મિત્રો આપણે ત્યાં ચા વગર કોઈપણની સવાર નથી થતી. સવારની સાથે જ ચા નો એક કપ જ્યાં સુધી મોઢામાં ન જાય ત્યાં સુધી તમને તાજગીનો અનુભવ નથી થતો. પણ ચા પીતા પહેલા તમારે ચા વિશે કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. આજે આપણે આ લેખમાં ચા વિશે આવી જ વાતો જાણીશું.
ચા ને દુનિયાના દરેક ખૂણે પસંદ કરવામાં આવે છે. સ્થળ અને મૌસમ પ્રમાણે ચા અલગ અલગ પ્રકારની હોય છે. પણ દૂધ વાળી કડક ચા દરેક લોકોને પસંદ હોય છે. ચા તાજગી આપવાની સાથે તે શરીરને બીજા અનેક ફાયદાઓ આપે છે. ચા ના જાદુઈ અને ઔષધીય લેવા માટે ચાઇનીઝ અને જાપાનીજ લોકો વધુ માત્રામાં તેનું સેવન કરે છે. દરરોજ ચા પીવા વાળા લોકો માંથી ઘણા લોકો ચા ના ફાયદાઓ વિશે અજાણ છે. માત્ર ટેસ્ટ માટે તેને પીવે છે. એક નવા અભ્યાસમાં ચા ના કેટલાક ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યા છે, તેમજ તેના અમુક નુકશાન પણ છે. તો પહેલા ફાયદા વિશે જાણી લઈએ પછી તેના નુકશાન જોઈએ.
ચા ના પ્રવાહી પદાર્થમાં પોલીફેનોલ્સ રહેલ છે. જે વિભિન્ન સ્વાસ્થ્ય લાભ માટે ઓળખાય છે. ચા માં મળતા કેટેચીન, થીયાફ્લેવીન્સ અને થેરુંબીગીન્સ જેવા યોગીકો માં ઘણા એન્ટી ઇન્ફલેમેટરી, કેન્સર વિરોધી અને કાર્ડિયોપ્રોટેકટીવ ગુણ હોય છે. તે ઘણી રીતે તમારી મદદ કરે છે. રિસર્ચમાં દાવો કરવામાં આવે છે કે ચા કેન્સર અને હૃદયની બીમારી સામે લડવામાં મદદ કરે છે. અને ડીમેશિયા ને જોખમને ઓછુ કરે છે.
આ બીમારીઓનો ખતરો ઓછો થાય છે :- ચા ની ભૂકી માં એન્ટી ઓક્સીડેંટ વધુ માત્રામાં રહેલ છે, જે બ્લડ થી હાનીકારક અણુઓ બહાર કાઢવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. એક્સપર્ટના કહેવા અનુસાર ચા તે ડ્રીંક છે જેને લોકો સરળતાથી પિય શકે છે. જો કોઈ તેનું સેવન કરે છે તો સ્વસ્થ અને લાંબુ જીવન જીવે છે.
યુએસ ટી કાઉન્સિલ અનુસાર કાળી, લીલી અને હર્બલ ચા માં ફ્લેનોવોઇડસ સારા પ્રમાણમાં હોય છે. જે ઈમ્યુંનીટી મજબુત બનાવે છે. અને બેક્ટેરિયા અને વાયરલ સંક્રમણ થી લડવામાં મદદ કરે છે. ઓસ્ટ્રેલીયા માં એક રીવ્યુમાં જાણવા મળ્યું છે. કે એક દિવસમાં 1 થી 5 કપ ચા પીવા વાળા લોકોમાં ડીમેશિયા ના જોખમ ઓછુ થતું. એ પણ જાણવા મળ્યું છે કે કોઈપણ ગરમ ડ્રીંક સ્ટ્રેસ ને ઓછુ કરવામાં મદદ કરે છે અને અલર્ટ કરે છે
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દરરોજ એક કપ ચા સ્ટ્રોક અથવા હાર્ટ સમસ્યા ના જોખમને 4% સુધી ઓછુ કરી શકે છે. અને યુવાનો માં મરવાના જોખમને 1.5% ઓછુ કરી શકે છે. હવે જાણીએ વધુ ગરમ ચા પીવાના નુકશાન.
વધુ ગરમ ચા પીવાથી થઇ શકે છે કેન્સર :- એ પણ જાણવા મળ્યું છે કે ફ્લેનોવોઇડ આંતરડામાં ઘણા કેન્સર ના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે. અમેરિકા ના બોસ્ટન માં ટફટસ યુનીવર્સીટી ના જાણવા મળ્યું છે કે ચા ઘણી રીતે માણસને ફાયદો આપે છે, પણ એક અન્ય અભ્યાસ માં એવી ચેતવણી આપવામાં આવી છે કે વધુ ગરમ ચા ઓસોફેગલ કેન્સર ના ખતરાને વધારી શકે છે. ઓસોફેગલ કેન્સર એક એવું કેન્સર છે જે ભોજન નળીમાં કોઈપણ જગ્યાએ થઇ શકે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ કેન્સર જોવા મળ્યું છે.
2019 માં પ્રકાશિત એક રીસર્ચ અનુસાર જે લોકો વધુ ગરમ ચા પીવે છે,તેને થર્મન એન્જરી થવાનું જોખમ રહેલ છે. અને એક કપમાં ચા પીધા પછી ઓછો સમય હોવાથી ઓસોફેગ્લ કેન્સર નું જોખમ વધુ રહે છે. આ ચા નું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી