દરરોજ પીવો ફક્ત 1 ગ્લાસ અમૃત સમાન આ પાણીનો ગ્લાસ, ગર્ભવતી મહિલાને 9 મહિના સુધી નહિ થાય ઉલ્ટી, ઉબકા, કબજિયાત અને એસિડીટીની સમસ્યા…

ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં કેટલીક વસ્તુઓનો ડાયટમાં સમાવેશ કરવામાં આવે છે તો કેટલીક વસ્તુઓની પરેજી પાળવામાં આવે છે. આજે આપણે પ્રેગનેન્સીમાં નારિયેળ પાણી પીવાના ફાયદા જાણીશું. એક કપ નારિયેળ પાણી માં શું હોય છે? એક કપ નારિયેળ પાણી ની વાત કરીએ તો તેમાં લગભગ 45 કેલેરી હોય છે, 2 ગ્રામ જેટલું પ્રોટીન, 10 ગ્રામ કાર્બ, અને 4 ગ્રામ ફાઈબર હોય છે. તેના સિવાય નારિયેળ પાણીમાં વિટામિન-સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ ની પણ સારી માત્રા હોય છે.

નારિયેળ પાણીમાં કલોરાઇડ, ઇલેક્ટ્રોલાઇટ પણ થાય ઉપલબ્ધ છે. નારિયેળના પાણીનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આનું સેવન કરવાથી પ્રેગ્નેન્સી દરમિયાન થતી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.આજે આપણે પ્રેગ્નેન્સી દરમિયાન નારિયેળ પાણી પીવાના ફાયદા જાણીશું.પ્રેગનેન્સીમાં નારિયેળ પાણી પીવાના ફાયદા:-

1) કબજીયાતની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની જાય છે, દવાઓ નું સેવન અને પાચનશક્તિ નબળી હોવાના કારણે લગભગ ગર્ભવતી મહિલાઓને કબજીયાતની ફરિયાદ રહે છે. જેને દૂર કરવા માટે નારિયેળ પાણી નું સેવન કરી શકાય છે. નારિયેળના પાણીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા તો દૂર થાય જ છે સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે.

2) પ્રેગનેન્સીમાં એક મોર્નિંગ સિકનેસ ની પણ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેને દૂર કરવા માટે તમે સવારમાં ઉઠીને નારિયેળના પાણીનું સેવન કરી શકો છો. આ પાણીનું સેવન કરવાથી થાક ના લક્ષણો દૂર થાય છે અને શરીરમાં એનર્જી વધે છે, જેનાથી તમને થાક કે માથાના દુખાવાની સમસ્યામાંથી પણ રાહત મળશે. નારિયેળ પાણીમાં કેલરી નહિવત હોય છે, તેથી ચિંતા કરશો નહીં કે તેનું સેવન કરવાથી ચરબી વધશે, તેનાથી વિપરિત નારિયેળ પાણીનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે.3) પ્રેગનેન્સીમાં ઇમ્યુનિટી ઘટે છે અને ઈંફેક્શનનું જોખમ વધી જાય છે, મહિલાઓને આ સમય દરમિયાન યુટીઆઈ અથવા ગર્ભાશયમાં ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે, જેને દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીનું સેવન કરવાથી તમે ચેપથી બચી શકો છો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ નારિયળ પાણી ફાયદાકારક છે.

4) પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ગર્ભ નો વિકાસ થઈ રહ્યો હોય છે. આ દરમિયાન માતાને પોષક તત્વોની જરૂર હોય છે. જેની પૂર્તિ નારિયેળના પાણીનું સેવન કરવાથી થઇ શકે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જે સમયે નારિયેળ કાપવામાં આવે તે જ સમયે પાણી પી લેવું, તો જ તમને પોષક તત્વો નો ફાયદો મળી શકશે.5) પ્રેગ્નેન્સી દરમિયાન બેચેની, ઉલટી અને એસીડીટીની સમસ્યા દુર કરવા માટે પણ તમે નારિયેળના પાણીનું સેવન કરી શકો છો. નારિયેળના પાણીની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી તાવ, ઉલટી, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે. નારિયેળ પાણીના સેવનથી કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને છાતીમાં બળતરાની સમસ્યા પણ દૂર થાય છે.

પ્રેગ્નન્સી માં કેટલું નારિયેળ પાણી પીવું જોઈએ?

પ્રેગ્નન્સી દરમિયાન એ આ વાતનું ખાસ ધ્યાન રાખવું  કે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન તમારા શરીરને નુકશાન ન પહોંચાડે. નારિયેળ પાણી પ્રેગ્નેન્સી દરમિયાન ફાયદાકારી છે. પરંતુ આનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ.તમે પ્રેગ્નન્સી દરમિયાન દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણી પી શકો છો. જો તમને નારિયેળ પાણી પીવાનું પસંદ ન હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો પરંતુ જબરજસ્તીથી નારિયેળના પાણીનું સેવન કરવાથી બચવું. પ્રેગ્નેન્સી દરમિયાન તમે દરરોજ એક ગ્લાસ પાણીનું સેવન કરી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે નારિયેળ તાજું અને સાફ હોય, ઘાટ કે કાણા વાળા નારિયેળનું સેવન ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment