આ રાશિના જાતકોએ ભૂલથી પણ ક્યારેય આ વીંટી ન પહેરાવી જોઈએ….. નહિ તો થઇ જશો બરબાદ…
આજકાલ લોકો પોતાના શોખ માટે વીંટી તો પહેરી લે છે પરંતુ એ લોકો એ નથી જાણતા કે તે વીંટી તેના માટે શુભ સાબિત થાય છે કે પછી અશુભ. તો આજે અમે તમને જણાવશું કે કંઈ રાશિ વાળા જાતકોએ ભૂલથી પણ વીંટી ન પહેરવી જોઈએ.
img source
સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિની. તો આ લોકો માટે ચંદ્ર ત્રીજા ઘરનો માલિક હોય છે જે અકારક છે. વૃષભ રાશિના જે જાતકોની જન્મ કુંડળીમાં ચંદ્ર લગ્નમાં ન બેઠો હોય તો તેમણે મોતી વાળી વીંટી ન પહેરવી જોઈએ. મોતી પહેરવાથી બાહ્ય સંબંધો ખરાબ થઇ શકે છે. તેમજ કંઈક ખરાબ પણ થઇ શકે છે.
ત્યાર બાદ છે મિથુન રાશિ. આ રાશિના લગ્નનો ચંદ્ર બીજા ઘરનો માલિક હોય છે તેથી મિથુન રાશિવાળા જાતકોએ પણ મોતી ન પહેરવું જોઈએ નહિ તો થઇ શકે છે ભારે નુકશાન. આ ઉપરાંત તે લોકો જો મોતીવાળી વીંટી પહેરશે તો તેઓને માનસિક તણાવનો સામનો પણ કરવો પડે છે.
img source
સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના લગ્નનો ચંદ્ર બારમાં ઘરનો માલિક હોય છે. તેથી તેમણે પણ મોતીવાળી વીંટી ન પહેરવી જોઈએ. જો સિંહ રાશિના જાતકો મોતીની વીંટી પહેરશે તો તેમણે ભારે ખર્ચો થશે. તેમજ શરદી, ઉધરસ તેમજ તાવ જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે.
કન્યા રાશિની વાત કરીએ તો તેના લગ્નમાં ચંદ્ર અગિયારમાં ઘરનો સ્વામી હોય છે. તે અકારક હોય છે તેથી તેમણે પણ મોતી ન પહેરવું જોઈએ. જો તેઓ મોતી પહેરે તો એવું બની શકે કે તેમની આવક વધી જાય. પરંતુ તેના જીવનમાં જે મુશ્કેલીઓ આવશે તે તેની આવક કરતા પણ વધારે હશે માટે તેમણે મોતી ન પહેરવું જોઈએ.
img source
વૃષિક રાશિના જાતકોનો ચંદ્ર ભાગ્યના સ્થાનનો સ્વામી છે. પરંતુ અહીં એક સમસ્યા છે કે ચંદ્ર આ રાશિમાં નશીલા સ્તરનો થઇ જાય છે માટે વૃષિક રાશિના લોકોએ મોતી તો પહેરવું જોઈએ પરંતુ તેમણે સાથે ચંદ્ર યંત્ર પણ પહેરવું જોઈએ. ચંદ્ર યંત્ર વગર મોતી ન પહેરવું કારણ કે તે યંત્ર તમારા ચંદ્રનું સ્તર ઊંચું લાવશે અને મોતી તમારા માટે ભાગ્ય લાવશે માટે બંને સાથે પહેરવું.
img source
ધન રાશિના જાતકોએ પણ મોતી ન પહેરવું જોઈએ. કારણ કે આ રાશિનો ચંદ્ર આઠમાં ઘરનો માલિક હોય છે જે અશુભ ગણાય છે. અને જો તેઓ તેમ છતાં પણ મોતી પહેરશે તો તેમને ખરાબ સપનાઓ આવશે તેમજ તેમનું મન પણ દુઃખી રહેવા લાગશે.
મકર રાશિમાં ચંદ્ર સાતમાં ઘરનો સ્વામી હોય છે જે શુભ નથી ગણાતું માટે તેમણે પણ મોતી ન પહેરવું જોઈએ અને જો આ રાશિના લોકો મોતી પહેરશે તો તેમના મનમાં ખોટા વિચારો આવશે.
img source
કુંભ રાશિના જાતકોનો ચંદ્ર છઠ્ઠા ઘરનો સ્વામી હોય છે જે અકારક મનાય છે અને જો આ રાશિના જાતકો મોતી પહેરશે તો તેમને શરદી, ઉધરસ જેવી બીમારીઓ તો થશે પરંતુ મિત્રો પણ શત્રુ બની જાય તેવું પણ બની શકે છે. આ ઉપરાંત માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે માટે આ રાશિના જાતકોએ મોતી ન પહેરવું જોઈએ.
આ ઉપરાંત મેષ, કર્ક, તુલા તેમજ મીન રાશિવાળાએ મોતી પહેરવું જોઈએ કારણ કે તેનો ચંદ્ર શુભ સ્થાન પર આવે છે જે તેમને ફાયદો અપાવી શકે છે.
img source
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી