મોટાભાગના લોકો નથી જાણતા કિન્નરોની ઉંમર સાથે જોડાયેલું આ ખાસ રહસ્ય, જાણો સામાન્ય સ્ત્રી અને પુરુષો કરતા કેટલું હોય છે કિન્નરોનું આયુષ્ય…

આપણા સમાજમાં કિન્નરોને લઈને અનેક વાતો સાંભળવા મળે છે. કેટલાક એવું માને છે કે, જે ઘરમાં કિન્નર કંઈક માંગવા આવે તો તે ઘરમાં સદાને માટે શાંતિ જળવાઈ રહે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જો તમને કિન્નર પૈસો આપે તો તમારા ઘરમાં સદા લક્ષ્મીનો વાસ રહે છે. આવી અનેક માન્યતાઓમાં ઘણા લોકો એવું માને છે કે, કિન્નરનું આયુષ ખુબ જ લાંબુ હોય છે. આજે આપણે આ રાઝ વિશે આ લેખમાં વાત કરીશું.

સામાન્ય રીતે કિન્નર લાંબુ જીવે છે, આ અમે નથી કહી રહ્યા પરંતુ દુનિયામાં કરેલી અમુક શોધનું આ કહેવું છે. અને તમે હેરાન રહી જશો જ્યારે તમને ખબર પડશે કે કિન્નર એક સામાન્ય મનુષ્યની તુલનાએ કેટલું વધારે જીવે છે.

થોડા સમય પહેલા દક્ષિણ કોરિયામાં એક શોધ થઈ. જેના દ્વારા જાણવા મળ્યું કે, કિન્નર સામાન્ય લોકોની તુલનાએ વધારે દિવસો સુધી જીવતા રહે છે. સામાન્ય રીતે કિન્નરોના જીવન પર લોકોની વધારે નજર ગયી નથી પરંતુ આ ઉત્સુકતાનો સવાલ તો હંમેશા રહ્યો છે કે, આખરે તેમનું જીવન કેવું હોય છે. તેઓ કંઈ રીતે તેમની બોંડિંગ બનાવે છે. તેમની ખુશીનો શું રાઝ હોય છે.

શોધકર્તાઓએ કોરિયાઈ પ્રાયદ્વીપમાં સેંકડો વર્ષોથી રહેતા કિન્નરોના જીવનથી જોડાયેલા ઘરેલુ દસ્તાવેજોનું અધ્યયન કર્યું. તેનું તે પરિણામ આવ્યું કે, બધિયાકરણના કારણે કિન્નર વધારે દિવસ સુધી જીવતા રહે છે. આ શોધે એ પણ જણાવ્યુ કે, બીજા લોકોની તુલનાએ કિન્નર લગભગ 20 વર્ષ વધારે જીવતા રહે છે. તમે હેરાન હશો પરંતુ આ વૈજ્ઞાનિક તથ્ય છે કે પુરુષોનું હાર્મોન તેમની ઉંમરને ઓછી કરી દે છે.

દરેક સંસ્કૃતિ અને સભ્યતામાં કિન્નરોનો એક મહત્વનો રોલ હોય છે. તેઓ અમુક વિશેષ કાર્ય કરે છે. જેમ કે, હરમ અથવા જનાનખાનાની રખવાળી કરવી એ કિન્નરોની ખાસ જવાબદારી રહેતી હતી. હરમ એટલે એ જગ્યા જ્યાં શાહી ઘરાનાની મહિલાઓ રહેતી હતી. શોધકર્તાઓ મુજબ બાળપણની શરૂઆતમાં જ બાળકોના અંડકોષને કાપી નાખવામાં આવે તો તેનાથી તેમનો વિકાસ બાધિત થઈ જાય છે. તેઓ ક્યારેય પૂર્ણ રીતે પુરુષ બની શકતા નથી.

આ શોધથી જોડાયેલા એક વૈજ્ઞાનિક ડોક્ટર શિયોલ કૂ લી એ જણાવ્યું હતું, કોરિયામાં રહેતા કિન્નરો વિશે શોધથી ખબર પડે છે કે, તેમાં મહિલાઓ જેવા અમુક લક્ષણ જોવા મળે છે જેમ કે, તેમણે મૂછો હોતી ન હતી, તેમના નિતંબ અને છાતી ખુબ મોટી હતી અને તેમનો અવાજ પણ ખુબ ભારે હતો, કોરિયામાં પણ શાહી દરબારમાં કિન્નરો કાર્ય કરતાં હતા. આપણા દેશમાં મુગલોના જમાનમાં પણ કિન્નરોને દરબારથી લઈને રાણીવાસ સુધીની નોકરીઓ આપવામાં આવતી હતી. તેમની ભૂમિકા ખાસ હોતી હતી.

કોરિયામાં કિન્નરોનો જન્મ સાન 1556 થી લઈને સાન 1861 ની વચ્ચે થયો હતો. તે કિન્નરોની સામાન્ય આયુ 70 વર્ષ હતી અને તેમાંથી ત્રણ તો 100 વર્ષથી પણ વધારે દિવસો સુધી જીવતા રહ્યા હતા. ભારતમાં કિન્નરોની ઉંમરને લઈને કોઈ શોધ ઉપલબ્ધ નથી. પરંતુ વર્ષ 2011 ની જનગણના તેમને સમાવિષ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ 5 લાખની આસપાસ જોવા મળી છે.

કોરિયામાં કિન્નરોની તુલનાએ કુલિન ઘરોના પુરુષોની સામાન્ય ઉંમર 50 થી થોડી વધારે હતી જ્યારે શાહી ઘરાનાના પુરુષોની સામાન્ય ઉંમર તો માત્ર 45 વર્ષ જ હતી. તે જ સમયની મહિલાઓ વિશે કોઈ જાણકારી નથી. જેનાથી તેમની તુલના કિન્નરોથી કરી શકાય. લગભગ બધા સમાજમાં મહિલાઓની ઉંમર પુરુષો કરતાં વધારે હોય છે. પરંતુ હજી સુધી તેનું કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. એક જાણકારી એ છે કે, તેવું પુરુષોમાં જોવા મળતા હાર્મોન ટેસ્ટોસ્ટોરોનના કારણે થાય છે.

બ્રિટેનમાં વૃદ્ધાસ્થા પર શોધ કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરિયામાં કરેલ શોધ ખુબ જ રોચક છે પરંતુ કિન્નરોની લાંબી ઉંમરનું કારણ તેમના જીવન યાપનની રીત પીએન હોય શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment