આપણી આસપાસ અનેક પ્રકારના ફૂલ, છોડ, વૃક્ષ, વનસ્પતિ જેવી અનેક કુદરતી સંપત્તિ આવેલી છે. અને તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હાજર હોય છે. તેના ગુણો વિશે આપણને જાણ નથી હોતી. તેવા જ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક નોબચીના ફૂલ છે. જે ખરેખર ખુબ જ હેલ્ધી હોય છે. આ એક રસીલો છોડ દુનિયાભરના દરેક ભાગમાં ઉપલબ્ધ હોય છે.
આને ઓફિસ છોડ પણ કહેવાય છે. કારણ કે તે ઓફિસ જવાના સમયે ખીલે છે છૂટવાના સમયે મુરઝાઇ જાય છે. આના છોડમાં અનેક રંગના ફુલો થાય છે અને આવા રંગબેરંગી ફૂલો આપણા આંગણાની શોભા પણ વધારે છે. ગરમીની ઋતુમાં આ ફૂલ ઘરમાં લગાવવાથી ઠંડક મળે છે. આ ફૂલના ઉપયોગથી તમે શરીરની અનેક સમસ્યાઓ દૂર કરી શકો છો. આ ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તો આજે તમને ઉપયોગી એવા નોબચીના અનેક સ્વાસ્થ્ય લાભ વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
નોબચી ફૂલના ફાયદા અને ઉપયોગ કરવાની રીત:- અત્યારે હાલ ચોમાસું છે, પરંતુ ઉનાળામાં નોબચીના ફૂલનો ઉપયોગ કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. આ બળતરા, માથાનો દુખાવો, અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે.આવો જાણીએ નોબચીના ફૂલ અને પાનના ફાયદા અને ઉપયોગ કરવાની રીત.1) એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર:- નોબચી એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેના સેવનથી ડેમેજ સેલ્સને રિપેર કરી શકો છો. આ બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે. નોબચીના ફૂલોમાં આલ્ફા ટોકોફૈરોલ, બીટા કેરોટીન જેવા પોષક તત્વો ભરપૂર રૂપે હોય છે. સાથે જ આ બીજા અનેક જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.
2) ડાયાબિટીસ નિયંત્રિત કરે:- બચીના ફૂલમાંથી તૈયાર અર્કનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે. આ ટાઈપ 2 ડાયાબિટીસ માટે અત્યંત લાભદાયક છે. આમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
3) ડિહાઇડ્રેશનથી બચાવે:- નોબચીના ફૂલોનો અર્ક મિક્સ કરીને પીવાથી શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય છે. આ તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. સાથે જ સાંધામાં ચીકાશને વધારે છે.
4) આંખો માટે સ્વાસ્થ્યવર્ધક:- નોબચીમાં વિટામીન એ ઉપલબ્ધ હોય છે. જે આંખોની તકલીફને દૂર કરે છે. તેનાથી તમારી આંખો સ્વસ્થ રહે છે. સાથે જ આ આંખોમાં જો ધૂંધળું દેખાતું હોય તો તે સમસ્યાને પણ દૂર કરે છે.5) લીવરને સ્વસ્થ રાખે:- લીવરને સ્વસ્થ રાખવા માટે નોબચીના ફૂલોનો અર્ક હેલ્ધી હોય છે. આ મેટાબોલિઝમ અને ઓક્સિડેટીવ તણાવના સ્તરને નિયંત્રિત કરે છે, તેનાથી તમારા લીવરથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થાય છે.
6) હેવી બ્લડિંગથી રાહત:- કેટલીક મહિલાઓને વધુ રક્ત સ્ત્રાવની સમસ્યા થાય છે, એવામાં નોબચી તમારા માટે લાભદાયક બની શકે છે. આ શરીરમાં લોહીની ઉણપને ઘટાડે છે, સાથે જ વધુ પડતા રક્તસ્ત્રાવથી પણ બચાવે છે.
7) એલર્જી:- નોબચીના ઉપયોગથી તમે એલર્જીની સમસ્યાને દૂર કરી શકો છો. જો કે તમે એલર્જીની સમસ્યાથી ગંભીર રૂપથી અસરગ્રસ્ત હોવ તો તેવી સ્થિતિમાં એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.8) માથાના દુખાવામાં રાહત:- નોબચીમાં હાજર ઔષધીય ગુણ માથાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકે છે. આમાં અનેક પ્રકારના રોપ્રોટેક્ટિવ, એન્ટીમાઇક્રોબીયલ, એન્ટી ડાયાબિટીક, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ઈમ્પ્લેમેટરી, એન્ટી-અલ્સરોજેનિક અને એન્ટી ટ્યુમર, એનાલ્જેસિક, ફ્રી રેડિકલની મુશ્કેલી દૂર કરવાના ગુણ હોય છે. આ માથાના દુખાવા જેવી મુશ્કેલીથી રાહત આપે છે.
9) સોજો ઘટાડે:- નોબચીમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે. તેના ઉપયોગથી સોજાને ઘટાડવામાં મદદ મળે છે. સોજા વાળી જગ્યા પર નોબચીના ફૂલની તૈયાર પેસ્ટ લગાવો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.
10) ચહેરાનો નિખાર વધારે:- તમે તમારા ચહેરા પર દરરોજ આ છોડના કેટલાક પાનને પીસીને લેપ બનાવીને તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી થોડાક જ દિવસોમાં તમારા ચહેરામાં નિખાર આવવા લાગશે કારણ કે આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે.11) સફેદ અને ખરતા વાળની સમસ્યાને રોકે:- જો તમે સફેદ વાળ કે ખરતા વાળની સમસ્યાથી પરેશાન હોવ તો તમે નોબચીના છોડના પાનની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા વાળના મૂળમાં લગાવો. આમ દરરોજ કરવાથી તમને સફેદ વાળ અને ખરતા વાળની સમસ્યાથી હંમેશા માટે છુટકારો મળશે.
12) વાગેલા ઘાવ ને જલ્દી ભરે:- જો તમારા શરીરમાં કોઈ પણ જગ્યા પર ઘાવ કે વાગ્યું હોય તો તમે શરીરના એ ભાગમાં નોબચીના છોડના પાનને પીસીને લગાવી લો. આના પાનને પીસીને લગાવવાથી ખુબ જ જલ્દી દુખાવામાં આરામ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Helpfull
Very very nice information