રોજ માત્ર એક મુઠ્ઠી આનું સેવન શરીરની ઘણી સમસ્યાને રાખશે કાબુમાં, મહિલાઓને થશે આ ખાસ ફાયદો…

મિત્રો દરેક લોકો આજે પોતાની તંદુરસ્તી બનાવી રાખવા માટે વિવિધ વસ્તુઓનું સેવન કરી રહ્યા હોય છે. તેમજ જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, પાચન ક્રિયા સારી કરવા માંગે છે તેમણે પોતાના ડાયેટમાં શેકેલા ચણાને જરૂર સામેલ કરવા જોઈએ. ચાલો તો શેકેલા ચણા ફાયદાઓ વિશે જાણી લઈએ.

શેકેલા ચણા એટલે કે રોસ્ટેડ ચણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેની અંદર ભરપુર માત્રામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ, ફેટી એસિડ વગેરે મળે છે. શેકેલા ચણાથી વજન તો ઓછું થાય છે પરંતુ તેના સેવનથી હાર્મોનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. આજે આ લેખમાં તમને શેકેલા ચણા ચણાની ખાસ માહિતી વિશે જણાવશું.હોર્મોનનું સ્તર : ચણાની અંદર એન્ટી ઓક્સીડેન્ટ તત્વની સાથે ફાઈટોન્યુટ્રીએટસ અને ફાઈટોએસ્ટ્રોજન વગેરે રહેલા છે. તેવામાં તે હોર્મોનના સ્તરને પણ નિયંત્રિત કરે છે. જો કોઈ મહિલા સ્તન કેન્સરથી ગ્રસ્ત છે તો તે બચાવ માટે શેકેલા ચણાનું સેવન કરી શકે છે. જ્યારે ઓસ્ટીયોપોરોસિસથી ગ્રસ્ત લોકો પણ પોતાની સમસ્યાને દુર કરવા માટે શેકેલા ચણાને પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે.

વજન : વજન ઓછું કરવા માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. આમ તેઓ ઘણી વખત પોતાના ડાયટમાં ફેરફાર કરે છે તો ક્યારેક ખાનપાનમાં. તેથી જો તમને એમ કહેવામાં આવે તો કે શેકેલા ચણાના સેવનથી વજન ઓછું કરી શકાય છે. તો તમારે તેને જરૂરથી પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. તે કેલેરીને ઓછી કરે છે અને ભૂખ પર કંટ્રોલ રાખે છે. તેવામાં તમારું વજન જલ્દી ઓછુ થાય છે.પેટની સમસ્યાઓ : પેટની સમસ્યાને દુર કરવા માટે શેકેલા ચણા સારો એવો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પ્રોટીનનો પણ સારો એવો સ્ત્રોત છે. આમ તેના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ દુર થાય છે. તે શરીરથી મળ બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમને કબજિયાત અને અપચાની સમસ્યા છે તો શેકેલા ચણાને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.

ઇમ્યુનિટી : કોરોના કાળમાં પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી આપણી પ્રથમ જરૂરી આવશ્યકતા છે. તેવામાં તમને જાણવા મળે કે શેકેલા ચણાના સેવનથી ઇમ્યુનિટી મજબુત કરી શકાય છે તો તમે જરૂરથી તેને પોતાની ડાયટમાં સામેલ કરશો. શેકેલા ચણા ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સારો વિકલ્પ છે. શેકેલા ચણાની અંદર ફોસ્ફરસ, મેગ્નેશિયમ, થાયમીન વગેરે પોષક તત્વ રહેલા છે. જે પ્રતિરક્ષા પ્રણાલી મજબુત કરે છે સાથે સંક્રમણથી પણ દુર રાખે છે.બ્લડ પ્રેશર : બ્લડ પ્રેશર માટે પણ શેકેલા ચણા સારો એવો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, જે લોકો પોતાની ડાયટમાં શેકેલા ચણા સામેલ કરે છે તેમની રક્ત નળીઓમાં ઇલેક્ટ્રોલાઈટ સુચારુ રૂપે કામ કરે છે. સાથે જ તે રક્તચાપ ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેવામાં ઉચ્ચ રક્તચાપથી પીડિત લોકોએ શેકેલા ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.

આમ જો આપણે પોતાના ડાયટમાં શેકેલા ચણાને સામેલ કરીશું તો તેનાથી ઘણા ફાયદાઓ થશે. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, પેટની તકલીફ છે, તેમજ શરીરને લગતી અન્ય બીમારીઓ છે તેમને એક વખત પોતાના ડોક્ટરની સલાહ લઈને શેકેલા ચણાનું સેવન શરૂ કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment