પોષક તત્વોનો ભંડાર છે આ મુઠ્ઠી ભર દાણા… ડોકટરો પણ આપે છે ખાવાની સલાહ | ખાતાજ આ રોગ આવી જશે કન્ટ્રોલમાં

ડાયાબિટીસના દર્દી સામાન્ય રીતે પોતાના ખોરાકને લઈને ખુબ જ સજાગ હોય છે. કંઈ પણ ખાતા પહેલા તેઓ એ વિચારે છે કે, તેનાથી તેના બ્લડ શુગર લેવલ પર શું પ્રભાવ પડશે. ઘણા લોકો જે ડાયાબિટીસ અથવા કોઈક ક્રોનિક બીમારીથી પીડિત છે, તે સીંગદાણા ખાવાનું પસંદ નથી કરતા. તેમનું માનવું છે કે, સીંગદાણા કોલેસ્ટ્રોલ અને વજન બંને વધારે છે. આમ જે લોકોને આવો ભ્રમ છે તેમણે જાણી લેવું જોઈએ કે, ડાયાબિટીસના દર્દી માટે સીમિત માત્રામાં સીંગદાણાનું સેવન સારું છે. આમ ડોક્ટર પણ અકસર લોકોને પોષક તત્વોથી ભરપુર ખોરાક લેવાની સલાહ આપે છે.

અમેરિકન મેડિકલ એસોસિએશન (American Medical Association) ના જનરલના એક અભ્યાસ અનુસાર સીંગદાણા અથવા પીનટ બટર ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. વાસ્તવમાં સીંગદાણામાં અનસેચ્યુરેટેડ ફેટ અને અન્ય પોષક તત્વ સારા પ્રમાણમાં હોય છે, જે તમારા શરીરમાં ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ડાયાબિટીસના દર્દીએ સીંગદાણાનું સેવન શા માટે કરવું જોઈએ ? : સીંગદાણામાં ઓછા પ્રમાણમાં ગ્લાયસેમીક ઈન્ડેક્સ હોય છે. તેનો અર્થ છે કે, તે શરીરમાં ઝડપથી બ્લડ શુગર લેવલને નથી વધારતું. ગ્લાયસેમીક ઈન્ડેક્સ એ વાત પર આધાર રાખે છે કે, તમારું શરીર કેટલી ઝડપથી કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝ અથવા બ્લડ શુગરમાં બદલી શકે છે. સીંગદાણાનો ગ્લાયસેમીક ઈન્ડેક્સ 13 હોય છે.

આ સિવાય એક અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, નાસ્તામાં સીંગદાણા અથવા પીનટ બટર ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને આખો દિવસ બ્લડશુગર નિયંત્રિત રહે છે. આ સિવાય સીંગદાણામાંથી મળતું મેગ્નેશિયમ બ્લડ શુગરના સ્તરને જાળવી રાખે છે.પોષક તત્વોથી ભરપુર છે સીંગદાણા : જાણવા મળતી માહિતી મુજબ સીંગદાણામાં એ બધા જ તત્વો રહેલા છે જે અન્ય બધા નટ્સ જેમ કે બદામ અને અખરોટમાં હોય છે, આ સિવાય સીંગદાણા અન્ય નટ્સ કરતા સસ્તા પણ હોય છે. આ સિવાય તે એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપુર છે. આમ સીંગદાણા ડાયાબિટીસના દર્દી માટે જ નહિ, પરંતુ હૃદયની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સોજાથી પીડિત લોકો માટે પણ અસરકારક છે. તો ચાલો જાણીએ ટાઈપ-2 ડાયાબિટીસ વાળા લોકો માટે સીંગદાણાના ફાયદાઓ.

બ્લડ શુગર કંટ્રોલ :

એક અન્ય અધ્યયન અનુસાર જાણવા મળ્યું છે કે, સીંગદાણાના પૌષ્ટિક ગુણ ટાઈપ-2 ડાયાબિટીસ વાળા લોકોને ફાયદો કરે છે. સીંગદાણાની જીઆઈ વેલ્યુ 14 હોય છે, જે નિમ્ન જીઆઈ ફૂડ બનાવે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે સીંગદાણાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે. તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં મેગ્નેશિયમ હોય છે, આથી તે બ્લડ શુગરને ઓછું કરવા માટે સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે 28 સીંગદાણામાં 12% મેગ્નેશિયમ હોય છે, જ્યારે મેગ્નેશિયમ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.હૃદય રોગનું જોખમ : આમ એક અન્ય રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, સીંગદાણા ખાવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે, જે ડાયાબિટીસ માટે એક સામાન્ય જટિલતા છે. પોતાના આહારમાં નટ્સ સામેલ કરવાથી હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં વધુ મહેનત નથી કરવી પડતી.

વજન ઓછું કરવા : સીંગદાણા ખાવાથી તમે પોતાની ભૂખ પર કંટ્રોલ કરી શકો છો. તે તમને સ્વસ્થ વજન બનાવવામાં અને બ્લડ શુગર લેવલ ઠીક કરવામાં મદદ કરે છે. પ્રોટીન કેલેરી બર્ન કરવાનો સૌથી સારો વિકલ્પ છે. સીંગદાણામાં ફાઈબર, પ્રોટીન, અને હેલ્દી ફેટ સહિત ઘણા પોષક તત્વ રહેલા છે જે સમગ્ર કેલેરીને નિયંત્રિત કરીને વજન ઘટાડે છે.કેટલી માત્રામાં સીંગદાણાનું સેવન કરવું જોઈએ ? : જો સીંગદાણાને ફળની સાથે ખાવામાં આવે તો આ બ્લડ શુગરને સ્પાઈક થવાથી રોકે છે. આમ ફળના જીઆઈ પ્રભાવને ઓછો કરવા માટે 8-10 સીંગદાણા લેવા જોઈએ. આમ મહિલાઓને લગભગ 25 ગ્રામ અને પુરુષોએ પ્રતિદિન 38 ગ્રામ સીંગદાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કેવી રીતે કરવું જોઈએ સીંગદાણાનું સેવન :  સીંગદાણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે. તેને ખાવાની સૌથી સારી રીત મીઠા અને ખાંડ સાથે છે. તમે ઈચ્છો તો તેને પીનટ બટરના રૂપમાં અથવા સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ડાયાબિટીસના દર્દી માટે દિવસ દરમિયાન એક મુઠ્ઠી સીંગદાણાનું સેવન કરવું જોઈએ. પરંતુ તેનાથી વધુ ન ખાવા જોઈએ. વધુ પ્રમાણ લેવાથી તમને કબજિયાત થઈ શકે છે અને વજન પણ વધી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment