રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

 

રામાયણ એટલે ભગવાન શ્રીરામની જીવન ગાથા. રામાયણમાં ભગવાન શ્રીરામે રાક્ષસરાજ રાવણને હરાવ્યો. જયારે સીતામાતાનું રાવણે હરણ કર્યું ત્યારબાદ ભગવાનશ્રી રામ તેમજ સમગ્ર વાનરસેના લંકા જઈ પહોંચ્યા ત્યારે તે જગ્યા પર રાવણ તેમજ શ્રીરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણના અનેક મહાબલી યોદ્ધા માર્યા ગયા. અમુક લોકોએ રાવણને સમજાવ્યો કે, શ્રીરામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, તે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે. છતા પણ રાવણે કોઈની વાત માની નહિ, અને યુદ્ધ શરુ રાખવા જ આજ્ઞા કરી.

 

એક તરફ તેમના ભાઈ વિભીષણને પણ મહેલ બહાર જવાનો આદેશ આપી દીધો. ત્યારબાદ રાવણની સેનાના બધા યોદ્ધા એક પછી એક મારવા લાગ્યા અંતે રાવણ ખુદ રણભૂમી પર આવ્યો અને પછી મહાભયંકર યુદ્ધ શરુ થયું, શ્રીરામે વિભીષણની મદદથી રાવણની નાભી પર પ્રહાર કરતા રાવણનું મૃત્યુ થયું હતું. પણ રાવણ હજુ મૃત્યુ પામે તે પહેલા તે થોડો સમય રણભૂમિમાં ઘવાયેલો પડ્યો હતો.

ત્યારે ખુદ ભગવાન શ્રીરામે અનુજ લક્ષ્મણને કહ્યું કે, હે લક્ષ્મણ લંકાપતિ રાવણ એક મહાજ્ઞાની, મહા રાજનીતિજ્ઞ, તમામ વિદ્યાનો જાણકાર તેમજ વેદો અને પુરાણોના જ્ઞાતા છે. તેમની પાસે તમે જાવ અને જીવન વિષયક તેમજ રાજનીતિ વિષયક જ્ઞાન તેમની પાસેથી મેળવો. જે જ્ઞાન તમને લંકાપતિ પાસેથી મળશે તે તમને કોઈ નહિ શીખવી શકે. તેથી ભગવાન શ્રીરામની આજ્ઞા માનીને લક્ષ્મણજી મહાજ્ઞાની રાવણ પાસે તેના અંતિમ સમયમાં જ્ઞાન મેળવવા જાય છે.

લંકાપતિ રાવણ જ્યાં મરણાવસ્થામાં હતા ત્યાં જઈ લક્ષ્મણજી પહોચ્યા અને તેના મસ્તિષ્ક પાસે જઈને ઉભા રહ્યા, થોડા સમય બાદ પણ લંકાપતિ રાવણ કંઈ ના બોલ્યા તેથી લક્ષ્મણજી પરત શ્રીરામ પાસે જઈને બોલ્યા કે મને કોઈ જ્ઞાન ના મળ્યું. તેથી ભગવાન શ્રીરામ બોલ્યા, કે “જયારે પણ આપણે કોઈ પાસે જ્ઞાન મેળવવું હોય ત્યારે તેના ચરણોની પાસે જઈને મેળવવું જોઈએ, મસ્તિષ્ક પાસે જઈને જ્ઞાન ના મેળવી શકાય, તે જ્ઞાન આપનારનું આપમાન કર્યું ગણાય.” તેથી ફરીથી લક્ષ્મણજી લંકાપતિ પાસે ગયા અને તેના ચરણો પાસે ઉભા રહ્યા. ત્યારે મહાજ્ઞાની રાવણે તેમને ત્રણ ગુપ્ત વાતો જણાવી કે જેના દ્વારા સમગ્ર જ્ઞાન તેમને લક્ષ્મણજીને આપ્યું.

ચાલો જોઈએ કે, આ ત્રણ વાતો કઈ કઈ છે. આ ત્રણ વાતો આપણે પણ જો આપના જીવનમાં ઉતારીએ તો આપના જીવનમાં જ્ઞાનની દિશામાં વધુ સારી પ્રગતિ થઇ શકે છે. આ ત્રણ વાતો આપણા જીવનની સફળતાની ચાવી સમાન છે.

(૧)  પહેલી આ વાત દ્વારા લંકાપતિએ સમજાવ્યું હતું કે,

આપના જીવનમાં આપણે કેટલાક ખોટા કાર્યો વહેલા કરી નાખીએ છીએ કે, જેના કારણે આપણે શુભ કાર્ય કરી શકતા નથી. મેં પણ વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીરામને ઓળખવામાં બહુ મોડું કર્યું તેથી જ મારો આ હાલ થયો છે. માટે હે “લક્ષ્મણ તમે યાદ રાખો કે, શુભ કાર્ય જેટલું વહેલું થઇ શકે એટલું વહેલું કરો અને ખરાબ કાર્ય જેટલું દુર કે મોડું કરી શકાય એટલું મોડું કરો. જે આ શુભ લક્ષણ ધરાવતો હોય એજ સમય જતા જ્ઞાની પુરવાર થશે.”

માટે હે લક્ષ્મણ યાદ રાખો કે, શુભ કાર્ય જેટલું જલ્દી થઇ શકે એટલું વહેલું કરવું અને ખરાબ કાર્ય જેટલું દુર કરી શકે એટલું દુર કરવું. (પહેલી વાત)

(2)   લંકા પતિ રાવણે બીજી વાત આવી રીતે લક્ષ્મણજીને કહી કે,

આપણે જયારે કોઈ યુદ્ધ કે કોઈ બીજી બાબતમાં આપણા હરીફને નબળો ગણવા લાગીએ છીએ તે જ વાત આપના પતનની શરૂઆત કરે છે. આપના હરીફોને ક્યારેય કમજોર ના સમજવા જોઈએ. ગમે તેટલો નાનો હરીફ હોય છતાં પણ તે તેની મજબુત બાજુનો આપણે વિચાર કરી લેવો જોઈએ.

મારી પણ એ ભૂલ થઇ ગઈ કે, મેં વાનરો તથા રીછની સેના ને તુચ્છ ગણી અને તે જ સેના આજ મારા પુરા રાજ્યના વિનાશનો કારણ બની. મેં પણ મારી અમરતાનું વરદાન માગ્યું ત્યારે મેં મનુષ્યના હાથે મારવાનું વરદાન ના માગ્યું કેમ કે, હું મનુષ્યને તુચ્છ સમજતો હતો, તેથી આજ વિષ્ણુના મનુષ્ય રૂપે અવતાર એવા શ્રીરામ જ મારી મૃત્યુના કારણ બન્યા. માટે હે, દશરથ પુત્ર લક્ષ્મણ, યાદ રાખો કે, ક્યારેય શત્રુને તુચ્છ કે નબળો કે નાનો ગણવો નહિ, નહીતર એ જ તમારા વિનાશનું કારણ બનશે.( બીજી વાત)

(૩) લંકાપતિએ લક્ષ્મણજી ને ત્રીજી અને અંતિમ વાત સમજાવતા કહ્યું કે,

હે લક્ષ્મણ યાદ રાખો હંમેશા તમારા વિનાશમાં તમારો જ હાથ રહેલો હોય છે, એટલે કે તમે જો ખુદ જ તમારા રહસ્ય બધાને જણાવી દો તો એ જ રહસ્ય તમારા વિનાશનું કારણ બને છે, મારું રહસ્ય મારા નાના ભાઈ વિભીષણને ખબર હતી કે, મારું મૃત્યુ મારી નાભિમાં જ રહેલું છે એટલે એ જ મારા મૃત્યુનો કારણ બન્યો. જો મેં મારું આ રહસ્ય મારા ભાઈને ના જણાવ્યું હોત તો આજ મારો મૃત્યુનો સમય ના આવ્યો હોય.

મારી પણ ભૂલ થઇ ગઈ કે , મેં મારું રહસ્ય કોઈને જણાવી દીધું. માટે હે લક્ષ્મણ તમે યાદ કહો કે, ક્યારેય તમારું રહસ્ય કોઈને  ના કહો કેમ કે, એ જ રહસ્ય તમારા વિનાશનું કારણ બની શકે છે.(ત્રીજી વાત)

 

તો આ હતી એ ત્રણ વાતો જે મરણ સમયે રાવણે લક્ષ્મણજીને કહી હતી. આ વાત જો આજના તમામ લોકો જીવનમાં ઉતારે તો આજના સમયમાં તેને કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડતો નથી. મહા જ્ઞાની રાવણે જે આ વાત કરી છે તે તમામને આ વાત યાદ રાખવી જોઈએ. જો આ વાત યોગ્ય લાગે તો શેર કરવા વિનંતી. જેથી બીજા લોકો પણ રાવણની આ ત્રણ સારી વાતો જાની શકે. – ધન્યવાદ.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

 

Leave a Comment