સ્નાયુનું ખેંચાણ, પાચન, વજન ઘટાડવા, માથાનો દુઃખાવો જેવા રોગોથી કાયમી દૂર રહેવાનો આ છે અસરકારક ઉપાય..

ઘણા લોકોને સવારે ઊઠીને પહેલા પાણી પીવાની આદત હોય છે. દિવસની શરૂઆત સારી કરવામાં માટે આ આદત ખુબ જ સારી છે. લોકો સામાન્ય રીતે સવારે ગરમ પાણી, મધ અને પાણી, ચા, કોફી, ગરમ ચોકલેટ અથવા તો ગરમ દૂધ પીવાનું પસંદ કરે છે. એક-બે વસ્તુને છોડીને બાકી તો લગભગ બધા પીણાં આરોગ્ય માટે ઔષધિ તરીકે કામ આપે છે. આ સિવાય એક ડ્રિંક એવું પણ છે, જે સ્વાદ માટે તો જાણીતું છે જ પરંતુ, આરોગ્ય માટે પણ જાણવામાં આવે છે. તે છે ‘હિમાલય સોલ્ટ’.આ એક પ્રકારનું મીઠુ છે, જે બીજા મીઠા કરતાં વધારે સારું છે. એવું માનવામાં આવે છે કે, તે તમારા શરીરને સકારાત્મક ઉર્જા આપે છે. આમ તો તેને પાણીમાં નાખીને પીવામાં આવે છે, તેથી તેને ‘હિમાલય સોલ્ટ વોટર’ કહેવામાં આવે છે. તેને પાણી સાથે પીવાથી સ્વાસ્થ્યને લગતી બધી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે આ સોલ્ટને નિયમીત રીતે પીવાનું શરૂ કરો તો તમારા પોષકતત્વોના સ્તરને વધારશે. તમને જણાવી દઈએ કે, 1.5 ગ્રામ પાણીમાં 18 ટકા સોડિયમ હોય છે. તો ચાલો આજના આ આર્ટીકલમાં જાણીએ કે ‘હિમાલય સોલ્ટ વોટર’ શું કામ તમારા માટે પીવાનું જરૂરી છે અને તેના ફાયદા શું છે.

શું છે હિમાલય સોલ્ટ વોટર : હિમાલય મીઠાને ધરતીનું સૌથી શુદ્ધ મીઠું માનવામાં આવ્યું છે. આ ગુલાબી રંગના દેખાતા મીઠાના સ્લેબ હિમાલયની તળેટીમાં અને પાકિસ્તાનના પંજાબ વિસ્તારોમાંથી કુદરતી થાપણો માંથી પ્રાપ્ત થઈ આવે છે. તેનું ખાણકામ કરવામાં આવે છે અને પછી હાથથી ધોવામાં આવે છે. તે થોડું ટેબલ મીઠા જેવું છે. હિમાલયના મીઠામાં આયોડિનનું પૂરતું પ્રમાણ છે. જો તમે હિમાલયના મીઠાના ગુણોનો અનુભવ કરવા માંગો છો, તો સૌથી ઉત્તમ તેને પાણીમાં મિક્સને પીવાનું શરૂ કરો.સ્નાયુઓમાં ખેંચાણ : ઇલેક્ટ્રોલાઇટ(આનો સ્વાદ મીંઠો હોય છે. શરીરમાં રહેલા વિષીલા પદાર્થોને સંતુલન રાખવામા મદદ કરે છે.) અસંતુલનથી સ્નાયુઓનું ખેંચાણ અને માથાના દુઃખાવાનું એક કારણ છે. સોડિયમ સિવાય હિમાલય મીઠામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે, જે સ્નાયુઓના સંકોચનને સુધારવા માટે જરૂરી છે. આ સિવાય મેગ્નેશિયમ એ એક એન્ટી ઇન્ફલેમેટરી છે, જે માથાના દુઃખાવામાં આરામ આપે છે.

પાચન : પાચનના સુધારા માટે હિમાલય મીઠાનું પાણી ખુબ જ લાભકારી છે. તે પાચક ઉત્સેચકોને ઉત્સાહિત કરે છે અને પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આથી ખોરાક સહેલાઈથી પચી જાય છે. આ નમક આપણા શરીરને સારું પોષણ અને મિનરલ્સની પૂર્તિ માટે એક સારી રીત છે.શરીર હાઈડ્રેટ : આ એક માત્ર એવું પાણી છે, જેમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. આ પીવાથી તમને એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે. આમ તો સાદું પાણી ઝેરી પદાર્થોને કાઢવામાં સારું જ છે, પરંતુ આ ક્રિયાથી શરીરમાં રહેલા મિનરલ્સ પૂરી રીતે નાબૂદ થઈ જાય છે. આવામાં આ પાણી તમારા શરીરને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે.

નિંદર : શોધથી એવું જાણવામાં આવ્યું છે કે હિમાલય મીઠું સ્ટ્રેસ હાર્મોન એડ્રેનાલાઇન અને કોર્ટિસોલને ઓછું કરી ઊંઘમાં સુધારો કરી શકે છે. આ મીઠામાં પુર્તિ માત્રામાં હાજર મેગ્નેશિયમ અને એન્ટી ડીપ્રેસેટ ગુણ હોય છે, જે તણાવ અને ચિંતાને ઓછી કરવામાં વધુ સારું સાબિત થાય છે. તેનાથી રગો (નસો) અને માંસપેશિયોને આરામ મળે છે અને તમે એક સારી ઊંઘ કરી શકો છો.વજન : વજન ઘટાડવા માટે સાચે જ તમે રોજ સવારે ગરમ પાણી પીતા હશો, પરંતુ તેનાથી પણ સારું, જો તમે હિમાલય સોલ્ટ વોટરનું સેવન કરો. તેમાં રહેલા મિનરલ્સ માત્ર તમારી ખાવા પ્રતિની  ક્રેવિંગને ઓછી તો કરે છે પણ તેના કરતાં તેનું કાર્ય આંતરડાની કોલોન ખાલી કરવા માટે ઉત્તેજિત કરવાનું છે. આ બધી ક્રિયાથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને વજન અસ્થાઈ રૂપથી ઓછું થઈ જાય છે.

હિમાલય સોલ્ટ વોટર સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેને તમારા ડેઈલી રૂટિનમાં લેતા પહેલા તમારા ડાયટિશિયન અથવા ડોક્ટરની સલાહ લઈ લો. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમે હાઈ બીપી અથવા ડાયાબિટીસ જેવા રોગથી પીડિત છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment