જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.- જાણો ક્યાં ક્યાં કારણે થાય છે લીવર ખરાબ.

જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.

આપણું શરીર અવનવા અવયવોનું બનેલું છે. આ તમામ અવયવો પોતપોતાનું કામ કરીને પુરા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. જો આમાંનો એક અવયવ પણ ખરાબ થાય તો પુરા શરીરનું સંતુલન બગડી જાય છે. તેથી આપની ફરજ છે કે, તમામ અવયવોની યોગ્ય માવજત કરી તેને તંદુરસ્ત રાખવા.

ચાલો તમને પહેલા શરીરના સૌથી મોટા-મોટા અવયવોની માહિતી આપીએ તે તમારું જ્ઞાન વધારવા ઉપયોગી થશે. આપણા શરીરના ટોપ- ૧૦ મોટા અવયવો નીચે મુજબ છે.

(1)ચામડી – શરીરનું સૌથી મોટુ અવયવ છે. અંદાજે તેનું એવરેજ કુલ વજન 1.8 કિ.ગ્રા.જેટલું  હોય છે.  (2) લીવર 1560 વજન ગ્રામ હોય છે. (3) મગજ  126૩ ગ્રામ  (4) ફેફસા 1090 ગ્રામ (5) હદય 315 ગ્રામ(પુરુષ) અને 265 ગ્રામ (સ્ત્રી)  (6) કીડની 290 ગ્રામ   (7) બરોળ 170 ગ્રામ (8) સ્વાદુપિંડ 98 ગ્રામ  (9) થાઈરોઈડ 35 ગ્રામ  (10) પ્રોસ્ટેટ ગ્રંથી ૨૦ ગ્રામ.

આજે આપણે વાત કરવાની છે આપણા શરીરના બીજા નંબરના સૌથી મોટા અવયવ “લીવરની”. આપણા શરીરમાં લીવર પણ એક મહત્વનું અંગ છે. તે આપણા શરીરમાં પેટની ઉપર જમણા ભાગમાં આવેલું હોય છે. લીવર આપણા શરીરમાં રહેલા દુષિત પદાર્થને ફિલ્ટર કરીને આપણા લોહીને શુદ્ધ બનાવે છે અને આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તમને ખબર નહિ હોય પણ આપણું લીવર શરીરના લગભગ 350 કરતા પણ વધુ કર્યો કરવામાં મદદ કરે છે. કોઈ કામ સીધી રીતે કરે છે અને કોઈ કોઈ કામ બીજા અંગો જેમકે, આંતરડા, કીડની, હદય, મગજ વગેરે સાથે સાંકળીને કરે છે.

પણ જયારે શરીરમાંનું લીવર નબળું પડે ત્યારે આપણા શરીરમાં મોટા ભાગના કામ ખોરવાઈ જતા હોય છે. તેમજ અગણિત બીમારીઓનો સામનો કરવાનો સમસ્ય આવી જાય છે. પણ જયારે આપણું લીવર થોડું નબળું પડે ત્યારે આપણું શરીર આપણને નાની બીમારીઓ રૂપે સંકેત આપે છે. જો તે બીમારીઓને આપણે અવગણીએ તો આપણને લાંબા સમયે અસાધ્ય બીમારીઓ થઇ શકે છે.

તો ચાલો જોઈએ કે તે ક્યાં સંકેત છે કે, જેનાથી ખબર પડી શકે કે આપણું લીવર ખરાબ કે નબળું પડતું જાય છે.

(1) પેટનું વારંવાર ખરાબ રહેવું કે વધુ પડતા ઓડકાર ખાવા.

પેટનું વારંવાર ખરાબ રહેવું, ગભરામણ થવી, વધુ પડતા ઓડકાર ખાવા, અપચો રહેવો આ બધા લીવર ખરાબ હોવાના શરૂઆતના લક્ષણ છે. જયારે શરીરમાં બહુ દુષિત પદાર્થની માત્ર વધી જાય ત્યારે આપણું લીવર બરોબર ખોરાક પચાવી શકતું નથી. તેનાથી ચયાપચયની ક્રિયા ઠીકથી થઇ શકતી નથી. જો આવી પેટની બીમારી તમને વારંવાર થતી હોય તો કદાચ આનો સબંધ તમારા લીવર સાથે પણ હોય શકે છે. તેથી ડોક્ટર પાસે જઈને લીવરની તપાસ કરાવવી જરૂરી છે.

(2) વજન સામાન્ય કરતા વધુ વધી જવો.

શરીરના વધુ પડતા દુષિત પદાર્થોને લીધે જયારે લીવર પર વધુ ભાર વધે છે ત્યારે લીવરમાં રહેલા ટોક્સીન્સ શરીરના ફેટ સેલ્સમાં જમા થવા લાગે છે. અને ધીમે ધીમે ચરબી વધતી જાય છે. આ ચરબી લાંબા સમયે મોટાપા તરીકે પણ ઓળખવા લાગે છે. જે લોકો નિયમિત જીમ કરતા હોય તેમ છતાં તેની ચરબી તેમજ વજનમાં જરા સરખો પણ ફેર ના પડતો હોય તો તેમને એક વાર લીવર તરફ પણ નજર કરી લેવી જોઈએ.

(3) મોં માંથી દુર્ગંધ આવવી.

આપણી કેટલીક ખરાબ ખાનપાનની રીતને લીધે મો માંથી ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. તમને ખબર જ હશે કે આપણા શરીરના અંગો એક બીજા સાથે સાંકળીને કાર્ય કરે છે, જયારે લીવર ખરાબ થાય તો તેનાથી પેટ પણ ખરાબ થાય છે પરિણામ સ્વરૂપ આપણા મોં માંથી ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. જો સરખું મોં સાફ કાર્ય પછી પણ દુર્ગંધ આવે તો લીવર પર ધ્યાન આપવું આવશ્યક છે.

(4) પગમાં તેમજ ઘૂંટીમાં સોજા ચડવા.

જયારે આપનું લીવર ખરાબ હોય ત્યારે તે ખુદ જ આપમેળે ઠીક થવાની કોશિશ કરે છે. જયારે લીવર આટલું બધું કામ એક સાથે કરે છે ત્યારે તે ખુબજ ધીમું પડી જાય છે. તેનાથી આપણા શરીરના નીચલા ભાગમાં એટલે કે, ગોઠણથી નીચેના ભાગમાં સોજો આવવા લાગે છે. આ સોજો મોટાભાગે પગ અને ઘૂંટીમાં સોજો આવવા લાગે છે. આ સોજામાં આમ તો ક્યારેય દુખાવો થતો નથી. પણ આ સોજાને નજરઅંદાજ કરવા નહિ.

(5) આંખો, ત્વચાનો રંગ પીળો થવો.

મોટે ભાગે આપણે પીળા રંગની બિમારીને કમળાના નામથી ઓળખીએ છીએ. પણ આ કમળો જ લીવર ખરાબ થવાથી થાય છે. જયારે લીવર નબળું પડી જાય છે ત્યારે શરીરમાં “બીલુરુબીન” નામના પીળા રંગના તત્વની માત્ર વધી જાય છે. આ તત્વ વધવાનું એક કારણ લીવરનું નબળું પડવું પણ છે.

(6) ભૂખ ઓછી લાગવી.

જયારે આપણને ભૂખ ઓછી લાગે છે ત્યારે તેનું એક કારણ લીવરનું ખરાબ થવું પણ છે, કેમ કે જયારે આપણું શરીર ઠીકથી પાચન નથી કરી શકતું તેથી શરીરની સીસ્ટમ ધીમી પડી જાય છે, અને આપણને ભૂખ ઓછી લાગે છે. જમ્યા બાદના ઉબકા, ચક્કર, અપચો એ બધા નબળા લીવરના લક્ષણો પણ કહેવાય છે.

(7) વધુ પરસેવો વાળવો.

જયારે આપણને જરૂર કરતા પણ વધુ પરસેવો વળે છે ત્યારે તે પણ આપણા લીવર માટે ઠીક સંકેત નથી કેમ કે, જેમ થાકી ગયેલું એન્જીન વધુ ગરમ થાય છે તેમ આપણું ખરાબ લીવર પણ વધુ ગરમી પેદા કરે છે અને તેનાથી શરીરનું તાપમાન પણ ગરમ રહે છે તેથી આપણને જરૂરત કરતા પણ વધુ પરસેવો થાય છે.

આ હતા કેટલાક એવા લક્ષણો કે, જેનાથી ખબર પડે કે આપણા લીવરની તંદુરસ્તી થોડી ઓછી થઇ ગઈ છે તેથી આપણે લીવરને તંદુરસ્ત રાખવા માટે ના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ અને ડોક્ટરની સલાહ પણ લઇ લેવી જોઈએ.

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો. તમારા પ્રોત્સાહન થી અમે વધુ સારા લેખો પોસ્ટ કરવા પ્રોત્સાહિત થઈશું.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Leave a Comment