પીવા લાગો આ દૂધની ચા, વજન અને કોલેસ્ટ્રોલ રહેશે આજીવન કંટ્રોલમાં, વધી જશે ચહેરાનો નિખાર અને ઇમ્યુનિટી પાવર… જાણો આ આયુર્વેદિક ચાની રેસિપી…

મિત્રો આપણે સામાન્ય રીતે દૂધનું સેવન કરતા હોઈએ છીએ. ખાસ કરીને તેની ચા બનાવી અથવા તો એકલું દૂધ પીએ છીએ. આવી જ રીતે તમે નાળીયેરના દુધની ચા પણ પી શકો છો. આ ચા પીવાના પણ અનેક ફાયદાઓ છે. અને જો તમે ઝડપથી વજન ઓછો કરવા માંગતા હો તો નાળીયેરના દુધની ચા ખુબ જ ફાયદાકારક છે. 

તમે દૂધ વાળી ચા, લીંબુ વાળી ચા, ગ્રીન ટી અથવા તો બ્લેક ટી નું સેવન તમે ખુબ કરો છો. શું તમે ક્યારેય નાળિયેર વાળી ચા પીધી છે, તો જરૂર પીવો. આ દૂધ વાળી ચા થી વધુ ફયાદાકારક માનવામાં આવે છે. કારણ કે નાળિયેર દૂધ ખુબ જ હેલ્દી માનવામાં આવે છે.

જો તમે નાળિયેરના દુધમાં ચા બનાવીને પીશો સ્વાસ્થ્યને ઘણી રીતે નુકશાન નહિ થાય. ઉનાળામાં નાળિયેર પાણી પીવું ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ બનાવી રાખે છે. ડીહાઈડ્રેશન ની સમસ્યા નથી થતી. ચાલો તો જાણી લઈએ નાળીયેરના દુધની બનેલી ચા શરીરને ક્યાં કયા લાભ પહોચાડે છે. અને આ ચા બનાવવાની રીત.

નાળિયેરના દુધની બનેલી ચાના ફાયદાઓ:- જાણવા મળતી માહિતી મુજબ નાળિયેરની ચા એક કેફીનયુક્ત પ્રવાહી છે. જે નાળિયેરના ફ્લેક્સ અને દૂધ ને ગ્રીન અથવા બ્લેક ટીની સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ પ્રવાહી ઉષ્ણકટીબંધીય ક્ષેત્રોમાં રહેતા લોક દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યાં સામાન્ય રીતે નાળિયેર ઉગે છે. નાળિયેરનું દૂધ સેચુરેટેડ ફેટથી ભરપુર હોય છે. જેમાં ઉચ્ચ સ્તરના લોરિક એસીડ, મેગ્નેશિયમ, આયરન, વિટામીન સી, પોટેશિયમ, ફાઈબર વગેરે હોય છે. એવામાં આ ચા પીવાથી કોઈ નુકશાન નથી થતું. 

જયારે તમે નાળિયેરના દુધની ચામાં ગ્રીન ટી બેગ્સ નાખો છો,તો તેમાં પોલીફેનોલીક કમ્પાઉન્ડ અને અન્ય એક્ટીવ તત્વ પણ સામેલ હોય છે. જે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ પહોચાડે છે.

આયુર્વેદમાં નાળિયેર દૂધ ને ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં હાઇપરલીપીડેમિકને બેલેન્સ કરવા વાળા તત્વ હોય છે. જેના કારણે આ ત્વચા માટે ફાયદાકારક હોય છે. નાળિયેરના સેવનથી ત્વચામાં નિખાર આવે છે. સાથે જ તેના દૂધની ચા પીવાથી તમારી ત્વચા યુવા દેખાય છે, ગ્લો કરે છે, અને લાંબી ઉંમર સુધી સુંદરતા બનાવી રાખે છે. વજન ઓછો કરવા માંગો છો તો નાળિયેરના દુધની ચા પીવો. આ ચા નાળિયેર પાણીની જેમ વજન ઓછો કરવામાં મદદ કરે છે. નાળિયેરમાં વજન વધારવા વાળી ચરબીને નષ્ટ કરવાના ગુણ રહેલ છે. સાથે જ આમાં કેલરી ની માત્રા ખુબ ઓછી હોય છે. પાણીનું પ્રમાણ વધુ હોય છે,જેના કારણે તેને વજન ઓછો કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. 

એક શોધ અનુસાર નાળિયેરમાં રહેલ એચડીએલ કોલેસ્ટ્રોલ અને લોરિક એસીડ તમને ઉચ્ચ રક્તચાપ અને કોરોનરી હાર્ટ ડીસીઝ થી બચાવવામાં મદદ કરી શકે છે.એવામાં કોકોનટ મિલ્ક ટી પીવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યને લાભ થાય છે. 

આ ચા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. આમ પણ કોરોના મહામારી માં ઘણા એક્સપર્ટ કોરોના વાયરસથી બચવા માટે નાળિયેર પાણી પીવાની સલાહ આપે છે. તમે નાળીયેરના દુધની ચા પી ને ઈમ્યુંનીટી વધારી શકો છો. 

નાળિયેરના દુધની ચા બનાવવાની રીત:- નાળિયેરના દુધની ચા બનાવવા માટે તમારે 3 ગ્રીન ટી બેગ્સ, 1 કપ નાળિયેરનું દૂધ, 4 કપ પાણી, 2 મોટી ચમચી ક્રીમ, વ્હાઈટ અથવા બ્રાઉન શુગર, ચાના વાસણમાં 4 કપ પાણી નાખીને ઉકાળો. તમે ગ્રીન ટી બેગ્સ નાખો. હવે એક કપ નાળિયેર દૂધ અને ક્રીમ નાખી તેને સારી રીતે ઉકાળી લો. હવે ગ્રીન ટી બેગ્સ ને નાખી દો. હવે ખાંડ સ્વાદ અનુસાર મિક્સ કરો અને આ હેલ્દી અને ટેસ્ટી ચા પીવાનો આનંદ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment