઘીની બ્યુટાયરેટ સામગ્રી કબજિયાત માટે એક અદ્ભુત કામ કરે છે. ઘીની તૈલીય બનાવટ ચીકાશ વાળા તેલના રૂપમાં કામ કરે છે અને મળ ત્યાગની કઠોરતા તોડીને સરખી કરે છે. ખાવામાં ઘી મળ ત્યાગને નિયમિત અને સરળ બનાવવામાં મદદ કરે છે. આમ આ જડીબુટ્ટીઓ તમારા પેટની બીમારીને દુર કરીને તંદુરસ્ત જીવન આપે છે. જો તમને મળ ત્યાગ કરવામાં મુશ્કેલી થતી હોય, કબજિયાત ની બીમારી લાંબા સમયથી હોય તો અને તમે તેને જડમૂળથી દુર કરવા માંગતા હો તો આ જડીબુટ્ટીઓ તમારી મદદ કરી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી