કોરોનાએ ફરી પકડી રફતાર, બચવા માટે ગરમીમાં ખાવ આ 7 વસ્તુઓ…. કોરોના સહિત અનેક બીમારીઓ સંક્રમણને રાખશે કાયમી દુર…

મિત્રો આપણે એમ વિચારી રહ્યા હતા કે હવે તો કોરોના ચાલ્યો ગયો છે. આથી જ મોટાભાગના લોકો માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું હતું. પણ ધીરેધીરે જાણવા મળતી માહિતી મુજબ કોરોના ફરી પોતાનો પગ ધીમેધીમે આગળ કરી રહ્યો છે. આથી તમારે અત્યારથી જ સાવધાન થઈ જવાની જરૂર છે. કોરોના સામે લડવા માટે એક મોટું હથિયાર છે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી જોઈએ. જો તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હશે તો કોરોનાનો તમે તટસ્થ રીતે સામનો કરી શકશો. જયારે ઉનાળામાં તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માટે તમે અહીં આપેલ 7 વસ્તુઓનું સેવન કરી શકો છો.

કોરોનાના કેસ એક વખત ફરી રફતાર પકડવા લાગ્યા છે. થોડા સમય પહેલા ભારતમાં કોરોનાના નવા વેરીએંટ XE પણ 2 રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં દસ્તક આપી ચૂક્યા છે. તેવામાં કોરોનાની ચોથી લહેરને લઈને એક્સપર્ટની ચિંતા વધી ગઈ છે. હાલની પરિસ્થિતિને જોતાં હેલ્થ એક્સપર્ટ લોકોને ઇમ્યુનિટી પર ગંભીરતાથી કાર્ય કરવાની અપીલ કરી રહ્યા છે. એક્સપર્ટે ગરમીની ઋતુમાં આવનારી અમુક વસ્તુઓ વિશે જણાવ્યું છે જે ઇમ્યુનિટી વધારવામાં અસરકારક છે.

કેરી : કેરી એ ઉનાળાનું ખાસ ફળ છે. આથી જ શરીરની ગરમી ઓછી કરવા માટે કેરીનું સેવન કરવું તમારા માટે ખુબ જ સારું છે. ફળોનો રાજા કેરી વિટામિન એ, સી અને કે જેવા એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. કેરી માત્ર ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઓછું કરવાનું કાર્ય નથી કરતી પણ સાથે સાથે શરીરને રોગોથી લડવાની શક્તિ પણ આપે છે. સ્વાદમાં એકદમ સરસ કેરીને ખાવાથી આપણા શરીરને અન્ય પણ ઘણા ફાયદાઓ થાય છે.

તુલસીના બીજ : તુલસીનો છોડ એ આપણા માટે એક ઘર આંગણે થતો છોડ છે. જેનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત બને છે. તુલસીના બીજને સબ્જાના બીજ પણ કહે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા ગુણકારી તત્વો રહેલા હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તુલસીના બીજ મજબૂત હાડકાં, માંસપેશીઓના ફંક્શન અને લાલ રક્ત કણોનું પણ ઉત્પાદન કરે છે.

સાકરટેટી : ઉનાળામાં ઠંડક મેળવવા માટે સાકરટેટીનું સેવન લાભકારી માનવામાં આવે છે. સાકરટેટી ગરમીમાં ખાવામાં આવતું એક સ્વાદિષ્ટ ફળ છે. જે ન્યુટ્રિએંટ્સની સાથે સાથે શરીરને હાઈડ્રેદ રાખવાનું કાર્ય કરે છે. તેમાં રહેલ ફાઈબર આપના આંતરડા માટે ખુબ સારું હોય છે. ફાઈબર, વિટામિન સી અને વિટામિન બી6 માત્ર શરીરને વાયરસથી લડવામાં જ તાકાત નથી આપતું, પરંતુ ઇન્ફેક્શનથી પણ બચાવ કરે છે.

આ ફળ પણ ખાઓ : ઈમ્યુનિટી વધારવા માટે તમે પપૈયાં, કેરી, સંતરા, સ્ટ્રોબેરી, લીંબુ અને તરબૂચ જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો. તેમાં બીટા કેરોટિન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન સી જેવા એન્ટિઓક્સિડેન્ટ બીમારીઓથી લડવામાં મદદ કરે છે.

પ્રોટીન : પ્રોટીન એ સ્વાસ્થ્યને સારું રાખવામાં તમારી મદદ કરે છે. પ્રોટીન માત્ર આપણી માંસપેશીઓને જ મજબૂત નથી બનાવું પરંતુ સાથે સાથે તે શરીરમાં એન્ટિબોડીઝ બનાવવામાં પણ મદદ કરે છે. ઈંડા, દૂધ, પનીર, દાળ, માછલી અને સોયાબીન પ્રોટીનના સૌથી સારા સ્ત્રોત ગણવામાં આવે છે. ડોક્ટર્સ પોતે કોરોનાની રિકવરી માટે દર્દીઓને આ વસ્તુઓ ખાવાની સલાહ આપે છે.

પ્રોબાયોટિક્સ : ઉનાળામાં ઠંડક માટે તમે દહીં અને છાશનું સેવન કરી શકો છો. દહીં અને છાશ જેવા પ્રોબાયોટિક્સ ફૂડ પણ આ બાબતમાં ફાયદાકારક હોય છે. તે આપણા આંતરડા માટે સારા હોય છે અને ઈમ્યુન સિસ્ટમને પણ સપોર્ટ કરે છે.

પાણી : ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું ખુબ જરૂરી છે. ગરમીમાં પાણી માત્ર ડિહાઈડ્રેશન ડિહાઈડ્રેશનથી જ નથી બચાવતું, પરંતુ ઈન્ફેક્શનનું જોખમ પણ ઘટાડે છે. પાણી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે અને ઈમ્યુનિટીની નેચરલ પ્રોસેસને સારી બનાવે છે. ઈમ્યુનિટી સારી બનાવી રાખવા માટે ડોક્ટર દરરોજ લગભગ 3 લિટર પાણી પીવાની સલાહ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment