એક ચપટી મીઠાનો પ્રયોગ બનાવી દેશે તમને માલામાલ, પૈસાનો અભાવ, નકારાત્મક ઉર્જા અને ગૃહ કલેશ દુર કરી આપશે હંમેશા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધી…

મિત્રો મીઠું એક એવી વસ્તુ છે જેના વગર આપણું ભોજન અધૂરું છે. આથી જ તેને મીઠું કહેવામાં આવે છે. જો કે સામાન્ય રીતે આપણે મીઠાનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરીએ છીએ. પણ આ જ મીઠાથી તમે પોતાનું ભાગ્ય પણ ચમકાવી શકો છો. એ કઈ રીતે એ જાણવા માટે તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે. 

આપણે સૌએ પોતાના ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ જરૂર કર્યો છે. પણ શું તમે જાણો છો કે મીઠું માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતું, પણ તમને નકારાત્મક શક્તિઓથી પણ દુર રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધવામાં મદદ મળે છે.વાસ્તુ અનુસાર મીઠાને ક્યારેય પણ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. મીઠાને હંમેશા કાંચના વાસણમાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને ઘરમાં ધનની કમી નથી થતી. ચાલો તો જાણી લઈએ વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઉપાય.

નકારાત્મક શક્તિ :- દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દુર રાખવામાં મદદ કરે છે. પોતાના ઘરને નકારાત્મક ઉર્જાથી દુર રાખવા માટે તમારે પોતાના સ્નાન ઘરમાં કાંચની વાસણમાં સમુદ્રી મીઠું નાખીને રાખવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દુર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. 

ધનનો અભાવ :- વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીથી પસાર થાય છે તો એવામાં મીઠું એક અસરકારક ઉપાય છે. આ માટે તમારે એક કાંચના વાસણમાં બે ચમચી અને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ ખૂણામાં રાખવું જોઈએ, જ્યાં કોઈની નજર ન જાય. આમ કરવાથી ધનનું આગમન સુચારુ રૂપે શરુ થઈ જશે અને આર્થિક તંગી દુર થાય છે. તણાવને દુર કરવા :- જો કોઈ વ્યક્તિ તણાવથી પસાર થાય છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે વ્યક્તિએ સવારે સ્નાન કરતી વખતે સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનો તણાવ દુર થાય છે. સાથે જ વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધી જાય છે. 

પરિવારની ખુશી માટે :- જો કોઈ પરિવારમાં લોકોની વચ્ચે દરરોજ કોઈને કોઈ વાતને લઈને કલેશ અથવા ઝગડા થાય છે, તો તેવામાં તે વ્યક્તિએ પોતું લગાવતા પાણીમાં એક ચપટી કાળું મીઠું નાખીને ઘરમાં પોતું કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો કે આ ઉપાયને દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ કોઈ કારણે દરરોજ આ ઉપાય ન કરી શકાય તો મંગળવારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. 

સ્વાસ્થ્યમાં સુધાર માટે :- જો તમારા પરિવારના સદસ્યમાં કોઈ વારંવાર બીમાર રહે છે તો અથવા લાંબા સમયથી બીમાર છે તો તેની પથારીની આસપાસ કાંચની બોટલમાં મીઠું ભરીને રાખી દો. અને દર મહીને તેને બદલી નાખો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે આમ કરવાથી બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તે વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment