મિત્રો સરસવનું તેલ તમે ઉપયોગમાં લેતા હશો. જો કે સરસવ તેલના ઘણા ફાયદાઓ છે. એનાથી તમારા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દુર થાય છે. આયુર્વેદમાં સરસવ તેલના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. સરસવ તેલમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેનું સેવન તમારા શરીરની તંદુરસ્તી માટે સારું માનવામાં આવે છે.
આયુર્વેદમાં સરસોના તેલનું મહત્વ ઘણું છે. આ તેલ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હેલ્થી નથી હોતું, પરંતુ તેના ઉપયોગથી તમે તમારી સ્કીન અને વાળમાં પણ ચમક લાવી શકો છો. મોટાભાગના લોકો સરસોના તેલનો ઉપયોગ રસોઈ માટે પણ કરે છે, તેમજ લોકો માલિશ કરવા માટે પણ સરસોના તેલનો ઉપયોગ કરતાં હોય છે. માત્ર સરસોના તેલની માલિશ કરવાને બદલે તેમાં લસણ અને અજમો મિક્સ કરવો.સરસોના તેલમાં લસણ અને અજમો મિક્સ કરીને માલિશ કરવાથી ઘણા પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. ખાસ કરીને તે તમારા શરીરનો થાક અને દુખાવો દૂર કરવામાં અસરકારક હોય છે. આવો જાણીએ સરસોના તેલ, લસણ અને અજમાથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિષે.
લસણ, અજમો અને સરસોના તેલના ફાયદા:- શરદી-ઉધરસ અને તાવ જેવી સમસ્યામાં તમે જો આ તેલથી તમારી છાતીની માલિશ કરો તો તેનાથી તાવ, શરદીથી થોડા જ દિવસોમાં છુટકારો મળી શકે છે. જે લોકોને શરદી ઉધરસ હોય તેમના માટે સરસો તેલથી માલીશ કરવી લાભદાયી છે. શરીરના સોજાને મટાડવા માટે સરસોનું તેલ, લસણ અને અજમાની મસાજ કરો. તેનાથી સોજા મટી શકે છે. જયારે તમારા શરીર પર સોજા ચડી જાય ત્યારે તેના ઈલાજ માટે તમે સરસો તેલથી માલીશ કરી શકો છો.
સંક્રમણથી બચવા માટે પણ આ તેલથી નિયમિત રીતે શરીરની માલિશ કરો. તમારા શરીરની સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો. ડિલિવરી બાદ, સરસોનું તેલ, લસણ અને અજમાથી શરીરની માલિશ કરો. તે તમારા માટી ખૂબ જ હેલ્થી સાબિત થઈ શકે છે.શારીરિક થાક દૂર કરવા માટે સરસોનું તેલ, લસણ અને અજમો ખૂબ જ લાભદાયી થઈ શકે છે. આ તેલથી બોડી મસાજ કરશો તો, શારીરિક નબળાઈ પણ દૂર થાય છે. જયારે તમારું શરીર કમજોરી અનુભવે તેમજ થાકનો અનુભવ કરે તેના માટે તમે સરસોના તેલથી માલીશ કરી શકો છો.
પગના દુખાવાથી આ તેલ છુટકારો અપાવી શકે છે. જે લોકોને કાયમ માટે પગનો દુખાવો રહેતો હોય તેના માટે સરસોનું તેલ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. નસોમાં થતાં સોજાને મટાડવા માટે પણ આ તેલથી નિયમિત રીતે માલિશ કરી શકાય છે. જો તમને નસનો દુખાવો રહેતો હોય તો તમે સરસોનું તેલ વાપરી શકો છો.
કેવી રીતે તૈયાર કરવું સરસો, લસણ અને અજમાનું તેલ?:- લસણ, અજમો અને સરસોનું તેલ તૈયાર કરવા માટે સૌથી પહેલા એક કપ સરસોનું તેલ લેવું. હવે તેને થોડું ગરમ કરો. જ્યારે તે થોડું ગરમ થઈ જાય તો, તેમાં લસણની 10થી 12 કળી ફોલિને નાખો. ત્યાર બાદ તેમાં 1 ચમચી અજમો નાખવો. આ તેલને સરખી રીતે ગરમ કરો. જ્યારે તેલમાંથી લસણ અને અજમાની સુગંધ આવવા લાગે તો ગેસ બંધ કરી લેવો.
ત્યારબાદ તેલને ઠંડુ કરવું. હવે તમે તેને સ્ટોર કરીને રાખો. જરૂર પડે તો આ તેલથી હાથ-પગ અને પીઠની માલિશ કરો. તેનાથી ઘણો આરામ મળે છે. સરસો, લસણ અને અજમાનું તૈયાર કરેલ તેલ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી હોઈ શકે છે. જોકે, તમને જો સરસોના તેલથી એલર્જીની ફરિયાદ હોય તો પેચ ટેસ્ટ કર્યા પછી જ આ તેલનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી