મિત્રો તમે અનેક ફળ અને શાકભાજીનું સેવન કરતા હશો તેમજ તેનાથી તમારું શરીર પણ ફિટ રહે છે. તેથી તેને તમે તમારા ડાયટમાં સામેલ કરો છો. આવા જ એક ખોરાકમાં સફેદ કદદુ આવે છે. તેના સેવનથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સફેદ કદદુ એટલે કોળું, પરંતુ જેમ અંદરથી પીળું અને બહારથી લીલા રંગ જેવું જ કોળું મોટાભાગે જોવા મળે છે. પરંતુ અદ્દલ તેના જેવું જ સફેદ રંગનું પણ કોળું હોય છે. તેનાથી પણ આપણા સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા થાય છે. માટે આ લેખ તમને પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
સફેદ કોળુંને અંગ્રેજીમાં વ્હાઈટ પંપકિન કહે છે. તેની અંદર વિટામીન, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ વગેરે તત્વો રહેલા છે. જે શરીરને તંદુરસ્ત બનાવે છે. તેમજ શરીરને ઘણી બીમારીથી પણ દુર રાખે છે. જુના સમયમાં સફેદ કોળુંને 100 બીમારીઓની દવા માનવામાં આવતું હતું. પ્રાકૃતિક ઉપચારના રૂપમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે.સફેદ કોળુંના ફાયદા : સફેદ કોળુંની અંદર અનેક પોષક તત્વો રહેલા છે. જે શરીરને ફિટ રાખવા માટે ખુબ જ જરૂરી હોય છે. તેના જેવા શરીરને ઘણા ફાયદા થાય છે.
સાંધાના દુઃખાવા : જે લોકોને સાંધાના દુઃખાવા રહેતા હોય તમને આ સમસ્યાને દુર કરવામાં સફેદ કોળું તમને ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તે સાંધાના દુઃખાવાને દુર કરવાની સાથે કમર દર્દ, કમરનો સોજો, ગોઠણમાં દુઃખાવો વગેરે પણ દુર કરવામાં મદદ કરે છે. આમ તમારે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ.ઇમ્યુનિટી : કોરોનાકાળમાં લોકોની ઇમ્યુનિટી મજબૂત હોવી ખુબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવામાં સફેદ કોળું તમારી મદદ કરે છે. જ્યારે શરીરમાં આયરનની ઉણપ થઈ જાય છે તો વ્યક્તિને ઇમ્યુનિટીથી જોડાયેલ તકલીફ થવા લાગે છે. તેવામાં સફેદ કોળુંની અંદર ભરપુર માત્રામાં આયરન મળે છે જે ઇમ્યુનિટીની સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે. તેમજ શરીરને સંક્રમણથી પણ બચાવે છે.
શરદીનો ઈલાજ : ફ્લુ અને શરદી એટલે કે ઇન્ફલુંએન્જાને દુર કરવામાં સફેદ કોળું ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં પણ શરદીને દુર કરવા માટે સફેદ કોળુંના જ્યુસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેના પર શોધ થઈ રહી છે. તેવામાં તમારે એક્સપર્ટની સલાહ અનુસાર સફેદ કોળુંનું સેવન કરવું જોઈએ.પેશાબમાં થતી બળતરા : પેશાબમાં જલન પાછળ યુરીનરી ટ્રેક ઇન્ફેકશન એક કારણ હોય શકે છે. તેવામાં સફેદ કોળુંનું સેવન પેશાબમાં બળતરાને દુર કરવામાં મદદ કરે છે. જો કે એ સમજવું મુશ્કેલ છે કે, સફેદ કોળુંનો ક્યો ગુણ પેશાબની જલન દુર કરવામાં મદદ કરે છે. આમ સફેદ કોળુંનું સેવન પેશાબ સંબંધી અનેક સમસ્યાઓ દુર કરી શકે છે.
આંખ માટે : જે લોકો આંખની સમસ્યાથી પીડિત છે તેમણે સફેદ કોળુંનું સેવન કરવું જોઈએ. સફેદ કોળું આ સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. તેમાં વિઝનને બુસ્ટ કરવાના ગુણ રહેલા છે જે આંખની રોશની વધારે છે. આંખની બીમારી જેવી કે મોતિયોમાં પણ સકારાત્મક રૂપે કામ કરે છે.તણાવને ઓછો : સફેદ કોળુંની અંદર ટ્રીપટોફાન રહેલ છે જે માત્ર ડિપ્રેશનની તકલીફથી લડે છે, પરંતુ તણાવ અને ચિંતાને દુર કરવામાં પણ મદદ કરે છે. જો કોઈ વ્યક્તિને મગજની કોઈ તકલીફ છે તો તેણે સફેદ કોળુંનું સેવન કરવું જોઈએ, તે માનસિક વિકાર દુર કરે છે. તમારે સવારે ખાલી પેટ તેનું સેવન કરવું. તેમજ તમને કોળુંનું જ્યુસ પણ પીય શકો છો. તેનાથી તણાવ દુર થાય છે.
વજન : વ્યક્તિ ફિટ રહેવા માટે અને શરીરથી વધારાની ચરબી દુર કરવા માટે ઘણા ઉપાયો અજમાવે છે. તેવામાં વજન ઓછું કરવા માટે સફેદ કોળું ખુબ જ ઉપયોગી છે. તેની અંદર ફાઈટોસ્ટેરોલી મળે છે, જે શરીરના વજનને કંટ્રોલ કરે છે. તેથી તમે તેનું સેવન કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Oh, the GD have promoted their site by not making it copy and paste free. So ce;lebrate. The secret remains in an empty tin.