હોટડોગ ખાવાથી 36 મિનિટ અને પિઝા ખાવાથી 7.8 મિનિટ ઓછી થશે તમારી ઉંમર, રિર્સચમાં થયો ચોંકાવનારો અને ભયંકર ખુલાસો… કચરો ખાતા પહેલા જરૂર જાણો..

આપણે ત્યારે જ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવી શકીએ, જ્યાં સુધી આપણો ખોરાક અને લાઈફ સ્ટાઇલ સ્વાસ્થ્યવર્ધક હોય. વિજ્ઞાનનું કહેવું છે કે, વ્યક્તિની ઉંમર તેની જીવનશૈલી પર નિર્ભર કરે છે. જો તેની જીવનશૈલી સારી હોય તો વધુ જીવે છે અને જો જીવનશૈલી સારી ન હોય તો આયુષ્યમાં ઘટાડો પણ થઈ શકે છે. દરેક જણ એવું ઈચ્છે છે કે, પોતે લાંબુ જીવે. વર્લ્ડ લાઈફ એક્સપેકટેન્સી પ્રમાણે ઇન્ડિયામાં પુરુષોનું સરેરાશ આયુષ્ય 69.5 વર્ષ અને મહિલાઓની 72.2 વર્ષ છે.

હૃદય સંબંધિત બીમારીઓ, ફેફસાની બીમારીઓ, સ્ટ્રોક, ડાયાબિટીસ સહિત લગભગ 50 એવી બીમારીઓ છે જે ઓછી ઉંમરે મૃત્યુનું કારણ બને છે. સાયન્સનું માનવું છે કે, જો કોઈ સારી વસ્તુઓનું સેવન કરે છે તો તેની ઉંમર વધી શકે છે અને જો કોઈ અન હેલ્દી વસ્તુઓનું સેવન કરે છે, તો તેની ઉંમર ઘટી પણ શકે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારી ઉંમર લાંબી થાય તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે, માટે આ લેખને અંત સુધી વાંચો.આ વસ્તુઓ ખાવાથી ઘટી શકે છે આયુષ્ય:- એક્સપર્ટના એક રિપોર્ટ પ્રમાણે ખાવાની કેટલીક વસ્તુઓ અને તેના સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ વિશે જાણવા માટે સંશોધન  કર્યું. સંશોધકને માલુમ પડ્યું કે કેટલીક એવી વસ્તુઓ છે જેના સેવનથી તમારી ઉંમર થોડી મિનિટ માટે વધી જાય છે તો કેટલીક વસ્તુઓના સેવનથી થોડી ઉંમર ઘટી પણ જાય છે. ઉદાહરણ માટે જો કોઈ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરે છે તો તેની ઉંમરમાં 26 મિનિટનો વધારો થાય છે. પરંતુ જો કોઈ હોટડોગનું સેવન કરે છે તો તેની ઉંમર 36 મિનિટ ઘટી જાય છે. તેના સિવાય મગફળીનું બટર અને જામ સેન્ડવીચનું સેવન કરવાથી ઉંમરમાં અડધા કલાકનો વધારો થઈ શકે છે.

6000 ખાવાની વસ્તુઓ પર થયું સંશોધન:- નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે, આ અભ્યાસ વ્યક્તિના જીવનની સારી ગુણવત્તા પર આધારિત છે. વૈજ્ઞાનિકોએ લગભગ 6,000 અલગ અલગ ખાદ્ય પદાર્થોની તપાસ કરી. તેમને જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિ પ્રોસેસ્ડ મીટ ખાય છે તો તે દરરોજના પોતાના જીવનમાં 48 મિનિટ વધુ જીવી શકે છે.આ વસ્તુઓ ખાવાથી ઘટી શકે છે આયુષ્ય:- સંશોધન પ્રમાણે, જે વસ્તુઓ માનવના આયુષ્યને ઘટાડે છે તે આ છે.
1) હોટડોગ : જીવનની 36 મિનિટમાં ઘટાડો કરે છે,
2) પ્રોસેસ્ડ મીટ(બેકન) : જીવનની 26 મિનિટ ઘટાડે છે,
3) ચીઝી બર્ગર : ઉંમરની 8.8 મિનિટ ઓછી કરે,
4) સોફ્ટ ડ્રિંક્સ : જીવનની 12.4 મિનિટ ઘટાડે છે,
5) પિઝા : ઉંમરની 7.8 મિનિટ ઘટાડે છે.

આ વસ્તુઓ ખાવાથી વધે છે આયુષ્ય:- જેવી રીતે કેટલીક વસ્તુઓ ખાવાથી ઉંમરમાં ઘટાડો થાય છે તેવી જ રીતે કેટલીક વસ્તુઓ ખાવાથી ઉંમરમાં વધારો પણ થઈ શકે છે.
1) પીનટ બટર અને જામ સેન્ડવિચ : આયુષ્ય 33.1 મિનિટ વધારે છે,
2) બેકડ સૅલ્મોન માછલી : ઉંમરના 13.5 મિનિટ વધારે છે,
3) કેળા : 13.5 મિનિટ ઉંમર વધારે છે.
4) ટમેટા : 3.8 મિનિટ ઉંમર વધારે છે.
5) એવોકાડો :  1.5 મિનિટ આયુષ્ય વધારે છે.

માનવ સ્વાસ્થ્યને સારુ રાખવા માટે ડાયટમાં કરો બદલાવ:- આ અભ્યાસનો મૂળ હેતુ માનવનું સ્વાથ્ય અને પર્યાવરણ પર ભોજનનો પ્રભાવ જોવાનો હતો. નિષ્ણાંતોએ જણાવ્યું કે, સૅલ્મોન માછલીમાં પુષ્કળ પ્રમાણમાં પોષણ જોવા મળે છે, જેમાંથી એક સર્વિંગથી 16 મિનિટનું જીવન વધી શકે છે. રિસર્ચ ટીમે જણાવ્યું કે, “સંશોધનમાંથી જે પરિણામો સામે આવ્યા છે તેનાથી લોકોને તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવામાં મદદ મળશે. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવા માટે લોકોએ તેમના આહારમાં પણ બદલાવ કરવો જોઈએ.”

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment