30 વર્ષની ઉંમરમાં બની ગયો 47 બાળકોનો બાપ, હજુ 10 બાળકોનો થશે જન્મ… આ વ્યક્તિની હકીકત જાણીને વિશ્વાસ નહિ આવે…

અમુક લોકોને જિંદગીમાં પિતા બનવાનું સુખ લગ્ન પછી જ મળે છે. તો અમુક લોકો લગ્ન પહેલા જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી લે છે. પરંતુ તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે, લગ્ન કર્યા વગરના પુરુષના 47 બાળકો હોય ? લગભગ લોકોને આ આ ખબર સાંભળીને વિશ્વાસ નહિ આવે, પરંતુ જી હા મિત્રો, અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા કેલ ગોર્ડી એક એવો માણસ છે જે 47 બાળકોનો પિતા બની ચુક્યો છે. અને થોડા જ સમયમાં તેના બીજા 10 બાળકો હજુ આ દુનિયામાં આવવાના છે.

તમને જાણીને આશ્વર્ય લાગ્યો હશે, પરંતુ કેલ ગોર્ડી ખરેખર તો એક સ્પર્મ ડોનર છે અને તેનો દાવો છે કે, દુનીમાં તેના 47 સંતાનો છે. કેલ ગોર્ડીની ઉંમર આશરે 30 વર્ષ છે અને હજુ તેના 10 સંતાનો આ દુનિયામાં જલ્દી જ પગ મુકવાના છે. કેલ ગોર્ડીના કુલ 57 બાયોલોજીકલ બાળકોમાં દુનિયામાં થઈ જશે.

એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, તેના સ્પર્મ ડોનેશનના કારણે તેની ડેટિંગ લાઈફ પર ખુબ જ ખરાબ અસર પડી રહી છે. જેના કારણે તેની કોઈ પણ રિલેશનશિપ લાંબી નથી ચાલતી.

કેલ ગોર્ડીના જણાવ્યા અનુસાર મહિલાઓ તેના સ્પર્મ ડોનેશનની વાતને લઈને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે. તેના સ્પર્મ ડોનેશન પછી ઘણી પ્રેગ્નેન્સી સફળ રહી છે, તો મહિલાઓએ તેને સોશિયલ મીડિયા પર મેસેજ કરવાનું શરુ કર્યું.

કેલ ગોર્ડીનો દાવો છે કે લગભગ 1000 મહિલાઓએ તેનું સ્પર્મ માંગ્યું અને જન્મેલા બાળકોની તસ્વીર મને મોકલતી રહે છે. તેને જે મહિલાઓ મેસેજ કરે છે તેમાંથી અમુક તો ખુબ જ અમીર હોય છે, તેને એવું પણ લાગતું કે સ્પર્મ બેંક પણ જઈ શકું. અમુક મહિલાઓએ તો તેને જોવા માટે ડેટ કરે છે, પરંતુ સાથે રહેવાનું પસંદ નથી કરતી. કેલના ઘણા એવા રિલેશન રહ્યા જે આગળ ન વધી શક્યા.

કેલ હાલ તો સ્વસ્થ રહીને સ્પર્મ ડોનર બની રહેવા ઈચ્છે છે. તેવામાં તે પોતાના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખે છે અને દરેક પ્રકારના નશાથી દુર રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર એવી મહિલાઓને સંપર્ક કરવા માટે કહે છે, જેને તેની સર્વિસની જરૂર હોય.

કેલને એ વાતની ઉમ્મીદ છે કે એક દિવસ તો તેનું ઘર જરૂર વસી જશે. તેઓ માને છે કે, કોઈ ઉદાર અને ખાસ મહિલા જ તેને સ્વીકાર કરી શકશે. તે પોતાના પાર્ટનરથી તેની વિશે કંઈ પણ છુપાવવા નથી ઈચ્છતા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment