તમારા ગુલાબના છોડમાં નાખી દો તમારા ઘરમાં જ રહેલી આ વસ્તુ, છોડ ખરાબ થઈ સુકાશે પણ નહિ અને ફૂલનો થઈ જશે વરસાદ..

રંગ-બેરંગી ખુશ્બુદાર, ખુબ જ સુંદર ગુલાબ કોને પસંદ ન હોય. ગુલાબ કોઈ પણ જગ્યા પર હોય, તે પોતાની ખૂબસૂરતીથી દરેકનું મન મોહી લે છે. ભારતીય ઋતુમાં સહેલાઈથી ગુલાબના છોડને ઉગાવી શકાય છે અને ગુલાબને દરેક લોકો પોતાના બગીચામાં રાખવાનું પસંદ કરે છે, પરંતુ સમસ્યા એ થાય છે કે, ઘણીવાર આ પ્રકારના છોડને ઘણી જ મુશ્કેલીથી લગાવ્યા પછી પણ, તેની અંદર ફૂલ આવતા નથી અને ન તો સરખા ઉગી શકે.

ગુલાબના છોડને થોડા મહિનામાં કટિંગની જરૂર પડે છે. પરંતુ તેને વધારે મેનેજ કરવાની જરૂર પડતી નથી. જો તમારા ઘરમાં ગુલાબનો છોડ છે, જે સુકાઈ રહ્યો છે અથવા તો તેમાં સારા ફૂલ આવી રહ્યા નથી, તો તમે ખાસ ટિપ્સને ફોલો કરી શકો છો.કંઈ પ્રકારનો ગુલાબ પ્લાંટ છે તમારી પાસે : સૌથી પહેલા તો તમે તે વાત પર ધ્યાન આપો કે, તમે કંઈ પ્રકારનો પ્લાંટ લાવ્યા છો. ઇંગ્લિશ રોઝ કે પછી દેશી રોઝ પ્લાન્ટ. દેશી ગુલાબમાં સુગંધ ખુબ જ સારી આવે છે, પરંતુ તેમાં વેરાઇટી હોતી નથી, તે સફેદ, લાલ અને ગુલાબી રંગોમાં હોય છે, પરંતુ સાઈઝમાં ખુબ જ નાના હોય છે. ઇંગ્લિશ રોઝ ઘણી પ્રકારના હોય છે. કેટલાક રંગ, સાઈઝ અને શેપમાં મળશે, પરંતુ તેમાં સુગંધ હોતી નથી. જો તમારો દેશી પ્લાન્ટ છે, તો તે ખુબ જ ઓછી કેર પર પણ ખીલશે, પરંતુ ઇંગ્લિશ રોઝની કેર કરવાની થોડી ટિપ્સ વિશે તમને જાણ હોવી જરૂરી છે.

3 હેક્સ જે તમારા ગુલાબના છોડનું ધ્યાન રાખશે :

ગુલાબના છોડની માટી, ફર્ટીલાઈઝર અને તડકો, બસ 3 વસ્તુઓ જ મહત્વપૂર્ણ હોય છે.ગુલાબના છોડની માટી પર ધ્યાન આપો : ગુલાબનો છોડ ત્યારે જ સારો રહે છે, જ્યારે તેની માટી સારી હોય. જો છોડની માટી ખુબ જ કઠણ છે અને માત્ર તમે કાળી માટીનો જ ઉપયોગ કરી રહ્યા છો, તો ક્યારેય પણ સારા ફૂલ નહીં આવે. ગુલાબના છોડને સરખા કરવા જરૂરી છે, અને 2 થી 3 દિવસની અંદર સરખા કરો, જેથી તે સેટલ થઈ શકે. શરૂઆતમાં ખુબ જ વધુ તડકામાં ન રાખો. નર્સરીથી જ્યારે પણ તમે છોડને ખરીદીને લાવો, ત્યારે તેને રિ-પોર્ટ કરો એટલે કે નવા કુંડામાં નાખો અને માટી નાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.

માટી રેતાળ વાળી હોવી જોઈએ, ફક્ત કાળી માટી જ ન હોવી જોઈએ. માટીમાં ખાતર હોવું જોઈએ. ગુલાબના છોડ માટે રસોડા વાળા કોમ્પોસ્ટથી વધારે ગોબરનું ખાતર સારું છે. માટીને કડક થવા ન દો. તેની વચ્ચે-વચ્ચે ખોદાઈ કરતાં રહો, તેનાથી સહેલાઈથી પાણી છોડમાં જઈ શકે અને એક્સ્ટ્રા પાણી નીકળી શકે. પરંતુ આ કરતાં સમયે ગુલાબના છોડનું ધ્યાન જરૂરથી રાખજો. તમે તેમાં કોકો પીટ, બોન મિલ વગેરે પણ મેળવી શકો છો, જેના કારણે પૂરું વર્ષ માટીમાં સારા ન્યુટ્રિએટ્સ બનેલા રહે.સૌથી સહેલું DIY ફર્ટીલાઈજર : જો સુકાઈ રહ્યો છે છોડ, તો કરો આ કામ. ગુલાબનો છોડ આમ તો, ખુબ જ સહેલાઈથી ઊગી જાય છે, પરંતુ આવું પણ થઈ શકે છે, કે તે સુકાવા પણ લાગે છે અને તેના પાંદડા કાળા પડવા લાગે છે.  તેવામાં તમે એક DIY ફર્ટીલાઈજર બનાવી શકો છો, જેને છોડ પર નાખી શકાય છે.

શું કરાય ? સૂકું ગોબર અને થોડા સિટ્રસ ફ્રૂટ્સના છોતરાં, જેમ કે સંતરા વગેરેના છોતરાં લઈને 1 ડોલ પાણીમાં 2 થી 3 દિવસ માટે રાખી દો. આ પછી તમે તે પાણીને થોડા સાફ પાણીમાં ઉમેરીને તમારા ગુલાબના છોડ પર છાંટો અને સ્પ્રે બોટલની મદદથી તમે તેના પાંદડા પર પણ છાંટી શકો છો. તમે તેને અઠવાડિયામાં 1 વાર કરી શકો છો અને તમે જોઈ પણ શકશો કે,ગુલાબનો છોડ સહેલાઈથી ખીલવા લાગ્યો છે.શાકભાજી અને દાળ-ચોખાના પાણીનો ઉપયોગ કરો : રસોઈમાં દાળ-ચોખા ધોયા પછી તેનું પાણી, બટાટાને બાફયા પછી તેનું પાણી અથવા તો શાકભાજીને ધોયા પછી તેનું પાણી એક જગ્યા પર એકઠું કરી લો અને આ પાણીને ગુલાબના છોડમાં નાખો. આ પાણીની અંદર ભરપૂર માત્રામાં ન્યુટ્રિએટ્સ હોય છે, જે કારણથી ગુલાબના છોડ સડતા નથી અને તેની માટી પણ નરમ રહે છે તે કડક થતી નથી.

બપોરનો તડકો : લગભગ લોકોને એવું થતું હોય છે કે, સીધા જ સુરજના તડકામાં રાખવાથી છોડ ખુબ જ સારા ખીલે છે, પરંતુ તમારે ધ્યાન રાખવું જોઈએ કે, આપણે છોડની વાત કરી રહ્યા છીએ. જેમ કે ગુલાબનો છોડ શિયાળામાં વધારે ફૂલ આપે છે. ગરમીમાં તો તેને તડકાથી બચાવવાની જરૂર પડી શકે છે. તેવામાં તમે 50% ગ્રીન શેડ વાળી નેટની નીચે ગુલાબના છોડને લગાવો, તેથી આને બપોરના તડકાથી બચાવી શકાય છે તેને પર્યાપ્ત હવા-પાણી પણ મળી રહે તેનું ધ્યાન રાખો.

જો તમે નેટ ઇન્સ્ટોલ કરી શકતા નથી, તો તમે તેને એવી જગ્યા પર રાખો કે જ્યાં સવારનો તડકો આવે અને બપોરનો તડકો ન આવે. આ સૌથી સારી રીત છે ગુલાબના પાંદડાને બળતા રોકવા માટે અને તેના પાંદડાને ખરાબ થતાં અટકાવવા માટે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment