ફક્ત 1 ગ્લાસ આનું સેવન, ગમે તેવી ઉનાળાની ગરમીને કરી દેશે શાંત… પેટ અને આખા શરીરમાં પથરાય જશે ઠંડક…

ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે ઠંડી વસ્તુઓ ખાવા-પીવા તરફ વળીએ છીએ. આવી વસ્તુઓ માં એક કેરી છે જેને ખવાય છે પણ અને પીવાય છે પણ. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. આમ તો કેરીની અનેક પ્રકારની રેસિપી તૈયાર કરી શકાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક એવો કેરીનો બાફલો છે જેને આમ પન્ના પણ કહેવાય છે, જે ગરમીમાં લૂથી બચાવવામાં અત્યંત અસરકારક ઉપાય છે.

કેરીનો બાફલો આપણને સ્વાદની અલગ જ દુનિયામાં લઈ જાય છે. આવી કાળઝાળ ગરમીમાં કેરીનો બાફલો ન માત્ર શરીરને ઠંડક પહોંચાડે છે પરંતુ લૂ લાગવાથી પણ બચાવે છે. મોટા હોય કે નાના  કેરીના બાફલા નો સ્વાદ દરેક ને પસંદ આવે છે. આ રેસિપી બનાવવાની પણ એકદમ સરળ છે.કેરીનો બાફલો એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે જો તમે કેરી નો બાફલો પસંદ કરો છો અને તેને સ્વાદિષ્ટ રીતે ઘરે જ બનાવવા ઇચ્છતા હોવ તો અમે એક સરળ રેસિપી તમારા સુધી લઈને આવ્યા છે.

કેરીનો બાફલો બનાવવાની સામગ્રી:- કાચી કેરી – 4, શેકેલા જીરા નો પાવડર – 2 ચમચી, ગોળ કે ખાંડ – 6 ટેબલસ્પૂન, સંચળ -3 નાની ચમચી, ફુદીનાના પાન – 1 ટેબલસ્પૂન, મીઠું – સ્વાદ પ્રમાણે.કેરીનો બાફલો બનાવવાની રીત:- કેરીનો બાફલો બનાવવા માટે સૌથી પહેલા કાચી કેરીને લો અને તેને સરસ રીતે ધોઈ લો. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં નાખીને બાફવા માટે મૂકી દો. કુકરની ચાર વીશલ વગાડીને ગેસ બંધ કરી દો. અને કુકર  ને ઠંડુ થવા દો.

કુકરમાંથી પ્રેસર રિલીઝ થયા બાદ ઢાંકણું ખોલો અને કેરીને પાણીમાંથી કાઢી લો. જ્યારે કેરી ઠંડી પડી જાય ત્યારબાદ તેની છાલ ઉતારી લો અને એક વાસણમાં કેરીનો પલ્પ કાઢી ને ગોટલી અલગ કરી દો.હવે કેરીના પલ્પને હાથની મદદથી સરસ રીતે મેશ કરી લો અને તેમાં બારીક કાપેલા ફુદીનાના પાન, ગોળ કે ખાંડ, જીરુ પાવડર, કાળા મરી પાવડર, સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. આ બધાને સરસ રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર થયેલા આ મિશ્રણને મિક્સરમાં નાખો. જરૂર મુજબ પાણી નાખીને મિક્સર ચલાવો. આ રીતે તમારો સ્વાદિષ્ટ કેરીનો બાફલો બનીને તૈયાર થઇ ચૂક્યો છે. તેમાં આઈસ ક્યુબ નાખીને સર્વ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment