મિત્રો તમે કદાચ ખજૂરનું સેવન કર્યું હશે. તેમજ તેના ગુણો વિશે પણ તમે જાણતા હશો. તેના સેવનથી તમારું હૃદય અને મગજ બંને સ્વસ્થ રહે છે. તેમજ તેનાથી તમારા શરીરની બીજી અનેક સમસ્યાઓ દુર થાય છે. પણ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તમને નુકશાન પણ થઇ શકે છે. આથી ખજૂરનું સેવન તમારે સમજી વિચારીને કરવું જોઈએ.
ખજૂર એ સુકા ફળો માંથી એક છે જે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ખજૂરને જુના જમાનામાં સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ માટે દવાની જેમ ઉપયોગ કરવામાં આવતો હતો. ખજૂરમાં ઘણા પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલા છે. જે તેના ઔષધીય ગુણોમાં વધારો કરે છે. પણ થોડા પ્રમાણમાં ખાવા જ ફાયદાકારક છે.1) એક દિવસમાં કેટલા ખજૂર ખાવા જોઈએ:- અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખજૂરમાં સેલેનીયમ સહિત 15 ખનીજ હોય છે જે કેન્સરથી લડવા માં પ્રભાવી છે. અને પ્રતિરક્ષા પ્રણાલી મજબુત બનાવે છે. ખજૂરમાં 23 એમીનો એસીડ અને અસંસૃપ્ત ફેટી એસીડ જેવા પામીટોલીક, ઓલિક, લીનોલીક અને લીનોલેકીન એસીડ હોય છે. આ લાભો નો આનંદ લેવા માટે દિવસમાં માત્ર 3 ખજૂરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પરિણામ માત્ર ઓછામાં ઓછુ એક અઠવાડિયા સુધી ખજૂરનું સેવન કરવું જરૂરી છે.
2) ખજૂર ખાવાથી હૃદય હેલ્દી રહે છે:- જાણવા મળતી માહિતી મુજબ ખજૂરને હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં રહેલ એન્ટી ઓક્સીડેંટ ગુણ આર્ટરી સેલ્સ થી કોલેસ્ટ્રોલને દુર કરવામાં તમારી મદદ કરે છે. જે હાર્ટ એતેકે અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે.3) ખજૂર ખાવાથી હાડકાઓ મજબુત બને છે:- ખજૂરમાં રહેલ મેગ્નેશિયમ, સેલેનીયલ, કોપર અને મેગ્નીજ હાડકાઓને મજબુત કરવાથી સાથે જ તેને લગતી બીજી અનેક બીમારીઓને પણ દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય ખજૂર વિટામીન કે થી ભરપુર હોય છે. જે લોહીને જાડું કરવા અને હાડકાઓને મેટાબોલાઈજ કરવામાં મદદ કરે છે. આમ ખજૂરનું સેવન હાડકાઓ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
4) પુરુષની ઇનફર્ટીલીટીમાં ખજૂર ફાયદાકારક છે:- જાણવા મળતી માહિતી મુજબ ખજૂર પ્રજનન ક્ષમતા વધારવામાં તમારી મદદ કરી શકે છે. ખજૂર ખાવાથી સ્પર્મની ગુણવતા અને માત્રા ને વધારી શકાય છે. ખજૂર પુરુષ પ્રજનન ક્ષમતા માટે ઉપયોગ કરવામાં આવતી સૌથી સારી પ્રાકૃતિક ફળોમાંથી એક છે.5) ખજૂર:- ખજૂરનું નિયમિત સેવન કરવાથી મગજ ને સ્ટ્રેસ અને સોજા થી બચાવવામાં ઘણી મદદ મળે છે. તેનું નિયમિત સેવન તમને ન્યુરોડીજેનેરેટીવ બીમારી, જેમાં મસ્તિષ્કની નર્વસ સીસ્ટમ પ્રભાવિત થાય છે. તેનાથી બચાવે છે. આ સાથે જ ખજૂર સ્મૃતિ ને વધારવા માં પણ લાભદાયક માનવામાં આવે છે. આમ ખજૂરનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.
6) ખજૂર પેટના કેન્સરથી બચાવે છે:- ખજૂરમાં મળતા પોષક તત્વ કોલન કેન્સરથી બચાવ કરવામાં મદદ કરનાર સાબિત થઇ શકે છે. આ સિવાય ખજૂરમાં રહેલ ફાઈબર પેટમાં સારા બેક્ટેરિયા ને વધારવાનું કામ પણ કરે છે. જે બાહ્ય બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરી શકે છે. આમ ખજૂરનું સેવન કરવાથી પેટની તમામ સમસ્યાઓ દુર થઇ શકે છે.7) પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત બનાવે છે:- ખજૂરમાં રહેલ પ્રોટીન, આયરન, અને અન્ય વિટામીન માંસપેશીઓ ને મજબૂતી આપવાની સાથે પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. જેના કારણે તમે રોગો સામે એક રક્ષા કવચ મેળવી શકો છો. આમ તેના સેવનથી તમે નીરોગી રહેવાની સાથે દિવસ ભરના થાક નો અનુભવ પણ નથી રહેતો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી