સામાન્ય લાગતું આ ડ્રાયફ્રૂટ શરીર માટે છે ખુબ જ ઉપયોગી, ફાયદા જાણી આજથી જ ખાવા લાગશો…

ડ્રાયફ્રુટ્સ આપણી તંદુરસ્તી માટે ખુબ ફાયદાકારક છે. તેને નિયમિત રૂપે પોતાના આહારમાં સામેલ કરવા જોઈએ. ઘણા લોકો તેનું નિયમિત રૂપે ઉપયોગ કરતા હશે. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા ડ્રાયફ્રુટ વિશે જણાવશું. એ ડ્રાયફ્રુટનું નામ છે હેઝલનટ. આ ડ્રાયફ્રુટ અને તેના અનેક ફાયદાઓ વિશે મોતાભાગ્નના લોકોને વધુ જાણકારી નહિ હોય. આ લેખમાં અમે તમને હેઝલનટના ફાયદાઓ વિશે જણાવશું. આ ફાયદાઓને જાણીને તમે પણ હેઝલનટને પોતાના આહારમાં સામેલ કરશો.

હવે તમે વિચારતા હશો કે આ હેઝલનટ શું છે ? તો તમને જણાવી દઈએ કે, આ પણ એક પ્રકારનું ડ્રાયફ્રૂટ છે, જેને કાચા અથવા માવાની જેમ શેકીને ખાય શકાય છે. તે સ્વાદમાં સ્વાદિષ્ટ અને શરીર માટે ખુબ ગુણકારી છે.શું છે હેઝલનટ : આ નટ્સને ફીલ્બર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે અને સ્વાદમાં સ્વીટ હોય છે. હેઝલનટ ઘણા પોષક તત્વોથી ભરપુર છે. નિયમિત રૂપે તેનું સેવન કરવાથી તમારી તંદુરસ્તી સારી રહે છે. કારણ કરે તેમાં પ્રોટીન, વિટામીન બી-6, થીયામીન, વિટામીન ઈ, કોપર, મેગેનીઝ, ફોલેટ, અને પોટેશિયમ જેવા પોષક તત્વ મળે છે. આ સિવાય તેમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ જેવા તત્વ પણ ભરપુર માત્રામાં રહેલા છે. જે તમારી તંદુરસ્તીની સાથે સ્કીનને પણ ફાયદો આપે છે.

પ્રતિરોધક ક્ષમતા :

કોરોના મહામારીના કારણે દરેક લોકો પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે પ્રયાસો કરે છે. જો કે કોરોના મહામારીનો ઈલાજ એક નિયમિત પ્રક્રિયા દ્વારા થઈ રહ્યો છે, પણ ઘણી ઘરેલું બીમારીઓને દુર રાખવા માટે અને પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તમે હેઝલનટનું સેવન કરી શકો છો. તે તમારા શરીરને ઘણી બીમારીઓ અને ઘણા ખરાબ બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલ પ્રોટીન, વિટામીન બી-6, થીયામીન, વિટામીન ઈ, જેવા પોષક તત્વો પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે તમને ફ્લુથી પણ દુર રાખે છે અને કોઈ પણ પ્રકારને ઇન્ફેકશનથી બચાવે છે.કબજિયાતની સમસ્યા : હેઝલનટમાં આઈસોટીન અને સોર્બીટોલ, મેગેનીજ, ફોલેટ વગેરે રહેલા છે. આ તત્વ કબજિયાતને દુર કરવામાં અને પાચનતંત્રમાં સુધાર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેનું સેવન કરવાથી તમારા આંતરડા સ્વસ્થ બને છે. જો તમને કબજિયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવો છે તો તમે પોતાના આહારમાં હેઝલનટ ને સામેલ કરો.

હાડકાઓને મજબુત કરવા :

હેઝલનટનું સેવન કરવાથી હાડકાઓ તંદુરસ્તીમાં સુધાર આવે છે. કારણ કે તેમાં ફોલેટ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાઓને મજબુત અને સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. આ સિવાય આ ફળ, પ્રોટીન, વિટામીન બી-6, થીયામીન, વિટામીન ઈ વગેરેથી સમૃદ્ધ છે, જે હાડકાઓને કોઈ પણ નુકશાન થવાથી બચાવે છે. આથી તમે તેને પોતાના આહારમાં સામેલ કરી શકો છો.હૃદયને હેલ્દી : હેઝલનટમાં એન્ટી ઓક્સીડેન્ટની ભરપુર માત્રા હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે નિયમિત રૂપે તેને પોતાના આહારમાં સામેલ કરો છો તો તે તમારા હૃદય માટે ખુબ જ લાભકારી છે. કારણ કે એન્ટી ઓક્સીડેન્ટ મુક્ત કણોથી લડે છે, અને હૃદયને ઘણા રોગો અને સ્ટ્રોકથી પણ બચાવે છે. આ સિવાય આ તમારા બેડ ફેટને પણ નિયંત્રિત રાખે છે.

જો કે આ બધા ફાયદાઓ સિવાય હેઝલનટના બીજા ઘણા હેલ્થ ફાયદાઓ છે. પરંતુ જો તમે કોઈ બીમારીથી પીડિત છો તો તેનું નિયમિત સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment