આપને પોતે જ આપણી લાઈફ સ્ટાઈલ એટલી ખરાબ કરી દીધી છે કે, જે બીમારીઓ વૃદ્ધાવસ્થામાં પણ ખુબ ઓછી જોવા મળે, અને તે આજે યુવાનીમાં જ ઘરે જ જોવા મળે છે. નસ બ્લોક થવી એ જાણે એક સામાન્ય વાત થઈ ગઈ છે. આજે 30 થી 35 ની ઉંમરના લોકો આ પરેશાનીથી લડી રહ્યા છે. નસ બ્લોકેજ એટલે કે હાર્ટએટેક, લકવા જેવી ખતરનાક બીમારીને આમંત્રણ.
નસ બ્લોક થવાના લક્ષણ : જ્યારે નસ બ્લોકેજની સમસ્યા થાય છે તો વ્યક્તિના હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. હાથ-પગમાં ધુજારી, સોજા થવા લાગે છે. શ્વાસ ફૂલવા લાગે છે, ચક્કર આવવા લાગે છે. કબજિયાતની સમસ્યા થવા લાગે છે. ચાલવામાં મુશ્કેલી થાય છે.ભારતમાં એક શોધમાં જાણવા મળ્યું છે કે, 40 થી 60% લોકોની ધમનીઓ નબળી હોય છે. લોકો સમયસર આ બીમારીને જાણી નથી શકતા જેના કારણે તેનો ખતરો વધી જાય છે. વાસ્તવમાં જ્યારે નસમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી થતું તો નસના ગઠ્ઠા થવા લાગે છે. ખાસ કરીને પગમાં નીલા રંગની નસ દેખાવા લાગે છે. જેનાથી પગમાં સોજા થવાની સમસ્યા રહે છે. આ સમસ્યાને વેરીકોજ વેન્સ પણ કહે છે.
જો આ બ્લોકેજ વધી જાય તો લાંબા સમયની દવાઓ અને સર્જરી પણ જરૂર પડે છે. ઈલાજ ખુબ મોંઘો છે, જો કે ત્યાર પછી પણ નસમાં બ્લોકેજ બની રહે છે. તેવામાં જરૂરી છે કે, તમે પોતાના ડાયટમાં તે વસ્તુઓને સામેલ કરો જે તમારી નસની સારી રીતે સફાઈ કરી શકે, સાથે તમને એક એવો દેશી નુસખો જણાવશું જે 10 દિવસમાં બંધ નસને ખોલી દેશે. નસ બ્લોકેજ થવાથી રોકવા માટે આ આહારને ડાયટમાં સામેલ કરો. જે નીચે પ્રામાણે છે.લસણ : લસણ એટલું ગુણકારી છે કે તેને ખાવાથી નસની પહોળાઈ વધી જાય છે. અને આ નસના બ્લોકેજ ખોલવામાં સક્ષમ છે. કાચું નથી ખાઈ શકતા તો લસણની કળીઓને સારી રીતે શેકી લો અને પીસીને દુધમાં નાખીને પીવો. નસ વૃદ્ધાવસ્થા સુધી બ્લોકેજ નહિ થાય.
હળદળ : હળદરનો ઉપયોગ નસને ખોલવામાં કરી શકાય છે. હળદરમાં કરક્યુમીન એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે તમારા લોહીના ગઠ્ઠા નથી થવા દેતી. તમે હળદર વાળું દૂધ, હળદરનું પાણી અને સબ્જીમાં તેનું સેવન કરી શકો છો.અળસીના બીજ : અળસીના બીજમાં અલ્ફા લીનોલેનીક એસિડ ભરપુર માત્રામાં રહેલ છે જે બંધ નસ ખોલવામાં મદદ કરે છે. આ બીજ નસમાં રહેલ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આખી રાત આ બીજને પલાળી દો અને સવારે તેનો ઉકાળો બનાવીને પીવો. તમે 1 નાની ચમચી અળસી પાણીની સાથે પણ લઈ શકો છો. 3 મહિના સુધી નિયમિત કરવાથી તેનો ફાયદાઓ થશે.
નસની બ્લોકેજ ખોલવા માટે દરરોજ સવારે દાડમ જરૂર ખાવા જોઈએ. નવશેકું ગરમ પાણી, ગ્રીન ટી વગેરેનું સેવન કરવું જોઈએ. આ સિવાય બીટ, પાન વાળી સબજીઓ, અખરોટ, બેરીજ, એવાકાડો, ટામેટા, ડુંગળી, આદુ વગેરેનું સેવન કરો. મસાલાઓમાં તાજ, કાળા મરી, પણ લો. તો હવે જાણીએ બ્લોકેજ નસ ખોલવાનો દેશી પ્રયોગ.જરૂરી સામગ્રી : 1 ગ્રામ – તજ, 10 ગ્રામ – કાળા મરી, 10 ગ્રામ – તમાલપત્ર, 10 ગ્રામ – મગજ સીડ્સ, (સાકરટેટીના બીજ), 10 ગ્રામ – મિશ્રી, 10 ગ્રામ – અખરોટ, 1૦ ગ્રામ – અળસીના બીજ.
બધી સામગ્રીને મિક્સ કરીને એક પાવડર બનાવી લો. પછી તેને 10 બરાબર ભાગમાં વહેંચીને કાગળમાં બાંધી લો. દરરોજ ખાલી પેટ એક પડીકીને નવશેકા ગરમ પાણી સાથે 10 દિવસ સતત લો. તેને લીધા પછી અડધી કલાક સુધી કંઈ પણ ન ખાવું. પણ ધ્યાન રાખો કે આ એક પ્રયોગ છે, પણ જરૂરી નથી તેનાથી ફાયદો થાય જ. તેને લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી